આ ઉપાય કરવાથી ભૂલવાની ટેવને જ ભૂલી જશો, તો આ રહ્યા રામબાણ ઘરેલુ ઉપાય.

જો કોઈ વ્યક્તિની ખરાબ ટેવોની વાત કરવામાં આવે, તો તેની ભૂલવાની ટેવ સૌથી ખરાબ હોય છે. અને આ સમસ્યા માત્ર ઉંમર વધવાથી જ નથી થતી પણ આજે દરેક ઉંમરના લોકોમાં આ સમસ્યા જોવા મળે છે. અને તેના થવાના કારણે ઘણી વખત જરૂરી કામ રહી જાય છે, લોકો મુશ્કેલીમાં પડી શકે છે, અને વ્યક્તિ પોતે ઘણી મુશ્કેલીમાં આવી શકે છે. તેનો અંદાઝ લગાવવો થોડો મુશ્કેલી ભરેલો હોય છે.

અને તેનું કારણ હોય છે કે તમારા મગજના વિકાસ અને તેની યોગ્ય જાળવણી માટે પોષક તત્વોની જરૂર રહે છે. તેની તમારા શરીરમાં ખામી હોય છે, જેને કારણે તમને આ સમસ્યા થઇ શકે છે.

તો આવો આજે અમે તમને મેમરીને વધારવા માટે થોડા ઘરેલું ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ. જેથી તમને આ તકલીફ માંથી છુટકારો મેળવીને યાદશક્તિને વધારવામાં મદદ મળે છે.

આજના સમયમાં અપની રહેણી કરણી અને ખાવા પીવાની સાથે સાથે આપણી વિચારસરણી પણ બદલાતી રહે છે. એક વર્ગમાં એક જ શિક્ષક બધા બાળકોને ભણાવે છે. છતાં પણ તેમાંથી અમુક બાળકો એક્ટીવ અને હોંશિયાર હોય છે જે જલ્દીથી સારું પરિણામ લાવે છે. એવી રીતે ઓફીસમાં બધા કર્મચારીઓને કામ કરવાનું વાતાવરણ એક સરખું જ મળે છે. છતાં પણ તેમાંથી અમુક કર્મચારી એવા હોય છે. જે ઘણું સારું પરફોર્મ કરે છે.

હવે વિચારવાની વાત એ છે કે જયારે બધું જ એક સરખું મળે છે, તો કોઈ બીજા તમારાથી સારું પરિણામ કેવી રીતે લાવે છે. ફર્ક માત્ર વાતાવરણનો નથી ફર્ક કામ પ્રત્યે તમારો દ્રષ્ટિકોણનો, તમારી યાદશક્તિનો, વિચારસરણીનો અને મગજ ઉપર કંટ્રોલનો છે

યાદશક્તિ વધારવા માટે તમને આજે અમે થોડા એવા ઘરેલું ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ. જે તમારી મેમરીને સ્ટ્રોંગ કરવામાં મદદ કરે છે. શું તમે પણ ઈચ્છો છો કે તમારી આ તકલીફનો સામનો ન કરવો પડે અને જો તમે આ તકલીફથી દુ:ખી છો, તો તમને તેનાથી છુટકારો મળી શકે છે. તો નીચે આપવામાં આવેલી ટીપ્સનો ઉપયોગ કરવાથી તમને આ તકલીફ માંથી ઘણું જલ્દી છુટકારો મેળવવામાં મદદ મળે છે.

મેડીટેશન કરો :

યાદશક્તિ નબળી થવાને કારણે તમારું કોઈ વસ્તુ ઉપર ધ્યાન ન લાગવું હોય છે, તેવામાં જો તમે નિયમિત સવારે ઉઠીને અડધો કલાક મેડીટેશન કરો છો, તો એમ કરવાથી તમારા મગજની કોશિકાઓને આરામ મળે છે. જેથી તમને તમારા ધ્યાનને કેન્દ્રિત કરવામાં મદદ મળે છે. અને તમારી યાદશક્તિને વધારવામાં મદદ મળે છે.

