આ ટીપ્સથી ઘર બેઠા પોતાની આઈબ્રોને ભરાવદાર અને જોડી બનાવી શકાય છે.

ચહેરાની સાથે સાથે આંખોની સુંદરતા પણ પર્સનાલીટીમાં વધારો કરી દે છે. પરફેક્ટ આઇબ્રો તમારી સુંદરતાને ઘણી વધારી દે છે. અમુક છોકરીઓનો આઇબ્રો એટલો પાતળો હોય છે કે મેકઅપ કર્યા પછી પણ દેખાતી નથી. મોટાભાગે છોકરીઓ તો તેને મોટી દેખાવા માટે પેન્સિલનો ઉપયોગ કરે છે. જે ઘણી વખત તેના માટે મુશ્કેલી બની જાય છે. તેવામાં તમે થોડા અસરકારક ઘરેલું રીત અપનાવીને આઇબ્રો કોઈ નુકશાન વગર જાડી થઇ જશે.

સુંદર ચહેરામાં આઇબ્રોનો શેપ પણ મહત્વની ભૂમિકા ભજવે છે. આપણી પર્સનાલીટીને નિખારવામા આઇબ્રો પણ મહત્વ ધરાવે છે. સદીઓથી આ સુંદરતાનું સાધન માનવામાં આવે છે. પરફેક્ટ શેપ અને સારા ગ્રોથ વાળી આઇબ્રો તમારી પર્સનાલીટી વધારવાનું કામ કરે છે.

મહિલાઓ માટે જાડી આઇબ્રો વધુ પસંદ કરવામાં આવે છે પરંતુ બધાનો આઇબ્રો જાડી નથી હોતી. આજે અમે તમને આઇબ્રોના વાળ વધારવા માટે થોડા ઘરેલું નુસખા વિષે જણાવવા જઈ રહ્યા છીએ.

હુંફાળું પાણી :

દિવસમાં ૨ વખત દરરોજ હુફાળા પાણીમાં રૂ પલાળીને મસાજ કરો. દરરોજ લગભગ ૧૦ મિનીટ મસાજ કરવાથી ત્વચામાં લોહીનો સંચાર ઝડપથી થવા લાગે છે, જેથી ભ્રમરના વાળનો ગ્રોથ સારી રીતે થાય છે.

દૂધ :

દૂધ અને તેમાંથી બનેલી વસ્તુમાં ઘણું વિટામીન અને પ્રોટીન હોય છે. તે ઘણા પ્રકારની સમસ્યાઓ સામે લડવામાં મદદ કરે છે. થોડું એવું દૂધ લો અને તેમાં રૂ પલાળો. હવે આ રૂના પૂમડાને રાતના સમયે આઇબ્રો ઉપર લગાડવું. દૂધ આઇબ્રોના વાળના મૂળને પોષણ આપે છે. રોજ આ નુસખાનો ઉપયોગ કરવાથી તમારા આઇબ્રો ઉપર નવા વાળ આવવા લાગશે.

મેથીદાણાના બીજ :

મેથીદાણાના બીજનો ઉપયોગ પણ તમે આ કામમાં કરી શકો છો. આખી રાત પાણીમાં મેથીદાણાના બીજને પલાળીને મૂકી દો. ત્યાર પછી તેની પેસ્ટ તૈયાર કરી લો. સવારે આ પેસ્ટને સ્નાન કરતા પહેલા આઇબ્રો ઉપર લગાવો. આ પેસ્ટમાં બદામના તેલના થોડા ટીપા પણ નાખી શકો છો. તે ત્વચાને પોષણ આપીને આઇબ્રોના વાળને વધારવામાં મદદ કરે છે.

લીંબુ :

લીંબુની એક સ્લાઈસ કાપીને તેને આઇબ્રો ઉપર મસાજ કરો. એકના ચોથા ભાગનો કપ નારીયેલ તેલ અને ૧ છોલેલાં લીંબુ નાખી દો. તેને રાત આખી સુકાવા માટે રાખી દો. હવે આ પેસ્ટને આઇબ્રો ઉપર રૂ ના પૂમડાની મદદથી લગાવો. ત્યાં પછી ૨ કલાક સુધી તડકામાં ન જાવ.

ડુંગળીનો રસ :

ડુંગળીમાં સલ્ફરનું પ્રમાણ વધુ હોય છે. જો કે આઇબ્રોના વાળને વધવામાં મદદરૂપ સાબિત થઇ શકે છે. ડુંગળીનો રસ કાઢી લો. તેમાં રૂ ના પૂમડાને પલાળો અને આઇબ્રો ઉપર લગાવો. ૧૦-૧૫ મિનીટ પછી ઠંડા પાણીથી ચહેરો ધોઈ લો.

કુવાર પાઠું પલ્પ :

કુવારપાઠું(એલોવેરા)ના પાંદડા માંથી પલ્પ કાઢી લો. તેને ૩૦ મિનીટ માટે આઇબ્રો ઉપર લગાવો. ત્યાર પછી પાણીથી તેને સાફ કરી લો. તે પલ્પ ત્વચાને ચમકદાર અને મુલાયમ પણ બનાવે છે.

હીબીસ્કમ :

જાડી આઇબ્રો મેળવવાની તમારી ઈચ્છાને હીબીસ્કા પૂરી કરી શકે છે. હીબીસ્કાની પેસ્ટ બનાવી અને આઇબ્રો ઉપર લગાવો. થોડા સમય માટે રહેવા દો અને પછી ચહેરો ધોઈ લો.

નારીયેલનું દૂધ :

નારીયેલના દૂધમાં રૂ નું પૂમડું પલાળો અને તેને આઇબ્રો ઉપર લગાવો. રાત આખી માટે લાગેલું રહેવા દો. તેનાથી આઇબ્રોના વાળ ફરીથી ઉગવા લાગશે.

ઈંડાની જર્દી :-

એક ઈંડું લો અને તેમાંથી તેનો પીળો ભાગ કાઢી લો. તેને સારી રીતે ફેટી લો. હવે આઇબ્રો ઉપર તેને લગાવો. તે આઇબ્રોના વાળને વધારવામાં મદદ કરશે.

ઓઈલ મસાજ :

નારીયેલ તેલ, કેસ્ટર ઓઈલ, બદામ તેલ કે ઓલીવ ઓઈલથી આઇબ્રોને મસાજ કરો. તે આઇબ્રોને જાડી કરવામાં મદદ કરશે.

વેસલીન :

રોજ ૨-૩ વખત આઇબ્રો અને તેની આસપાસ વેસલીન લગાવો. તે આઇબ્રોના વાળને વધારી તેને જાડા કરે છે.

તે ઉપરાંત :

આ ઘરેલું નુસખા ઉપરાંત તમારે ઘણી બીજી વસ્તુ ઉપર પણ ધ્યાન આપવાનુ રહેશે. સૌથી પહેલા તો સંતુલિત આહાર લો જેમાંથી વિટામીન સી, બી, એચ અને ઈ પુષ્કળ પ્રમાણમાં રહેલા હોય. બીજી વાત રોજ ૮-૧૦ ગ્લાસ પાણી પીવો જેથી શરીર માંથી ઝેરીલા પદાર્થ બહાર નીકળી જાય. જયારે કોઈ લોશન કે ક્રીમ ચહેરા ઉપર લગાવો તો તેને આઇબ્રોને ના લગાવું. લોશન ક્રીમમાં ઘણા પ્રકારના કેમિકલ હોય છે. જે આઇબ્રોના વાળના ગ્રોથને અસર કરી શકે છે. કાજળ વગેરેથી આઇબ્રોને કાળા કરી શકો છો.