આ ઉપાયથી ગર્ભાશયમાં રસૌળી કે ગાંઠ મટી જાય છે, આ રહ્યા રામબાણ ઘરેલુ ઉપાય.

બાળકની કોથળી(ગર્ભાશય)માં રસોળી કે ફાઈબ્રોઈડ મહિલાના ગર્ભાશય સાથે જોડાયેલી એક બીમારી હોય છે. તે બીમારી મોટાભાગે મહિલાઓને ત્રીસથી પચાસ વર્ષની ઉંમર વચ્ચે થાય છે. અને જોવામાં આવે તો ત્રીસની ઉંમર પછી આમ પણ ત્રણ માંથી એક મહિલા જરૂર ગર્ભાશય સાથે જોડાયેલી કોઈને કોઈ સમસ્યા સાથે ઝઝૂમતી રહે છે.

જેમ કે ઘણી મહિલાઓને અનિયમિત માસિકની સમસ્યા થઇ શકે છે. અને તે થવાનુ કારણ તેના ગર્ભાશયમાં શિસ્ટ કે યુટ્રીન ફાઈબોયડ જેવી બીમારીઓ થઇ જાય છે. બાળકની કોથળીમાં રસોળી કે ગાંઠ થવાને જ ફાઈબ્રોયડ કહેવામાં આવે છે.

રસોળી એક પ્રકારની ગાંઠ હોય છે. જે ગર્ભાશયની આસપાસ ઉપસી આવે છે. તેનો આકાર કેઈ પણ પ્રકારનો હોઈ શકે છે અને તે માંસપેશીઓ અને ફાઈબર્સ ઉત્તકોની બનેલી હોય છે. જો મહિલાઓને આ સમસ્યા થઇ જાય છે. તો તે થવાના કારણે મહિલાને વાંજીયાપણા જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

તો આવો આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે ગર્ભાશયમાં રસોળી થવા પાછળના કારણો ક્યા હોય છે? તેના લક્ષણો શું હોય છે? અને તમે આ તકલીફથી બચવા માટે કઈ કઈ ઘરેલું રીતનો ઉપયોગ કરી શકો છો, કેમ કે તમે સરળતાથી આ ઘરેલું રીતનો ઉપયોગ કરીને પણ આ સમસ્યા માંથી સરળતાથી રાહત મેળવી શકો છો.

બાળકની કોથળી(ગર્ભાશય)માં રસોળી કે ગાંઠ થવાના કારણ :

મહિલાઓમાં આ સમસ્યા થવાનું કારણ વારસાગત પણ હોઈ શકાય છે એટલે કે જો મહિલાના પરિવારમાં પહેલાથી કોઈ મહિલા જો આ સમસ્યાથી પીડિત હોય તો તે બીમારી તમને પણ થાય.

હાર્મોનલ ફેરફાર શરીરમાં હંમેશા થાય છે, જો તેમાં કોઈ પણ પ્રકારના ઉતાર ચડાવ આવે છે. તો પણ તમારે આ તકલીફનો સામનો કરવો પડી શકે છે.

મહિલાની ઉંમર વધવાને કારણે પણ મહિલાઓને બાળકની કોથળી(ગર્ભાશય)માં રસોળી કે ગાંઠની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.

વધુ વજન પણ આ સમસ્યાનું કારણ બની શકે છે, સાથે જ વજન વધુ હોવાને કારણે તમને વધુ તકલીફ પણ થઇ શકે છે.

પ્રેગનેન્સી દરમિયાન થઇ રહેલા હાર્મોનલ ફેરફારને કારણે પણ મહિલાને આ સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.

બાળકની કોથળીમાં રસોળી થવાના લક્ષણ :

પ્રાઈવેટ પાર્ટ માંથી ખરાબ પદાર્થનું નીકળવું કે અચાનક લોહી આવવું રસોળીનું લક્ષણ હોય છે.

પેટ કે પીઠમાં નાભીની નીચેના ભાગમાં વધુ દુ:ખાવો રહેવો, અને સાથે દબાણ કે પેટમાં ભારેપણુંનો અનુભવ થવો.

