આ વ્યક્તિએ ભૂખા બાળકોને રેસ્ટોરેન્ટમાં જમાળ્યું, આટલું આવ્યું બિલ.

આ દુનિયામાં ઘણા લોકો એવા છે જે કોઈની મદદ કરવાં માટે આગળ નથી આવતા, અને ઘણા લોકો એવા પણ હોય છે જે મદદ કરવા માટે હંમેશા આગળ રહે છે. એમાંથી જ એક છે અખિલેશ કુમાર. અખિલેશે હાલમાં જ એવું કામ કર્યુ છે, જે કર્યા પછી લોકોના દિલોમાં એમની ઈજ્જત બમણી થઈ ગઈ છે એમના નામની ઘણી પ્રશંસા કરવામાં આવી રહી છે. દરેક વ્યક્તિ અખિલેશની ભરપુર પ્રશંસા કરી રહ્યા છે. હવે તમે વિચારી રહ્યા હશો કે છેવટે અખિલેશે એવી કયું કામ કર્યુ છે? કે લોકો એમની આટલી બધી પ્રશંસા કરી રહ્યા છે. તો આવો તમને વિસ્તારથી જણાવીએ.

હકીકતમાં, અખિલેશ પોતાનું કામ પૂરું કરીને રાત્રીના સમયે જમવા માટે કેરલના મલ્લાપુરમમાં આવેલી સબરીના હોટલમાં ગયા. ત્યાં જેવા જ તે જમવાનું શરુ કરી રહ્યા હતા, કે એમની નજર એ નિર્દોષ ચહેરા પર પડી જે એમને હોટલની બહારથી જોઈ રહ્યા હતા

ત્યાર બાદ અખિલેશે એ બાળકોને અંદર બોલાવ્યા ત્યારે એકબાળક પોતાની નાની બહેન સાથે અંદર આવ્યો. અખિલેશે એમને પૂછ્યું કે શું ખાશો? ત્યારે એમણે ટેબલ પર મુકેલી થાળી તરફ ઈશારો કર્યો. એટલે અખિલેશે તરત જ એ બાળકો માટે પણ જમવાની થાળી મંગાવી.

અખિલેશે એ બાળકોને હાથ ધોવા કહ્યું અને પછી એમની સાથે બેસીને ભોજન કર્યુ. બાળકોએ પણ ખાવાનું ખાધું અને પછી ખુશી ખુશી ત્યાંથી ચાલ્યા ગયા. અને પછી અખિલેશ પણ જમી રહ્યા એટલે એમણે હોટલના માણસો પાસે બિલ માંગ્યું. તે પોતાનું અને એ બાળકોનું જમવાનું બિલ ચુકવવા માટે પર્સ બહાર કાઢે છે. અને જેવી જ એમની નજર બિલ પર પડે છે, તો તે બિલ જોઇને ચોંકી જાય છે.

કારણ કે એ બિલમાં લખ્યું હતું કે, ‘અમારી પાસે એવું કોઈ મશીન નથી જે માણસાઈનું બિલ બનાવી શકે. ખુશ રહો.’ આ જોઈ અખિલેશની આંખો પણ ભીની થઈ ગઈ. અખિલેશે આ ઘટના પોતાના ફેસબુક એકાઉન્ટ પર શેયર કરી અને એ બિલની કોપી પણ શેયર કરી.

મિત્રો આપણી શક્તિ પ્રમાણે આપણે કોઈની મદદ કરવી જોઈએ. ઘણા લોકો એવા છે બર્થડે પર પોતાના મિત્રોને પાર્ટી આપવા લઈ જાય છે, ત્યારે કેક, સોડા, અને અન્ય ખાવાની વાનગીઓનો ઘણો બગાડ કરે છે. એવું કરવાં કરતા તમે એ વધેલી વસ્તુઓ પણ ફૂટપાથ પર રઝળતા બાળકોને ખવડાવો તો એમનું પણ પેટ ભરાશે, અને તમને પણ ભૂખ્યાનું પેટ ભરવાનું પુણ્ય પ્રાપ્ત થશે. આપણે આપણી અંદર રહેલા માણસને જગાડવો પડશે, તો જ આપણે ખરા અર્થમાં માણસ કહેવાશું.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી રાજસ્થાન પત્રિકા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.