આ રીતે વધારો તમારી કારના ACનું કુલિંગ, જોરદાર કામ આવશે આ 5 સરળ ટિપ્સ.

જેમ જેમ ગરમી વધશે અને દિવસનું તાપમાન ઘણું વધવા લાગશે, તેમ તેમ તમને અહેસાસ થવા લાગશે કે કારમાં લગાવેલું એયર કંડીશનર તમને રાહત નથી આપી રહ્યું.

હાલના સમયમાં કાર કંપનીઓ પોતાના મોડલ્સમાં ઓટોમેટીક એસી કે કલાઈમેટ કંટ્રોલ જેવા ફીચર્સ આપે છે, પરંતુ તેમ છતાં પણ તે કામ નથી કરતા. તેવામાં જો તમે અમુક વાતોને ધ્યાનમાં રાખશો તો તમારી કારનું એસી સારી રીતે કામ કરશે અને કારનું કુલીંગ વધારશે.

થોડી બારી ખોલો :

ગરમીના દિવસોમાં કારની અંદરનું તાપમાન ઝડપથી ઘણું વધે છે અને હવાનું સર્ક્યુલેશન ન થવાને કારણે જ કારમાં ગરમ હવા ભરાઈ જાય છે. તેવા સમયે કારના કાચને થોડા નીચે કરીને તમે ગરમ હવા ઓછી કરી શકો છો. એસી સીસ્ટમ ત્યારે કામ કરે છે, જયારે ગરમ હવા દુર થાય છે, તો જો તમે કાચ નીચે કરી ગરમ હવાને ઓછી કરો છો, તો તમારું એસી વધુ સારી રીતે કામ કરશે.

એસોની સ્વીચને ઓન કે ઓફ કરો :

હંમેશા એસીને ધીમા મોડ ઉપર ઓન કરો અને ત્યાર પછી પંખાની સ્પીડને વધારો. તે ઉપરાંત ઇગ્નીશનને બંધ કરતા પહેલા એસીને પહેલા બંધ કરો અને ત્યાર પછી પંખા બંધ કરો.

પહેલા આ મોડનો ઉપયોગ કરો : (ખુબ જ અગત્યનું અને સમજવા જેવું છે.)

જયારે તમે તમારી કારને સ્ટાર્ટ કરો છો, તો રિસર્કુલેશન મોડને બંધ કરી દો, જેથી ગરમ હવા વેટીલેશન માંથી બહાર નીકળી જાય. એક વખત જયારે હવા ઠંડી થઇ જાય તો રીસર્કુલેશન મોડને ફરી ઓન કરી દો, જેથી માત્ર ઠંડી હવા ફેલાશે અને ઠંડી હવા કેબીનમાં અંદર જ રહી જશે અને તમારું એસી વધુ સારી રીતે કામ કરશે.

કાર વધુ ગરમ થાય તો :

જો તમારી કાર તડકામાં વધુ લાંબો સમય પડી છે, તો ચોક્કસ કારની કેબીનમાં હ્યુંમીડ થઇ જશે. બારીને આખી ખોલી દો, મેનુબલ એસીને હાઈ સ્પીડ ઉપર ચલાવો અને થોડા કિલોમીટર સુધી કારને ડ્રાઈવ કરો.

ત્યાં સુધી એવું કરો જ્યાં સુધી તમને એસી વેંટસ દ્વારા ઠંડી હવા નથી મળતી. એક વખત એસી માંથી ઠંડી હવા આવવા લાગે તો બારી બંધ કરી દો અને રીસર્કુલેશન મોડને ઓન કરી દો. તેનાથી એસી સીસ્ટમ ઉપર દબાણ નહિ વધે.

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકો ને જરૂર પસંદ આવ્યો હશે જ એવા વિશ્વાસ સાથે તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલ ને તમે તમારા મિત્રો અને સંબંધિઓ ને વધુ માં વધુ શેર કરશો જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે અને તેનો ઉપયોગ તેમના જીવન માં પણ લઇ શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળા ને મદદ કરવા સમાન છે, કેમ કે તમારા શેર થી જો જોઈ એક વ્યક્તિ જીવન માં ઉપયોગ માં આવી જાય તો પણ ઘણું પુણ્ય નું કામ ગણવામાં આવશે. તો તમે ખુલ્લા મન થી શક્ય હોય એટલા લોકો ને જરૂર થી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.

આ માહિતી જીનાસિખો અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.