ભારતીય સંસ્કૃતિ અને પરંપરાની ઝલક વિશ્વના ઘણા દેશોમાં સહેલાઈથી જોવા મળી શકે છે. ભારતીય સંસ્કૃતિ ઘણી પ્રાચીન સંસ્કૃતિમાંથી એક છે. ભારત દુનિયાનો સૌથી પ્રાચીન દેશ છે, અને હિંદુ ધર્મને ઘણા વર્ષોથી માનવામાં આવી રહયો છે. તે કારણ છે કે ભારતમાં મંદિરોની સંખ્યા ગણતા ગણતા થાકી જશો. ભારતના દરેક ગલી મોહલ્લામાં એક મંદિર જોવા મળશે. હિંદુ ધર્મમાં કરોડો દેવી દેવતાઓને માનવામાં આવે છે. અહિયાં લગભગ દરેક દેવી દેવતાના મંદિર જોવા મળી શકે છે. માત્ર ભારતમાં જ નહિ પણ તે ઉપરાંત બીજા ઘણા દેશ પણ છે, જ્યાં હિંદુ ધર્મ માનવામાં આવે છે કે પહેલા માનવામાં આવતો હતો.
ઇન્ડોનેશિયાના મંદિર છે આખા વિશ્વમાં પ્રસિદ્ધ :
આજે પણ અમુક એવા દેશ છે, જ્યાં હિંદુ ધર્મના દેવી દેવતાઓના મંદિર જોવા મળે છે. તેમનો એક દેશ છે ઇન્ડોનેશિયા. અહિયાંના મંદિર પોતાની સુંદરતા માટે આખા વિશ્વમાં ઓળખવામાં આવે છે. આ મંદિરોની એક ઝલક મેળવવા માટે દુનિયાના ખૂણે ખૂણા માંથી લોકો ઇન્ડોનેશિયા જાય છે. આજે અમે ઇન્ડોનેશીયાના થોડા ઘણા સુંદર મંદિરો વિષે જણાવવા જઈ રહ્યા છીએ. જેના વિષે કદાચ જ પહેલા કોઈ જાણતા હશે.
બાલીનું પુરાતન સરસ્વતી મંદિર :
ભારતમાં ઘણા બધા મંદિર છે, પણ બાલીમાં બનેલું આ સરસ્વતી મંદિર સૌથી વિશેષ છે. આં સરસ્વતી મંદિર બાલીની ઉબુધમાં બનેલું છે. આ મંદિર પાસે એક સુંદર કુંડ પણ છે. દર વર્ષે આ મંદિર જોવા દુર દુરથી પ્રવાસીઓ આવે છે.
પુરા બેસકિહ મંદિર :
આ મંદિર ઇન્ડોનેશિયાનું સૌથી જુનું મંદિર માનવામાં આવે છે. આ મંદિરને બાલીનું સૌથી મોટું અને પવિત્ર મંદિર પણ કહેવામાં આવે છે. આ મંદિરને ૧૯૯૫ માં યુનેસ્કોની વિશ્વ ધરોહરમાં જોડી દેવામાં આવ્યું હતું. તમને જણાવી દઈએ કે આ મંદીરમાં ઘણા હિંદુ દેવી દેવતાઓની મૂર્તિ સ્થાપિત છે.
બાલીનું તહન લોટ મંદિર :
આ બાલીમાં બનેલું ભગવાન વિષ્ણુનું સૌથી પ્રસિદ્ધ મંદિર છે. આ મંદિર ઇન્ડોનેશિયાના સૌથી સુંદર મંદિરોમાનું એક છે. તેનું નિર્માણ ૧૬ મી સદીમાં કરવામાં આવેલુ હતું.
જાવાનું પ્રમ્બાનન મંદિર :
જાવામાં બનેલ આ મંદિર હિંદુ ધર્મના ત્રણ મુખ્ય દેવતાઓ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશને સમર્પિત છે. તે અહિયાંનું સૌથી મોટું અને મુખ્ય હિંદુ મંદિર છે. આ મંદિરની સૌથી ખાસ વાત એ છે કે અહિયાં ત્રિદેવ સાથે સાથે તેમના વાહનોના પણ મંદિર બનેલા છે, જે બીજે ક્યાય જોવા નહિ મળે.
જાવાનું સિંધસરી શિવ મંદિર :
આ મંદિર આખી દુનિયામાં પ્રસિદ્ધ છે. આ મંદીરમાં ભગવાન શંકરની વિશાળ મૂર્તિને સ્થાપિત કરવામાં આવેલ છે. અહિયાં રોજ સેંકડો લોકો ફરવા અને દર્શન કરવા માટે આવે છે.