આ પ્રકારના મેસેજ અને મેલથી રહો દૂર, નહિતર મિનિટોમાં ખાલી થઇ જશે તમારા બેન્કનું ખાતું.

જાણો શું છે ફિશિંગ મેલ જે કરી શકે છે તમને કંગાળ :-

આવક વિભાગ તરફથી એક એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં લોકોને ફ્રોડ ઈ-મેઈલ અને ફોનથી જાગૃત રહેવાનું કહેવામાં આવ્યું છે. આવક વિભાગ તરફથી જાહેર કરવામાં આવેલા આ એલર્ટમાં ટેક્સપેયર્સ ફંડના ફેક મેસેજથી દુર રહેવાની સલાહ આપવામાં આવી છે અને કહેવામાં આવ્યું છે કે જો તેમની ઉપર બોગસ ઈ-મેઈલ (ફિશિંગ મેઈલ) કે એસએમએસ આવે છે. તો તે તેની લાલચમાં ન આવે. આવક વિભાગએ પોતાની વેબસાઈટ www.incometaxindia.gov. in ઉપર આ સુચના જાહેર કરી છે અને લોકોને સાવચેત રહેવાનું કહ્યું છે.

ન આપશો જાણકારી :-

આવક વિભાગના જણાવ્યા મુજબ જો ટેક્સપેયર્સને કોઈ અજાણ્યા ઈ-મેઈલ, એસએમએસ કે ફોન કરી તેમના ક્રેડીટ, ડેબીટ કાર્ડ નંબર, ઓટીપી અને બીજી જાતની બેંક સાથે જોડાયેલી જાણકારી માંગવામાં આવે, તો કોઈપણ પ્રકારની માહિતી આપશો નહિ અને આ ઈ-મેઈલ કે એસએમએસનો જવાબ ન આપો.

આવક વિભાગ તરફથી જાહેર કરવામાં આવેલી આ માહિતીમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે તેમના વિભાગ તરફથી ક્યારે પણ ટેક્સપેયર્સ સાથે તેમની બેંક ખાતા સાથે જોડાયેલી માહિતી નથી માંગવામાં આવતી અને જો ટેક્સપેયર્સ પાસે કોઈ ઈ-મેઈલ આવક વિભાગના નામ ઉપર આવે છે તો તે ખોટા હશે.

આજકાલ ઓનલાઈન દ્વારા ઘણા પ્રકારના ખોટા મારા કરવામાં આવી રહ્યા છે અને લોકો દ્વારા ઈ-મેઈલ (ફિશિંગ મેઈલ) કે ફોન દ્વારા તેમની બેંક સાથે જોડાયેલી માહિતી માંગવામાં આવી રહી છે. આ માહિતી આપવાથી લોકોના બેંક ખાતા મીનીટોમાં ખાલી કરી દેવામાં આવે છે. એવામાં લોકો આવી રીતે ખોટા મારાથી ખુબ સાવચેત રહેવાની જરૂર છે.

આવી રીતે ઓળખો ખોટા મેઈલને :-

આવક વિભાગના જણાવ્યા મુજબ કોઈપણ ટેક્સપેયર્સ સાથે આવક વિભાગ તેમના બેંક ખાતા નંબર સાથે જોડાયેલી અંગત માહિતી માગતી નથી. પરંતુ છતાં પણ લોકો ઉપર કોઈ ઈ-મેલ આવે છે, તો તે તેનો જવાબ ન આપે. કેમ કે આ મેલ ખોટા મેઈલ હોઈ શકે છે.

કેવી રીતે ઓળખવા બોગસ મેલને :-

આવક વેરા વિભાગના જણાવ્યા મુજબ તમારી ઉપર કોઈ ઈ-મેલ આવે છે, તો તે સરળતાથી જાણી શકાય છે કે તે બોગસ છે કે નહિ. ખોટા મેલને જાણવા માટે તમે બસ ઈ-મેલના ડોમેન નેમને વાચો અને જો તે ઈ-મેલમાં તમને આવક વેરા વિભાગ કે બીજી રીતે નામના સ્પેલિંગ ખોટા લાગે છે, તો તે બોગસ મેલ હોય છે. એવી રીતે ઈ-મેલના હેડર ખોટા હોવાથી પણ તમે સમજી જશો કે તે મેલ ખોટો છે.

બોગસ મેલ આવે તો શું કરવું? :-

હંમેશા બોગસ મેલ સાથે લોકોને અટેચમેંટ કે પછી કોઈ લીંક મોકલવામાં આવે છે અને જો તમને લાગે છે કે તમારી ઉપર આવેલો ઈ-મેલ બોગસ છે, તો તમે મેલ સાથે મોકલવામાં આવેલી લીંક કે એટેચમેંટને ન ખોલો. કેમ કે તેની અંદર મલેશિયન કોડ હોઈ શકે છે અને જયારે તમે લીંક ઉપર ક્લિક કરો છો તો તમારું બેંક એકાઉન્ટ, ક્રેડીટ કાર્ડ અને ઇન્કમ ટેક્સ ડીટેલ્સ સરળતાથી હેકર પાસે જઈ શકે છે. એટલા માટે આ ઈ-મેલ સાથે આવેલી લીંકને ખોલવાથી દુર રહો. જય હિન્દ…