પેટમાં સોજો, પગમાં દુ:ખાવો, હંમેશા નબળાઈ રહેવી પણ બાળકની કોથળી(ગર્ભાશય)માં ગાંઠનું જ લક્ષણ હોય છે.

યુરીન વારંવાર આવવાની ઈચ્છા થવી કે પછી યુરીનનું અટકી અટકીને આવવું પણ રસોળી થવાના સંકેત હોય છે.

માસિક ધર્મ થવામાં વધુ દુ:ખાવો થવો લોહીનો પ્રવાહ વધુ હોવો અને લોહીના ગઠ્ઠાનું નીકળવું.

શારીરિક સંબંધ બાંધતી વખતે વધુ દુ:ખાવો થવો.

અનિયમિત માસિકની સમસ્યા થવી.

શરીરમાં લોહીની ઉણપ કે એનીમિયાથી પીડિત થવું પણ બાળકની કોથળી(ગર્ભાશય)માં ગાંઠના લક્ષણો હોય છે.

બાળકની કોથળી(ગર્ભાશય)માં રસોળીથી બચવાના ઉપાય :

જો કોઈ મહિલા પોતાના શરીરમાં થઇ રહેલા લક્ષણો જોઈને ઓળખી લે છે કે તેને ખ્યાલ આવી શકે છે કે રસોળીની પોતાને સમસ્યા છે. તો જો તેની શરૂઆત છે, તો તમે ઘરે જ થોડા ઘરેલું ઉપાયનો ઉપયોગ કરીને આ સમસ્યા માંથી સરળતાથી બચી શકો છો, કેમ કે આ ઉપાય ગાંઠને સંકોચીને દુર કરવાનું કામ કરે છે. તો આવો જાણીએ કે બાળકની કોથળી(ગર્ભાશય)માં ગાંઠ કે રસોળી થવાથી તમે ક્યા ઘરેલું ઉપાયનો ઉપયોગ કરી શકો છો.

ગ્રીન ટી છે ફાયદાકારક :

ગ્રીન ટી માં એપીગેલોકેટેચીન ગેલેત નામનું તત્વ હોય છે, જે રસોળીની કોશિકાઓને વધવાથી અટકાવે છે. જો તમે નિયમિત બે થી ત્રણ કપ ગ્રીન ટીનું સેવન કરો છો, તો તેને કારણે તમારા ગર્ભાશયની રસોળીને ધીમે ધીમે દુર કરવામાં મદદ મળે છે.

આંબળા અને મધ નિયમિત ખાવ :

જો તમે નિયમિત થોડા મહિના સુધી સવારે ઉઠીને એક ચમચી આંબળા પાવડર અને મધ ભેળવીને તેનું સેવન કરો છો, તો એમ કરવાથી તમને આ સમસ્યા માંથી છુટકારો મેળવવામાં મદદ મળે છે.

સુરજમુખીના બીજ પણ છે આ સમસ્યા માંથી છુટકારો મેળવવાની રીત :

ફેટ અને ફાઈબરથી ભરપુર સુરજમુખીના બીજનું સેવન કરવાથી તમારી આ સમસ્યાને દુર કરવામાં મદદ મળે છે. કેમ કે તેનું સેવન કરવાથી તે ફાઈબ્રોયડની કોશિકાઓને વધવાથી તો અટકાવે છે, સાથે જ ધીમે ધીમે તેની સાઈઝ પણ ઓછી થવા લાગે છે.

ડુંગળી કરે છે ઘણી ઝડપથી અસર :

ડુંગળીમાં રહેલા એન્ટી ઈમ્ફ્લમેટ્રી ગુણ રસોળીની સાઈઝને ઓછી કરવામાં તમને મદદ કરે છે. અને સાથે જ તેમાં સેલેનિયમ પણ પુષ્કળ પ્રમાણમાં હોય છે. જે માંસપેશીઓને રાહત પહોચાડવામાં તમારી મદદ કરે છે.

