આ વ્યક્તિનું એક વિજળીના 11,000 વોટ કરંટથી બદલાઈ ગયું જીવન અને બની ગયા કરોડપતિ.

અમદાવાદના નરેશ પ્રજાપતિની ગણતરી શહેરના સફળ વેપારીઓમાં થાય છે. 10 વર્ષ પહેલાના અમદાવાદના એક સામાન્ય ટ્રક ડ્રાઈવરના આજે 22 ટ્રક ચાલે છે, અને કારોબાર લગભગ 1 કરોડ રૂપિયા કરતા પણ વધારે છે. પરંતુ નરેશની સફળતા કરતા વધારે ઉત્તમ એમની અહીં સુધી પહોંચવાની સફર રહી છે.

બે મહિના કોમામાં રહ્યા અને 17 ઓપરેશન માંથી પસાર થાય હતા :

2007 માં સાણંદમાં નરેશ પ્રજાપતિ પોતાની ટ્રકથી ક્યાંક જઈ રહ્યા હતા. ત્યારે તે લગભગ 11,000 વોટની વીજળીની લાઈનની ઝપેટમાં આવી ગયા હતા. કરંટ એટલો વધારે હતો કે નરેશના શરીરનો 50 % ભાગ ખરાબ રીતે દાઝી ગયો હતો. તેમજ નરેશ બે મહિના સુધી કોમામાં રહ્યા હતા. અને એમના 17 ઓપરેશન થયા હતા. અત્યારે કરંટ લાગ્યા પછી છેલ્લા 12 વર્ષથી ફક્ત 1 કલાક સુવે છે એમને ઊંધ જ નથી આવતી.

નરેશની સ્થિતિ થોડી સુધરી, તો થોડા સમય પછી પરિવાર વાળાએ એમને હોસ્પિટલના બિલ વિષે જણાવ્યું. ત્યારે નરેશે કહ્યું કે, એમના ખાતામાં લગભગ દોઢ લાખ રૂપિયા છે, જેનાથી પરિવાર વાળા એમનું બિલ ચૂકવી શકે છે. તો પરિવાર વાળાએ એમને જણાવ્યું કે, એમના ખાતાના બધા પૈસા પુરા થઇ ગયા છે, અને હવે પરિવાર પર 8 લાખ રૂપિયાનું દેવું પણ થઇ ગયું છે. અને આઘાતને કારણે નરેશ ફરી કોમામાં જતા રહ્યા.

ક્યારેક પોલીસવાળાને કરેલી મદદ આવી કામ :

જો કે એક મહિના પછી એમની હાલતમાં થોડો સુધારો આવ્યો. નરેશના પહેલાના સારા કામોએ એમને આ મુશ્કેલ સમયમાં મદદ કરી.

2002 માં ગુજરાતમાં થયેલા તોફાનના સમયે તે રાત દિવસ ડ્યુટી કરવા વાળા પોલીસ કર્મચારીઓને ખાવાનું ખવડાવતા હતા. એમાંથી એક પોલીસ કર્મચારીને નરેશની સ્થિતિ વિષે ખબર પડી. અને એમણે આગળ આવીને એમનું મેડિકલ બિલ ભરવામાં મદદ કરી. બાકી પૈસા લોકો પાસેથી ઉધાર લીધા અને હોસ્પિટલનું બિલ ચુકવ્યું.

ઈલાજ સમયે થયેલું દેવું પણ ચુકવ્યું :

હોસ્પિટલ માંથી ડિસ્ચાર્જ થયા પછી નરેશે જીવનને પાછું પાટા પર લાવવા માટે મહેનત શરુ કરી. તે પોતાના ટ્રાન્સપોર્ટ કારોબારને જ આગળ વધારવાના પ્રયત્નમાં જોડાઈ ગયા.

આ દરમ્યાન તે એક કંપનીના ડાયરેક્ટરના કોન્ટેક્ટમાં આવ્યા અને એમની કંપની માટે કન્સલ્ટન્સી અને લીગલ લાઈઝનિંગનું કામ શરુ કર્યું.

ધીમે ધીમે કંપનીએ પ્રગતિ કરી. ડાયરેક્ટરે પણ નરેશની મહેનતની પ્રશંસા કરી. કંપનીની સાથે સાથે નરેશ પણ આગળ વધતા ગયા. હવે તે એ જ કંપનીમાં પરચેઝ મેનેજરના પદ પર પહોંચી ગયા છે.

આજે બે કરોડ રૂપિયાની પ્રોપર્ટીના માલિક છે અને એમનો ઉત્સાહ પણ મજબૂત છે :

ઈલાજ સમયે જેટલું પણ દેવું લીધું હતું, એમણે એ બધું ચૂકતે કરી દીધું. એમની પાસે લગભગ બે કરોડ રૂપિયાની પ્રોપર્ટી છે. જે નરેશ કયારેક પોતે ડ્રાઈવર હતા, આજે શહેરમાં એમના ટ્રક ચાલે છે. નરેશનું શરીર હવે પેહલાની જેમ તંદુરસ્ત નથી રહ્યું.

એમના પંજા કામ નથી કરતા, પરંતુ એમનો ઉત્સાહ હવે પહેલા કરતા વધારે મજબૂત થઇ ગયો છે. કરંટને કારણે એમની ઊંધ 24 કલાક માંથી ફક્ત 1 કલાકની છે દિવસમાં ફક્ત સવારે 6 થી 7 એક કલાક જ સુઈ જાય છે બાકીનો સમય સખત મહેનત કરે છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.