આ વીડિયોમાં ખુબ રડી રહ્યા છે અનુપમ ખેર? તમે પણ જાણો તેનું કારણ.

જાણો કયા કારણે અનુપમ ખેર વીડિયોમાં હૈયાફાટ રુદન કરી રહ્યા છે, જાણો સંપૂર્ણ જાણકારી

બોલિવૂડ એક્ટર અનુપમ ખેર સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ એક્ટિવ રહે છે. સોશિયલ મીડિયાના માધ્યમથી જ તેઓ ચાહકો સાથે રસપ્રદ વાતો શેર કરતા રહે છે.

બોલિવૂડ એક્ટર અનુપમ ખેર સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ એક્ટિવ રહે છે. સોશિયલ મીડિયાના માધ્યમથી જ તેઓ ચાહકો સાથે રસપ્રદ વાતો શેર કરતા રહે છે. તાજેતરમાં જ માતા દુલારીના કોરોના પોઝિટિવ મળી આવવાના સમાચાર પણ ઈન્સ્ટાગ્રામ ઉપર વીડિયો દ્વારા આપ્યા હતા. હવે અનુપમે તેમનો એક વીડિયો શેર કર્યો છે, જેમાં તેઓ રડી રહ્યા છે, અનુપમ આ વીડિયોમાં ખૂબ જ ભાવનાશીલ જોવા મળી રહ્યા છે.

આ વીડિયોમાં અનુપમ રડતા રડતા એક કવિતા પણ સંભળાવી રહ્યા છે. અનુપમ કહી રહ્યા છે, રહીમન વૈક્સીન ઢુંઢીયે, બિન વૈક્સીન સબ સૂન… વૈક્સીન બિન હી બીત ગયે, અપ્રેલ મઈ ઔર જૂન … જુલાઈ ઔર ઓગસ્ટ ભી બીતેગા રહીમન મત હોના ઉદાસ, દૂર-દૂર કી દોસ્તી અભી ન આના પાસ, અભી ન આના પાસ, દિલ મેં રખે ધૈર, ના કાહુ સે દોસ્તી ઔર ના કાહુ સે બૈર.’

रहिमन वैक्सीन ढूंढिएबिन वैक्सीन सब सून…वैक्सीन बिन हीं बीत गए,एप्रिल मई और जून… ?Sometimes Humour is actually the best medicine. Enjoy this funny poetry in the times of #Lockdown. ???

Posted by Anupam Kher on Wednesday, July 29, 2020

અનુપમ આગળ કહે છે કે કોઈએ મને આ કવિતા મોકલી હતી મને તે ગમી મને વિચાર્યું હું પણ તમારું મનોરંજન કરી દઉં. તમને પણ આ કવિતા ગમી ને? તમારું પણ મનોરંજન થયું ને? તમને પણ હસવું આવી રહ્યું છે ને? જો કે અનુપમ ખરેખર આ વીડિયોમાં રડી રહ્યા નથી, આ તો તમને વીડિયો જોયા પછી જ ખબર પડી ગઈ હશે.

અભિનેતાએ વિડિઓ શેર કરતી વખતે આ કવિતા લખી છે અને લખ્યું છે કે, ‘કેટલીકવાર રમુજ જ શ્રેષ્ઠ દવા હોય છે .. આ રમુજી કવિતાનો આનંદ માણો’. અભિનેતાનો આ વીડિયો ચાહકોને ખૂબ પસંદ આવી રહ્યો છે, લોકો આ અંગે કમેંટ કરીને અનુપમને ખૂબ રમૂજી જણાવી રહ્યા છે.

આ માહિતી જાગરણ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.