આ સરકારી યોજનાથી તમને થશે નફો, દર મહિને મળશે 10,000 રૂપિયા સુધીનું પેંશન

વર્તમાન સમયમાં મીડિયા અને સોશિયલ મીડિયા ઉપર ઘણા કિસ્સાઓ બહાર આવતા રહે છે, જેના વિષે આપણને રસપ્રદ જાણકારી મળતી હોય છે. એ બધામાં અમુક કિસ્સા એવા પણ હોય છે જેના વિષે જાણીને આપણને નવાઈ લાગે છે. તેમજ અમુક કિસ્સા એવા પણ હોય છે જે જાણીને આપણને એના પર ઘણી ધૃણા ઉપજે છે. અમુક એવા બનાવો બને છે જેનાથી લોકો એકદમથી અજાણ હોય છે. અને આજે એક એવી બાબત અમે તમારી સામે મુકવા જઈ રહ્યા છીએ, જેના વિષે કદાચ જ તમે અજાણ હશો. આવો જાણીએ તે બાબત વિષે.

આમ તો નાગરિકો માટે નરેન્દ્ર મોદી સરકારની ઘણી યોજનાઓ રહેલી છે. પરંતુ આ સરકારી યોજનાઓમાંથી એક એવી યોજના પણ છે જે તમારા માટે ઘણી ફાયદાકારક સાબિત થઇ શકે છે. જો તમે આ યોજનામાં રોકાણ કરો છો, તો તમને નિવૃત્તી પછી પેન્શન મળી શકે છે. આવો જાણીએ તેના વિષે. શું છે પ્રધાનમંત્રી વય વંદન યોજના?

અમે વાત કરી રહ્યા છીએ સરકારની પ્રધાનમંત્રી વય વંદન યોજના (PMVVY) વિષે. પ્રધાનમંત્રી વય વંદન યોજના હેઠળ નાગરિકોને 10 વર્ષ સુધી 8 ટકા વર્ષનું રીટર્નની ગેરંટી સાથે પેન્શન આપવામાં આવે છે. સ્કીમ હેઠળ પેન્શન ત્રી માસિક, છ માસિક કે વર્ષના આધારે લઇ શકાય છે. યોજનામાં 60 વર્ષ અને તેનાથી વધુ ઉંમરના નાગરિક રોકાણ કરી શકે છે.

૧૦,૦૦૦ રૂપિયા સુધી મળી શકે છે પેન્શન :

ગયા મહિનામાં સરકારે તેમાં રોકાણની રકમની મર્યાદા બમણી કરવાની જાહેરાત કરી હતી. તેમાં વરિષ્ઠ નાગરિકોને ઘણો લાભ થશે. સરકાર દ્વારા રોકાણની મર્યાદા ૧૫ લાખ કરી દેવામાં આવી છે. જયારે પહેલા તે ૭.૫ લાખ રૂપિયા હતી. નાગરિકોને દર મહીને ૧૦,૦૦૦ રૂપિયા સુધીનું પેન્શન મળી શકશે.

સરકારના આ પગલાથી વરિષ્ઠ નાગરિકો માટે સામાજિક સુરક્ષાની જોગવાઈ વધારી શકાશે. માર્ચ ૨૦૧૮ સુધી કુલ ૨.૨૩ લાખ વરિષ્ઠ નાગરિકો આ પેન્શન યોજનાનો લાભ મેળવી રહ્યા છે. જયારે તે પહેલા વરિષ્ઠ પેન્શન વીમા યોજના ૨૦૧૪ હેઠળ 3.૧૧ લાખ વરિષ્ઠ નાગરિકોને લાભ મળ્યો હતો.

પહેલા પ્રધાનમંત્રી વય વંદન યોજના ૪ મે ૨૦૧૭ થી ૩ મે ૨૦૧૮ માટે જ હતી. હવે તેની હેઠળ રોકાણ કરવાનો સમયગાળો વધારીને ૩૧, માર્ચ ૨૦૨૦ કરી દેવામાં આવ્યો છે.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.