આજકાલ સાંધાના દુખાવા અને ગોઠણના દુખાવાની સમસ્યા ઝડપથી વધતી જોવા મળે છે. પણ સારી વાત એ છે કે આ થોડા આયુર્વેદિક તેલથી માલીશ કરીને આ સમસ્યાનો સામનો કરી શકાય છે.
જુના અને ઘરેલું નુસ્ખાઓથી દરેક બીમારીનો ઈલાજ શક્ય છે. પીઠ અને સાંધાના દુ:ખાવાનો પણ. સાંધાના દુ:ખાવાના રોગીનું વજન હમેશા વધુ હોય છે, અને તે દેખાય પણ છે સ્વસ્થ અને સામાન્ય અને હમેશા માંસાહારી અને ખાવા પીવાના શોખીન હોય છે.
ભારે અને તેલવાળા ભોજન, માંસ, ઘી અને તીખા મસાલા, શારીરીક અને માનસિક કાર્ય ન કરવા, ગુસ્સો, ચિંતા, દારૂનું સેવન, જૂની કબજીયાત વગેરે કારણોથી સાંધામાં મોનો (mono) સોડીયમ બાયયુંરેટ જમા થવાથી અસહ્ય પીડા થાય છે, જેથી ગઠીયા રોગ અને પીઠનો દુ:ખાવો જેવી સમસ્યા ઉત્પન થાય છે.
આ રામબાણ ઈલાજની માહિતી અમેરિકાના એક સંશોધક દ્વારા પ્રાપ્ત થયેલ છે. જેનું ગુજરાતી ભાષાંતર કરીને જનસેવા અર્થે રજુ કરીયે છીએ. આ સંપૂર્ણ ઘરગથ્થું ઉપચાર કરવાથી ગોઠણના દુખાવાની, અન્ય હાડકા અને સાંધાના દુખાવાની સમસ્યામાં તાત્કાલિક રાહત મળે છે.
છેલ્લા ઘણા વર્ષોથી ગોઠણનો દુખાવો, અન્ય સાંધાના દુખાવાની સમસ્યાઓઆ ઉંમર વધતા સામાન્ય બની રહી છે. શરીરના અંગોમાં ગોઠણ એક એવું અંગ છે કે જ્યાં ઘણા બધા લોકોને અસહ્ય દુખાવાની ફરિયાદ જોવા મળે છે કારણ કે જયારે આપણે બધા બન્ને પગ ઉપર ઉભા હોઈએ અથવા ચાલતા હોઈએ ત્યારે આખા શરીરનું ૮૦% વજન ગોઠણ ઉપર આવે છે.
નીચે દર્શાવેલી ઘરગથ્થુ ઉપચારની પદ્ધતિ ૧૦૦% કુદરતી છે. જેથી તેની કોઈપણ જાતની આડઅસર થતી નથી.
જરૂરી પદાર્થો
(૧) લાલ દ્રાક્ષ – ૩ મોટી ચમચી
(૨) કોળાના બીજ – ૫૦ ગ્રામ
(૩) ખાવાનો ગુંદર – ૨ મોટી ચમચી
(૪) સફેદ તલ – ૫ મોટી ચમચી
(૫) ચોખ્ખું મધ – ૧૦૦ ગ્રામ
(૬) અળસી – ૮ મોટી ચમચી
બનાવવાની રીત
તમામ પદાર્થો સાથે મિક્સ કરીન ગ્રાઈન્ડરમાં એક રસ મિશ્રણ થાય ત્યાં સુધી ગ્રાઈન્ડ કરવું. ત્યારબાદ હવાચુસ્ત ડબ્બામાં ભરી ફ્રીજમાં મૂકી રાખવું.
ઉપયોગ
સવારે નાસ્તા પહેલા – ૧ ચમચી
બપોરે જમતા પહેલા – ૧ ચમચી
બે થી ત્રણ અઠવાડિયા નિયમિત ઉપયોગથી તમારા સાંધા અને હાડકા મજબુત થવા લાગશે અને દુખાવામાં ચમત્કારિક લાભ થશે.
જનસેવા અર્થે વધુમાં વધુ શેર કરી લોકો સુધી પહોચાડો.
જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.