આ ઉપાયો કરવાથી લગ્નમાં આવી રહેલ દરેક અડચણ થશે દૂર

મિત્રો, જો તમારા બાળકોના લગ્ન નથી થઇ રહ્યા, છોકરો અથવા છોકરીની ઉંમર પણ વધી રહી છે, તો તમારા માતાપિતા માટે સૌથી મોટો ચિંતાનો વિષય બની જાય છે. બધાના માતાપિતા ઇચ્છે છે કે તેમના બાળકોના સમયસર લગ્ન થઇ જાય, પણ મિત્રો, આ બધા સાથે નહીં થતું, જો તે તમારી સાથે થઇ રહ્યું છે, તો મિત્રો, તે આપણી સાથે કેમ થાય છે. હું તમને તેનું કારણ જણાવીશ અને નિવારણ જણાવી રહ્યો છું.

મિત્રો, આ બાળકોની કુંડળીમાં, બૃહસ્પતિનું નબળું થવું, બુધ ગ્રહ, સૂર્ય ગ્રહ, નીચ ગ્રહ, સાથે હોવું અથવા બધા ગ્રહો માંથી કોઈ પણ ગ્રહનું નબળું થવું, તો લગ્નમાં વિલંબ થાય છે, અને કોઈ ગ્રહનો ઉપાય નથી કરતા, તો ઘણા છોકરાઓ–છોકરીઓના જીવનમાં પણ લગ્ન નહીં થઇ શકતા. તે સંપૂર્ણ જીવન કુંવારા જ રહે છે.

એકવાર કોઈ સારા બ્રાહ્મણ પાસે તમારી કુંડલી ચોક્કસ દેખાડો મિત્રો અમે તમને કેટલાક ચોક્કસ અને સરળ ઉપાય જણાવી રહ્યા છીએ, જો તમે આ ઉપાય કરો તો લગ્ન થશે, અને તમને જીવન સાથી પણ ખૂબ જ સંસ્કારી અને સુશીલ મળશે. આવો જાણો તે અચૂક ઉપાય.

પ્રથમ ઉપાય :-

તમે તમારા છોકરા અથવા છોકરી જેના લગ્નમાં વિલંબ થઇ રહ્યો છે, તે જ્યારે સવારે સ્નાન કરે તે પાણીની ડોલમાં વાટેલી હળદર ચપટી ભરીને નાખવાની છે એ પાણીથી જ સ્નાન કરો, આ ઉપાય તે દરરોજ કરે જ્યાં સુધી લગ્ન ન થઇ જાય.

બીજો ઉપાય :-

ગુરુવારએ વ્રત રાખો ગુરુની પૂજા કરો અને ગાયને લીલો ચારો ખવરાવો, અને ઘઉંના લોટની રોટલી બનાવીને ગોળ સાથે ખવરાવો અને પીળી વસ્તુઓનું દાન કરો.

ત્રીજો ઉપાય :-

હળદરની ગાંઠ લો અને તેને તમારા પાસે ખિસ્સામાં રાખો અને રાત્રે માથાની પાસે રાખીને સુવો, આ ત્યાં સુધી કરવાનું છે. જ્યાં સુધી લગ્નનો સંબંધ ન થઇ જાય.

ચોથો ઉપાય :-

સાત ગુરુવાર સુધી સાંજના સમયે પાંચ પ્રકારની ગળી વાનગીઓ અને નાની લીલી ઈલાયચીની જોડીને કેળાના વૃક્ષને પાણી સાથે અર્પણ કરો.

પાંચમો ઉપાય :-

શિવ પાર્વતીની દરરોજ પૂજા કરો અને કાચુ દૂધ, બેલ પત્ર, ચોખા, અને સિંદુર ચડાવો. શિવ પાર્વતીનાં લગ્નની વાર્તા સાંભળો તેનાથી તમારા લગ્નમાં આવતી મુશ્કેલીઓ ઓછી થશે.

છઠ્ઠો ઉપાય :-

જે પણ છોકરા અથવા છોકરીના લગ્ન નથી થઇ રહ્યા, તે ગુરુવારના દિવસે કેળાના વૃક્ષની પૂજા કરો અને કેળા દાન કરો. ગુરુવારના દિવસે કેળાનું સેવન ભૂલથી પણ ન કરો.

સાતમો ઉપાય :-

દરેક બુધવારે ગાયને લીલો ચારો નાખો. જ્યાં સુધી લગ્ન ન થઇ જાય ત્યાં સુધી દર સોમવાર 1250 ગ્રામ પીળી દાળ અને સવા લિટર કાચા દૂધનું દાન કરવું જોઈએ. એવું માનવામાં આવે છે કે લગ્ન લાયક છોકરો/છોકરીની પથારી નીચે ત્યાં સ્ક્રૅપ અથવા લોખંડનો સંચય ન હોવો જોઈએ.

આઠમો ઉપાય :-

બૃહસ્પતિની પૂજા અને વ્રત લગ્નનો માર્ગ ખુલ્લો કરવામાં ઘણો લાભદાયી હોય છે. રવિવારના રોજ કેળાના વૃક્ષની પૂજા કરવી જોઈએ અને કેળા ન ખાવા જોઈએ. આમ કરવાથી થોડા જ અઠવાડિયામાં તમારો સંબંધ થઇ થશે.

નવમો ઉપાયો :-

જો કોઈ કન્યાના લગ્નની વાત બનતા બનતા બગડી જાય છે, તો કન્યાના ઘર વાળા તેના લગ્નની વાત કરવા જઈ રહ્યા હોય ત્યારે તે તેના વાળ ખુલ્લા રાખે અને લાલ કપડા પહેરીને લગ્નની વાત કરવા જઈ રહેલા લોકોને મીઠાઈ ખવરાવે જો આ ઉપાય કરવામાં આવે છે, તો લગ્નમાં આવી રહેલા તમામ અવરોધો સમાપ્ત થાય છે.

જ્યારે પણ તમે છોકરો અથવા છોકરી જોવા જાવ તો દક્ષિણ દિશાની સામે બેસીને જ વાત કરો.