વિશ્વમાં સરદાર જ્યાં પણ જાય છે, હમેશા ઝંડા ખોડે છે. એવી જ એક વાત અર્જેન્ટીના ના સીમરપાલ સિંહની છે. સીમરપાલ અર્જેન્ટીનાના પીનટસ કિંગ એટલે કે મગફળીના રાજા કહેવામાં આવે છે. તેમની સિંગાપુર બેસ્ટ કંપની ઓલમ ઇન્ટરનેશનલ વિશ્વની બીજી સૌથી મોટી મગફળીની નિકાસ છે. હજારો હેક્ટર્સ ખેતરોના માલિક સીમરપાલ મગફળી, સોયા, મક્કાઈ અને ચોખાની ખેતી કરે છે અને આખા વિશ્વમાં નિકાસ કરે છે. અમૃતસર ના મુંડા કેવી રીતે પહોચ્યા અર્જેન્ટીના અને કેવી રીતે બન્યા મગફળીના રાજા..
ભારતથી કેવી રીતે પહોચ્યા અર્જેન્ટીના :
(1) અમૃતસર ના સીમરપાલે ગુરુનાનક દેવ યુનીવર્સીટી માંથી કૃષિમાં બીએસી પાસ કરેલ હતું. પછી ગુજરાત ઇન્સ્ટીટયુટ ઓફ રૂરલ મેનેજમેન્ટમાંથી એમબીએ કર્યું. (2) આફ્રિકા, ધાના, આઈવરી કોસ્ટ, અને ઈસ્ટ મોજાંબીક માં કામ કર્યા પછી તેમનું કુટુંબ ૨૦૦૫ માં અર્જેન્ટીના માં જઈને વસી ગયું.
શરૂઆત ખુબ જ મુશ્કેલ હતી :
(1) એક વેબસાઈટને આપેલ ઈન્ટરવ્યુંમાં સીમરપાળે જણાવ્યું કે અર્જેન્ટીનામાં મોટા પાયે ખેતી કરવી જોખમ વાળું કામ હતું. (2) છતાં પણ મોટી રકમ આપીને શરૂઆતમાં ૪૦ હેક્ટર જમીન ઘણી જાતના પાક અને ખેતી માટે ખરીદી લીધી. (3) આજે તે ૨૦ હજાર હેક્ટર જમીન ઉપર મગફળી ની ખેતી કરે છે. ૧૦ હજાર હેક્ટર ઉપર સોયા અને મક્કાઈ ઉગાડે છે.
(4) ૧૭૦૦ હેક્ટર જમીન ચોખાની ખેતી માટે ભાગમાં આપી દીધી છે. (5) સીમરપાલ ખેતરોમાં ભારતની પદ્ધતિ મુજબ ખેતી નથી કરતા, પણ મશીનો થી કામ લે છે.
૭૦ દેશોમાં ફેલાયેલ છે ઘંધો :
(1) ઓલમ ઇન્ટરનેશનલ નું હેડકવાર્ટર સિંગાપુરમાં બનાવેલ છે. (2) તેમની કંપનીના સીઈઓ અને ગ્રુપ મેનાજીંગ ડાયરેક્ટર ભારતીય સની જોર્જ વર્ગીસ છે. (3) કંપનીનું વર્ષનું રેવન્યુ ૮ અરબ રૂપિયા છે. કંપની પાસે ૪૭ ખેતી સાથે જોડાયેલ ઉત્પાદન છે. (4) અને ૭૦ દેશોમાં કંપનીના ૧૭ હજાર કર્મચારી કામ કરે છે.
૨૦૦ કર્મચારીથી ચાલે છે કંપની :
(1) અર્જેન્ટીનામાં તેમની ઓફિસમાં ૨૦૦ કર્મચારીઓ માં માત્ર બે જ ભારતીય છે. (2) તેમના પત્ની હરપ્રીત અને સીમર કામ દરમિયાન હમેશા સ્પેનીશ બોલે છે, પણ કુટુંબમાં દેશી ભાષામાં વાત કરે છે. (3) રાજધાની બ્યુનસ આયર્સમાં સીમરની ખ્યાતી થી ભારતીયો માટે ડઝનો રેસ્ટોરન્ટ ખુલી ગયા છે.