આ ઉપાય કરશો તો વર્ષો સુધી વૃદ્ધ થશો નહિ, કેમિકલ વાળા ઉપાય છોડો અને આ અપનાવો.

આ ઉપાય કરશો તો વર્ષો સુધી ઘરડા નહી દેખાવ !!

હાલના સમયમાં અનિયમિત જીવનધોરણ, ઊંઘની ઉણપ, પર્યાવરણમાં રહેલ રસાયણ, ધૂળના રજકણ, પદુષણ વગેરેને કારણે જ ઘણા લોકો સમય પહેલા જ ઘરડા દેખાવા લાગે છે. ત્વચા ઉપર અકાળે કરચલીઓ થવી પણ આવું જ એક લક્ષણ છે, જે ઘડપણ તરફ ઈશારો કરે છે.

જયારે આવું નાની ઉંમરમાં થાય છે તો અરીસા સામે જવાથી પણ ડર લાગે છે. સાથે જ આત્મવિશ્વાસમાં ખુબ જ ઘટાડો થવા લાગે છે. ખાવામાં પોષક તત્વોની ઉણપ, તૈલી અને મરચા વાળા ખાદ્ય પદાર્થો, વધુ ચા કોફી અને દારુ વગેરેના સેવનથી પણ આ સમસ્યા થઇ શકે છે.

દોડધામ અને તણાવ ભરેલા જીવનમાં લોકોનું ધ્યાન પરંપરાગત હર્બલ નુસખાથી દુર થતું જાય છે. ધીમે ધીમે રસાયણયુક્ત ઘાતક ઉત્પાદનોએ ઘર ઘર સુધી સંબંધ બનાવી લીધો છે. હવે સમય આવી ગયો છે એને બદલવાનો. જો કે એના માટે આપણે આપણા મૂળ સુધી જવું પડશે. આપણે સદીઓથી ચાલતી આવેલી પરંપરાગત હર્બલ જ્ઞાન અપનાવવાની કવાયત શરુ કરવી પડશે.

આ લેખ દ્વારા આપણે થોડા પસંદ કરેલ હર્બલ નુસખાની ચર્ચા કરીશું, જેનો ઉપયોગ કરીને તમે ચહેરા પરની કરચલીથી છુટકારો મેળવી શકો છો.

આ ઉપાય કરશો તો વર્ષો સુધી ઘરડા નહિ દેખાવ :

૧. સફરજનને છુંદીને તેમાં થોડા પ્રમાણમાં કાચુ દૂધ ભેળવો. આ પેસ્ટને ચહેરા ઉપર લગાવો. જયારે સુકાઈ જાય તો તેને ધોઈ લો. આવું અઠવાડીયામાં ઓછામાં ઓછું ચાર વખત કરો, ખુબ જલ્દી અસર જોવા મળશે.

૨. બે ટમેટા પીસી લો. પીસેલા ટમેટામાં ત્રણ ચમચી દહીં અને બે ચમચી જવનો લોટ ભેળવો. ચહેરા ઉપર આ મિશ્રણને ઓછામાં ઓછું ૨૦ મિનીટ માટે સતત રાખો. તે ત્વચામાં ખેંચાણ લાવે છે, જેનાથી કરચલીઓ ઓછી થવા લાગે છે. આ ઉપાયને અઠવાડિયામાં બે વખત ઓછામાં ઓછું એક મહિના સુધી ઉપયોગમાં લેવો જોઈએ.

૩. રાત્રે સુતા પહેલા સંતરાના બે ચમચી રસમાં બે ચમચી મધ ભેળવીને ૨૦ મિનીટ સુધી લગાવીને રાખો. ત્યાર પછી સાફ સુતરાઉ કપડાને દુધમાં ડુબાડીને ચહેરાની સફાઈ કરો. આ નુસખો નિયમિત રીતે અપનાવો. ફાયદો જોવા મળશે.

૪. વડની ખુલ્લી ડાળીઓમાં એન્ટી ઓક્સીડેંટ સૌથી વધુ મળી આવે છે. તેથી આ ડાળીઓ કરચલી દુર કરવામાં ખુબ ઉપયોગી છે. હવામાં લટકતી તાજી ડાળીના છેડાને કાપીને પાણીમાં ક્રશ કરી લો. આ રસને ચહેરા ઉપર લેપ કરો. કરચલીઓ દુર થવા લાગશે.

૫. ૧/૨ કપ કોબીનો રસ તૈયાર કરી લો. તેમાં ૧/૨ ચમચી દહીં અને ૧ ચમચી મધ ભેળવીને ચહેરા ઉપર લગાવો. જયારે તે સુકાઈ જાય તો હુફાળા પાણીથી તેને ધોઈ લો. આમ કરવાથી ચહેરાની ત્વચામાં કુદરતી રીતે જ ખેંચાણ આવે છે અને કરચલી દુર થવા લાગે છે.

૬. ચોખાના લોટમાં થોડું દૂધ અને ગુલાબજળ ભેળવીને પેસ્ટ બનાવી લો. આ પેસ્ટથી ચહેરા ઉપર હળવું હળવું મસાજ કરો. થોડી વાર પછી તેને હુફાળા પાણીથી સાફ કરી લો. અઠવાડિયામાં ઓછામાં ઓછું ત્રણ વખત આ પ્રક્રિયાને દોહરાવવાથી ઘણો ફરકનો અહેસાસ કરી શકાય છે.