આ ટેક્નિકથી પાછલા 23 વર્ષથી ફ્રીમાં પાણી અને વીજળીનો ઉપયોગ કરી રહ્યો છે બેંગ્લોરનો આ વૈજ્ઞાનિક.

ફ્રી માં પાણી અને વીજળીનો ઉપયોગ કરી રહ્યો છે બંગલોરનો વૈજ્ઞાનિક :-

ગરમીની શરૂઆત થતા જ દેશના ઘણા ક્ષેત્રોમાં પાણીનો કકળાટ શરૂ થઇ જાય છે. પીવાનું સ્વચ્છ પાણી સાથે સાથે રોજિંદા દીનચર્યો માટે પાણીના અછતની અનુભૂતિ કરવામાં આવે છે. દેશમાં છેલ્લા ઘણા વર્ષોથી સરેરાશ કરતાં વધુ વરસાદ થાય છે, પરંતુ ઉનાળાની સિઝનમાં આશરે 30% વસ્તીને પીવાનું શુદ્ધ પાણી નથી મળતું.

જળ સંરક્ષણ અને સવર્ધન હજુ પણ સામાન્ય ભારતીયોથી દૂર છે અને તેને લીધે ઘણા લોકોને પીવાનું પાણી લાવવા માટે પણ ઘણા કિ.મી.નું અંતર કાપવું પડે છે. આ બધા વચ્ચે કર્ણાટકના બેંગલુરુ શહેરમાં રહેતા એક વૈજ્ઞાનિક એ જળ સંરક્ષણ માટે રસ્તો બતાવ્યો છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે છેલ્લા લગભગ 23 વર્ષમાં તેમણે પાણીનું બિલ નથી ભર્યું. તેમના ઘરમાં નાખવામાં આવેલા વરસાદના પાણીની જાળવણીની સિસ્ટમ્સને કારણે તેમને બહારથી પાણી માંગવાની જરૂર નથી પડતી.

છેલ્લા થોડા વર્ષોમાં બેંગલુરુ શહેરમાં ઘણો વધારે વિકાસ થયો છે. જેના કારણે આ શહેરમાં સામાન્ય કરતાં વધુ વરસાદ થવા છતાં પણ ગરમીની ઋતુમાં પાણીની તંગીને સામનો કરવો પડે છે. તેની જમીન અને ભૌગોલિક સ્થિતિને કારણે બેંગલુરુમાં જમીન માંથી પાણી કાઢવું પણ મોંઘું પડે છે.

તેની સાથે જ કાવેરી નદી પણ શહેરથી 100 થી વધુ કિમી દૂર છે અને જમીનથી આશરે 1000 ફૂટ ઉંચા હોવાથી પમ્પિંગ અને પાઇપ લાઇનમાં ખૂબ વધુ પૈસા ખર્ચ કરવા પડે છે. આ શહેરમાં તળાવોનું નેટવર્ક બનાવવામાં આવ્યું હતું, પરંતુ અતિશય વિકાસ અને ઘટતાં જંગલો અને તળાવોનું ક્ષેત્રફળ પાણીની સમસ્યાનું મુખ્ય કારણ બની ચુક્યું છે.

શિવકુમાર (એ.આર. શિવાકુમાર) જો કે કર્ણાટક સ્ટેટ કાઉન્સિલ ઑફ સાયન્સ એન્ડ ટેક્નોલૉજી (કેએસએસએસટી) માં સિનિયર સાયન્ટિસ્ટના પદ ઉપર કાર્યરત છે. તેમના ઘરે ક્યારેય કાવેરી પાણીની પાઇપલાઇનનું કનેક્શન નથી અને પોતાના ઘરની જરૂરિયાત માટે પાણી રેન વોટર હાર્વેસ્ટિંગ દ્વારા પૂરી કરે છે. આઈઆઈએસસીમાં નોકરીમાં જોડાયા પછી તેમણે 1995 માં પોતાનું ઘર બનાવ્યું.

ઘર બનાવતા દરમિયાન શિવકુમાર એ પોતાના પરિવાર માટે પાણીની જરૂરિયાત પૂર્ણ કરવા માટે ખૂબ સંશોધન કર્યું. તેઓ ઇચ્છતા હતા કે પર્યાવરણને નુકશાન કર્યા વિના પોતાની જરૂરિયાત પૂરી કરવામાં આવે. તેના માટે સૌથી પહેલા તેઓએ તેમની આસપાસના ઘરો અને ઍપાર્ટમેન્ટ્સના પાણીના બિલનો અભ્યાસ કર્યો અને તેનાથી તેને એક કુટુંબ માટે મહિનામાં જરૂરી પાણી અને બિલની ખબર પડી.

શિવકુમારનું બેંગલુરું આવેલું ઘર :-

તેમના સંશોધનથી તેમણે શોધી કાઢ્યું કે એક પરિવાર માટે દરરોજ પોતાની જરૂરિયાત માટે 500 લિટર પાણીની જરૂર પડે છે. ત્યાર પછી તેમણે છેલ્લા 100 વર્ષોનો ચોમાસા અને વરસાદની માહિતીનો અભ્યાસ કર્યો અને શોધી કાઢ્યું કે દુષ્કાળ અને ઓછા વરસાદ દરમિયાન પણ એટલુ પાણી તો વરસે જ છે. જેનાથી આ શહેરના બધા રહેવાસીઓ માટે આખા વર્ષ પાણી ઉપલબ્ધ થઇ શકે.