હળદર પણ છે ફાયદાકારક :

હળદર એન્ટીબાયોટીક ગુણોથી ભરપુર હોય છે, અને જો તમે તેનું સેવન કરો છો, તો એમ કરવાથી તમારા શરીરમાં રહેલા તમામ ઝેરીલા તત્વોને બહાર કાઢવામાં તે તમારી મદદ કરે છે. સાથે જ તે ગર્ભાશયમાં રસોળીના ગ્રોથને પણ અટકાવવામાં મદદ કરે છ. જેથી કેન્સરનું જોખમ ઓછું કરી શકાય છે.

લસણનો ઉપયોગ કરો :

લસણનો ઉપયોગ જો તમે પુષ્કળ પ્રમાણમાં તમારા આહારમાં કરો છો, તો તમારે રસોળીની સમસ્યાનો સામનો નહિ કરવો પડે. અને જો તમારા ગર્ભાશયમાં ગાંઠ થઇ જાય છે, તો લસણનું સેવન કરવાથી તમને ટ્યુમર અને ગર્ભાશય ફાઈબ્રોઈડના વિકાસને અટકાવવામાં મદદ મળે છે. કેમ કે લસણમાં એન્ટીઓક્સીડેંટ અને એન્ટી એમ્ફ્લેમેટરી ગુણ પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે.

બદામનું સેવન કરો :

ગર્ભાશયની કિનારી ઉપર જ મોટેભાગે રસોળી કે ગાંઠ થાય છે. તેવામાં ઓમેગા ૩ થી પુષ્કળ બદામનું સેવન કરવાથી ગર્ભાશયની કિનારી ઉપર થતી આ સમસ્યા માંથી છુટકારો મેળવવવામાં તમને મદદ મળે છે.

સફરજનના સિરકાનું સેવન કરો :

સફરજનના સિરકાનું સેવન કરવાથી પણ મને ગર્ભાશયમાં ગાંઠ કે રસોળીની સમસ્યા માંથી છુટકારો મેળવવામાં મદદ મળે છે. તેના માટે તમે નિયમિત સવાર સાંજ એક ગ્લાસ ગરમ પાણીમાં એક ચમચી સફરજનના સિરકા નાખીને તેનું સેવન કરો.

કેસ્ટર ઓઈલ પણ છે રસોળીનો ઈલાજ :

જો તમે નિયમિત સવારે ઉઠીને અને રાત્રે સુતા પહેલા અડધી ચમચી કેસ્ટર ઓઈલ અને અડધી ચમચી આદુનો રસ ભેળવીને તેનું સેવન કરો છો, તો તમને આ સમસ્યા માંથી છુટકારો મેળવવામાં મદદ મળે છે.

બહારી ખાણીપીણી અને જંગફૂડથી બચો.

ડોક્ટરની સલાહ લો :

જો તમે ચેક કરાવો છો અને તમને રસોળીની સાઈઝ વધુ મોટી હોય છે અને તેને કારણે તમને તકલીફ થાય છે. તો ડોક્ટર પણ દવાઓના ઉપયોગથી કે સર્જરી દ્વારા આ સમસ્યા માંથી તમને છુટકારો અપાવી શકે છે. તેવામાં તમને જો કોઈ રસોળીના લક્ષણ જોવા મળે તો તેને ધ્યાન બહાર ન કરો અને ડોક્ટરને જરૂર દેખાડવું જોઈએ.

તો આ છે બાળકની કોથળી(ગર્ભાશય)માં રસોળી કે ગાંઠ થવાના લક્ષણ, જો મહિલાને આ સમસ્યા થાય છે અને સમયસર તમે તે લક્ષણો ઓળખી લો છો, તો આ સમસ્યાથી બચવા માટે તમને વહેલાસર મદદ મળે છે. પરંતુ જો તમને ખબર નથી પડતી અને તમને વધુ તકલીફ થાય છે. તો તેના માટે તમારે ડોક્ટરની સલાહ જરૂર લેવી જોઈએ. જેથી તમારી આ સમસ્યા દુર કરી શકાય, તે ઉપરાંત તમારા શરીરમાં જો કોઈ પણ સમસ્યા થાય છે, તો તેને વધુ સમય સુધી ધ્યાન બહાર ન કરવી જોઈએ. કેમ કે પાછળથી તમારા માટે તે મોટી મુશ્કેલી બની શકે છે.