ખુબ પાણી પીવો :

શરીરમાં થતી પાણીની ઉણપને કારણે પણ તમે માનસિક રીતે પ્રભાવિત રહો છો. તેવામાં તમારે જોઈએ કે તમે દિવસમાં ઓછામાં ઓછા આઠથી દશ ગ્લાસ પાણીનું સેવન કરો, એમ કરવાથી તમને હાઈડ્રેટેડ રહેવામાં મદદ મળે છે જેથી તમારું ધ્યાન કેન્દ્રિત અને મગજ સાથે જોડાયેલી તકલીફોનો સરળતાથી હલ કરવામાં મદદ મળે છે.

તજ :

તમારા ઘરના મસાલામાં તજનું વિશેષ મહત્વનું સ્થાન હોય છે, પરંતુ તમને એ વાત જાણીને નવાઈ થશે કે તજનું સેવન કરવાથી તમને તમારી યાદશક્તિ વધારવામાં મદદ મળે છે. તમે તેનું સેવન મધ સાથે કે નિયમિત ચા બનાવીને પણ કરી શકો છો, એમ કરવાથી તમને જલ્દી તેની અસર જોવા મળે છે.

બદામ :

આ સૌથી ચમત્કારી અને ફાયદાકારક નુસખો હોય છે. તમારી માનસિક ક્ષમતાને વધારવામાં મદદ કરે છે. તેના માટે તમે રાત્રે આઠથી દશ બદામ પાણીમાં પલાળીને મૂકી દો. ત્યાર પછી સવારે ઉઠીને તે બદામનું સેવન કરવા સાથે ઉપરથી એક ગ્લાસ હુંફાળું પાણી પી લો, તે ઘણી જ અસરકારક રીત ગણવામાં આવે છે.

કલોંજી(શાહજીરું) બીજ :

યાદશક્તિ વધારવા માટે જો તમે નિયમિત કલોંજીના બીજ મધ સાથે સેવન કરો છો, તો એમ કરવાથી તમારી યાદશક્તિ વધારવામાં મદદ મળે છે, અને જો તમને ભૂલવાની બીમારી છે. તો તેમાંથી પણ છુટકારો મેળવવા માટે આ એક અસરકારક નુસખો છે.

આંબળા :

મગજ માટે આંબળા પણ ઘણા ફાયદાકારક હોય છે, કેમ કે તે નિયમિત સેવન કરવાથી તમારા મગજની કોશિકાઓને ફ્રી રેડીક્લસની અસરથી બચવામાં મદદ મળે છે. સાથે જ તે તણાવ, ચિંતા અને બીજી તકલીફો જેને કારણે મગજની ક્રિયાઓ ઉપર ખરાબ અસર પડે છે, તેને દુર કરવામાં મદદ કરે છે.

ડાર્ક ચોકલેટ :

ડાર્ક ચોકલેટમાં રહેલા એન્ટીઓક્સીડેંટ મગજની કોશિકાઓના થતા નુકશાનથી તમને બચાવવામાં મદદ કરે છે. જેથી તમારા મગજને સારી રીતે કામ કરવામાં મદદ મળે છે. એટલા માટે સ્વાદ સાથે તમારી મેમરીને બુસ્ટ કરવા માટે તમે ડાર્ક ચોકલેટનું સેવન કરી શકો છો.

પુષ્કળ ઊંઘ :

ઊંઘની ખામી હોવાને કારણે પણ તમારા મગજ ઉપર ખરાબ અસર પડે છે. જેને કારણે ધ્યાન કેન્દ્રિત કરવામાં સમસ્યા થવા સાથે યાદશક્તિ નબળી થવા લાગે છે. સાથે જ બીજી શારીરિક તકલીફોનો સામનો પણ તમારે કરવો પડી શકે છે. તેવામાં તમારે જોઈએ કે એક દિવસમાં ઓછામાં ઓછા આઠ કલાકની ઊંઘ જરૂર લેવી. જેથી તમને આ તકલીફ માંથી છુટકારો મળી શકે.