શિવકુમાર (એ.આર. શિવાકુમાર) ની સામે ફક્ત એક જ સમસ્યા હતી કે વરસાદ સામાન્ય કે 60-70 દિવસ થાય છે પરંતુ પાણીની જરૂરિયાત પુરા 365 દિવસ પડે છે. તેના માટે તેમણે 45,000 કેપેસીટીની થોડીક પાણીની ટાંકીઓ બનાવરાવી.

મોટર અને વિજળી ઉપર નિર્ભરતા ઘટાડવા માટે તેમણે ઘરના ધાબા ઉપર જ આ ટાંકી બનાવવાની કામગીરી કરી. બધી ટાંકીમાં શિવકુમાર દ્વારા અવિસ્કૃત ફિલ્ટર ટેક્નોલૉજીનો ઉપયોગ કરવામાં આવ્યો. જેનાથી પાણીને શુદ્ધ કરી શકાય છે.

ટાંકીમાં પાણી ભર્યા પછી તેમણે પાણીનો વેસ્ટ થવાથી બચાવવા માટે ઘરમાં જ ગાર્ડન બનાવરાવ્યું અને વધારાના પાણીને જમીનમાં રિચાર્જ કરી દીધું. થોડા જ વર્ષોમાં શિવકુમારના ઘરની આસપાસના ગ્રાઉન્ડ વોટર લેવલ 200 ફૂટથી ઘટીને 40 ફૂટ રહી ગયું હતું.

શિવકુમાર દ્વારા વિકસિત ફિલ્ટરિંગ સિસ્ટમ :-

શિવકુમાર પાણીનો ઉપયોગ પેટ્રોલ અને ડીઝલથી પણ વધુ જાગૃતતાથી કરે છે. પાણીની જાળવણી સાથે જ શિવકુમાર એ ઘરમાં ઉપયોગ થઇ રહેલુ પાણી પણ રિસાયકલ કરવા માટે સિસ્ટમ લગાવવામાં આવી છે. તેના માટે તેમણે સેપેરેટ ટાંકી બનાવી લીધી છે. જેમ કે વાશિંગ મશીન માંથી નીકળેલું બધું પાણી એક ટાંકીમાં જમા થાય છે. જે ટોયલેટના ફ્લશમાં ઉપયોગ થાય છે. તેની સાથે જ રસોડા માંથી નીકળેલું પાણી ગાર્ડનમાં ઉપયોગ થાય છે.

તેની સાથે જ શિવકુમાર એ પોતાના ઘરમાં ઘણાં બધા ફેરફારો કર્યા છે અને પોતાના ઘરને ઇકો ફ્રેન્ડલી બનાવી દીધું છે. સોલર વોટર હીટર માંથી નીકળતા ગરમ પાણીને આખો દિવસ ગરમ રાખવા માટે ચોખાના ભૂસાનો ઉપયોગ કરવામાં આવે છે. તેની સાથે જ ઘરમાં વપરાશમાં આવતી એલઇડી લાઇટ્સ પણ સોલર પાવરથી જ સળગે છે. ઘરના ધાબા ઉપર ટાંકી અને ગાર્ડનને લઇને તેનું ઘર કુદરતી રીતે ઠંડુ પણ રહે છે.

છેલ્લા કેટલાક વર્ષોમાં શિવકુમારએ પોતાની તકનીકથી ઘણા રેન વોટર હૅવરસ્ટીંગ સિસ્ટમ્સ યુક્ર ઘર અને બિલ્ડીંગ્સ બનાવ્યા છે. જેમાં જે સરકારી અને બિન સરકારી ઍપાર્ટમેન્ટ્સ પણ સામેલ છે. તેમાં કર્ણાટક વિધાનસભા, હાઇ કોર્ટ અને કેટલાક કોર્પોરેટ ઑફીસ જેવા ઇન્ટેલ અને અરવિંદ મિલ્સ પણ શિવકુમારની તકનીકનો ઉપયોગ કરી રહ્યા છે.

શિવકુમાર છેલ્લા ઘણા વર્ષોથી આર્કિટેક્ટ, બિલ્ડર્સ અને સરકારી અધિકારીઓને રેન વોટર હાર્વેસ્ટિંગની મફત તાલીમ આપી રહ્યા છે. તેમની ટેકનીકનો ઉપયોગ ભારત સાથે સાથે કેટલાક આફ્રિકન અને યુરોપિયન દેશોમાં થઇ રહી છે. કુદરતી સંસાધનોનો વધુ સારો ઉપયોગ અને સમાજની સમસ્યાઓ ઉકેલવા માટે ઘણી સંસ્થાઓ દ્વારા શિવકુમારનું સન્માન કરવામાં આવ્યું છે.

આ માહિતી સ્કોપ વોપ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.