આ વાંચ્યા પછી તમારે કોઈ મોટીવેશનલ સ્પીચો સાંભળવી નઈ પડે

તમારામાંથી ઘણા લોકો મોટીવેશનલ સ્પીચો વાંચતા કે સાંભળતા હશો. એક સ્પીચથી કંઈ ન થાય તો બીજી પછી ત્રીજી એમ એક એક કરીને ઘણી બધી સ્પીચ સાંભળતા હશો. અને આજે અમે તમારા માટે એક અલગ પ્રકારનો લેખ લઈને આવ્યા છીએ. જે તમને જરૂર ગમશે. અને આ વાંચ્યા પછી કદાચ તમારે બીજી કોઈ મોટીવેશનલ સ્પીચ સાંભળવી નઈ પડે.

મિત્રો, એક ભારતીય અમેરિકામાં નોકરી માટે બહુ ફર્યા પછી એક સુપરમોલમાં નોકરી મળી.

માલિકે પુછ્યુ, કેટલા વર્ષ નો અનુભવ… વગેરે.. વગેરે.. પૂછી બીજા દિવસથી મોલ માં કામ કરવા કહયુ.

નોકરી સવારે 8 થી રાત્રે 8 કરવાની.

પહેલા દિવસના અંતે માલિકે પૂછ્યું કે કેટલા ઘરાક ને માલ વેચ્યો?

ભારતીય માણસે કહયુ એક ગ્રાહક ને. માલિક ગુસ્સે થયા.

બીજા બધા 15 થી 20 ગ્રાહક ને માલ વેચે છે. તારા performance માટે નોકરી પર ચાલુ રાખવાનો વિચાર કરવો પડશે. સારું કેટલા નો માલ વેચ્યો?

જવાબ મળ્યો કે દોઢ લાખ નો વેપાર કર્યો. મોલ નો માલિક લગભગ બેભાન થઈ ગયો.

એમણે પૂછ્યું તે એવું શું વેચ્યું?

ભારતીય નો જવાબ હતો,

તે માણસને માછલી પકડવાનો ગલ આપ્યો,

ગલ માટે મજબૂત સળિયો આપ્યો,

માછલાં ને આકર્ષવા ખોરાક ના પેકેટ આપ્યા,

વધારે માછલાં પકડવા ની જગ્યા બતાવી અને ત્યાં પાણી ખુબ ઉંડા અને જોખમી હોવાથી 2 એન્જિન વાળી સ્પીડ બોટ વેચી,

ત્યાં વધુ રોકાણ માટે મોંઘો ટેન્ટ આપ્યો અને સાથે તેના માટે food packet ના 15 થી 20 પાર્સલ અને 10 બિયર ના કેરેટ આપ્યા.

આમ કુલ દોઢ લાખ નો માલ વેચ્યો.

માલિક ની આંખ અને હ્રદય ભરાઈ આવ્યું,

નવાઈ છે દોસ્ત,

એક માછલી ના ગલ લેવા આવેલા ને તે આટલુ બધુ પકડાવ્યુ. વાહ….

ત્યારે ભારતીય એ જણાવ્યુ એ ગ્રાહક તો સિર દર્દ માટે બામ લેવા આવ્યો હતો.

પણ મેં તેને ઠસાવી દીધું કે સિર દર્દ માટે કાયમી ઉપાય માછલી પકડવા નો શોખ રાખો.

પછી આ બધી વસ્તુ મેં વેચી!!!! માલિક બોલ્યા…કાલ થી તું મારી જગ્યા સંભાળીશ દોસ્ત.

પણ મને એ તો કહે કે ભારત માં શું વેચતો હતો?

ભારતીય નો જવાબ….

હું LIC ની પૉલિસી વેચતો હતો.

મિત્રો, જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય, તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તેમજ તમે તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો એ તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરીને લોકો સુધી પહોંચાડી શકીએ. અને ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશની જાણકારી, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.