આ પુરાવા જણાવે છે કે કાલ્પનિક નથી ભગવાન રામ અને તેમની અયોધ્યા. જય શ્રી રામ

આજે અમે તમને ભારત અને શ્રીલંકામાં મળેલા તે પુરાવાઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જે એ જણાવે છે કે ભગવાન રામ અને તેમની અયોધ્યા કાલ્પનિક નથી.

રામ જન્મભૂમિ ઉપર ખૂબ લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે અને બુધવારના રોજ જન્મભૂમિ જમીન વિવાદમાં સુપ્રિમ એ તમામ દલીલો સાંભળ્યા પછી પોતાનો નિર્ણયને સુરક્ષિત કરી લીધો છે. ઘણા લોકો માને છે કે ભગવાન રામનું અને અયોધ્યાનું અસ્તિત્વ જ ન હતું અને તે સંપૂર્ણ કાલ્પનિક છે.

જો તમે પણ એવું માનો છો, તો આજે અમે તમને ભારત અને શ્રીલંકામાં મળેલા તે પુરાવાઓ તે પુરાવા વિષે જણાવવા જઈ રહ્યા છીએ. જે એ જણાવે છે કે ભગવાન રામ અને તેમની અયોધ્યા કાલ્પનિક નથી.

રામ સેતુ :-

રામ સેતુ શ્રીલકા અને ભારત વચ્ચે આવેલો છે અને વિશ્વભરમાં તેને ‘એડમ્સ બ્રીજ’ ના નામથી ઓળખવામાં આવે છે. આ સેતુ રામેશ્વરમથી શરૂ થઇને શ્રીલંકાના મન્નારને જોડે છે. જેમ કે રામાયણમાં વર્ણન છે, આ સેતુનું નિર્માણ ભગવાન રામની આજ્ઞા ઉપર વાનરોની સેના દ્વારા કરવામાં આવ્યો હતો. આ તે જ સેતુ છે જેની મદદથી ભગવાન રામ સમુદ્ર પાર કરી છે, અયોધ્યા પહોંચ્યા હતા અને માતા સીતાને રાવણની કેદ માંથી છોડાવીને ભારત લાવ્યા હતા.

હનુમાનજીના પગના ચિહ્ન :-

રામાયણમાં એ વાતનો ઉલ્લેખ છે કે જ્યારે હનુમાનજી સીતાજીને શોધવા માટે સમુદ્ર પાર કર્યો હતો, ત્યારે તેમણે વિશાળ રૂપ ધારણ કર્યું હતું, જેન લઇને જ્યારે તેઓ શ્રીલંકા પહોંચ્યા, તો તેમના પગના નિશાન ત્યાં બની ગયા, જે આજે પણ અહિયાં ઘણા સ્થળો ઉપર રહેલા છે.

શ્રીલંકામાં હિમાલયની જડીબુટ્ટી :-

શ્રીલંકામાં એવી ઘણી બધી દુર્લભ ઔષધિઓ મળી આવી છે. જે માત્ર હિમાલયમાં જ મળે છે. આ જડીબુટ્ટીઓનું ત્યાં મળી આવવું એ વાતનો સંકેત આપે છે કે રામાયણમાં લખેલી વાતો સાચી છે.

રાવણનો મહેલ :-

પુરાતત્વ વિભાગને શ્રીલંકામાં એક મહેલ મળ્યો છે. જેને રામાયણ કાળનો કહેવામાં આવે છે. રામાયણમાં લંકા દહનનું વર્ણન છે, જ્યારે હનુમાનજી એ આખી લંકામાં પોતાની પૂંછડીથી આગ લગાવી દીધી હતી, સળગ્યા પછી તે સ્થળની માટી કાળી થઈ ગઇ હતી, એ વાતની સાબિત પણ અહીંયાથી મળી છે. એવું માનવામાં આવે છે કે આ રાવણનો જ મહેલ છે.

સીતાનું રસોડું :-

સીતાનું રસોડું રામ જન્મભૂમિના ઉત્તરી – પશ્ચિમ ભાગમાં રહેલું છે. આ રસોડામાં ભગવાન રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન અને તે બધાની પત્નીઓ સીતા, ઉર્મિલા, માંડવી અને સુક્રિર્તિની મૂર્તિ લાગેલી છે. સાથે જ આ રસોડામાં વાસણ પણ રાખવામાં આવેલા છે. આ રસોડાને માતા અન્નપૂર્ણાનું સ્થાન માનવામાં આવતું હતું.

રાવણનું સાસરું :-

દશાનંદ રાવણ વિશે ઘણી કથાઓ અને માન્યતાઓ પ્રચલિત છે. અમુક માન્યતાઓ મુજબ રાવણનું સાસરું જોધપુરમાં મંડોર નામના સ્થાન ઉપર છે. એવું કહેવામાં આવે છે કે રાવણ એ અહીંયા મંદોદરી સાથે ફેરા લીધા હતા. તેવી જ રીતે જોધપુરના કેટલાક લોકોની પરંપરાગત માન્યતા છે કે રાવણ તેમના પૂર્વજોમાંના એક હતા.