યોગાસન :

યોગાસન કરવામાં તમારા શરીરની કોશિકાઓમાં રક્ત સંચાર ઉત્તમ થવા સાથે તમને શારીરિક રીતે ફીટ રહેવામાં મદદ મળે છે. સાથે જ તેનાથી તમને મગજ સંબંધી સમસ્યાઓને દુર કરવામાં મદદ મળે છે. તેવામાં જો તમે આ તકલીફ માંથી છુટકારો મેળવવા માગો છો, તો તમારે નિયમિત યોગાસન પણ કરવા જોઈએ.

બીજા ઉપાય :

જો તમે અખરોટ અને સુકી દ્રાક્ષને સાથે ભેળવીને તેનું નિયમિત સેવન કરો છો, તો તેનાથી તમારી યાદશક્તિને વધારવામાં મદદ મળે છે, કેમ કે તેમાં યાદશક્તિને વધારવા માટે એન્ટીઓક્સીડેંટ પુષ્કળ પ્રમાણમાં હોય છે.

માછલી કે માછલીનું ટેક બ્રેન ટોનિક જેવું કામ કરે છે. જો તમે તેનું સેવન અઠવાડિયામાં એક કે બે વખત કરો છો, તો તેનાથી પણ તમારી મેમરી બુસ્ટ કરવામાં ફાયદો થાય છે.

દહીં શરીર માંથી નુકશાનકારક જીવાણુંઓને કાઢીને લાભદાયક જીવાણુંઓની વૃદ્ધી કરે છે. સાથે જ તેમાં એમીનો એસીડ પણ પુષ્કળ પ્રમાણમાં હોય છે, તેથી નિયમિત એક વાટકી દહીંનું સેવન તમારી યાદશક્તિને વધારે છે.

હળદરને તમારા આહારમાં ઉમેરો કરવાથી તેમાં રહેલા એન્ટી ઓક્સીડેંટ મગજની ક્ષતિગ્રસ્ત કોશિકાઓને ઠીક કરીને યાદશક્તિ વધારવામાં મદદ કરે છે.

જેતુન, અલસી, રોજીંદા તેલનું સેવન તમારા આહારમાં કરવાથી પણ તમને ઘણો ફાયદો મળે છે. કેમ કે તેમાં રહેલા ઓમેગો ફેટી એસીડ અને એન્ટી ઓક્સીડેંટ તમારી યાદશક્તિને વધારવામાં મદદ કરે છે.

ગ્રીન ટીનું સેવન પણ મગજ માટે ફાયદાકારક રહે છે.

નિયમિત જો તમે એક સફરજનનું સેવન કરો છો, તો તેનાથી પણ તમારી મેમરીને વધારવામાં મદદ મળે છે, કેમ કે તેમાં પેક્ટીન નામનું ફાઈબર હોય છે, જે મગજ માટે ફાયદાકારક હોય છે.

સવારે ઉઠીને ચાને બદલે કોફીનું સેવન કરવાથી પણ તમને ફાયદો મળે છે, કેમ કે તેમાં રહેલા કેફીન મગજની ક્રિયાઓ જેવી કે મુડ, ધ્યાન, વગેરેને કેન્દ્રિત કરવામાં મદદ કરે છે, પરંતુ સવારે ઉઠીને તે પીવાથી ફાયદો મળે છે.

જાયફળ પણ યાદશક્તિને તેજ કરવામાં તમારી મદદ કરે છે.

તણાવ પણ તમારી આ સમસ્યાનું કારણ હોઈ શકે છે. તેવામાં તમારે જેટલું બની શકે એટલું ખુશ રહેવાનો પ્રયાસ કરવો જોઈએ જેથી તમારૂ મગજ ફ્રેશ રાખી શકાય છે.

તો આ છે થોડા ખાસ ઘરેલું ઉપાય જેનો જો તમે નિયમિત ઉપયોગ કરો છો, તો તેનાથી તમને મગજ માટે જરૂરી પોષક તત્વો મળવા સાથે મગજની ક્રિયાઓને પણ યોગ્ય રીતે ચાલવામાં મદદ મળે છે. જેથી તમારી યાદશક્તિ સાથે જોડાયેલી તકલીફોનું સરળતાથી સમાધાન કરવામાં મદદ મળે છે.