આ વ્યક્તિ સલમાનને લાફો પણ મારી દે તો ભાઈજાન કાંઈજ નથી બોલતા, ખુશી-ખુશી સહન કરે છે એના બધા નખરા

તે વાતમાં કોઈ શંકા નથી કે, બોલીવુડમાં જો વર્તમાનમાં કોઈ સ્ટારનો સૌથી વધુ દબદબો છે તો તે સલમાન ખાન જ છે. બોલીવુડના દબંગ સલમાન ખાન કોઈ પણ ફિલ્મ કરવા માટે સૌથી વધુ ફી લે છે. સલમાનની દરેક ફિલ્મ બોક્સ ઓફીસ ઉપર ૧૦૦ કરોડની કમાણી આરામથી કરી લે છે. ભાઈજાનનું ફેન ફોલોઈંગ પણ ગજબનું છે. માત્ર સલમાનના નામથી ટીકીટ વેચાઈ જાય છે.

૨૭ ડીસેમ્બર ૧૯૬૫ ના રોજ જન્મેલા સલમાન ખાન હવે ૫૪ વર્ષના થઈ ગયા છે. તે સલમાનની સ્ટારડમની જ કમાલ છે કે, ૫૪ વર્ષ થવા છતાં પણ તે ફિલ્મોમાં ખાસ કરીને મુખ્ય પાત્ર કરી રહ્યા છે. આમ તો આજે અમે તમને તેમના જીવન સાથે જોડાયેલી એક ઘણી જ રસપ્રદ વાત જણાવવા જઈ રહ્યા છીએ.

તે વાત કોઈનાથી છુપાઈ નથી કે, સલમાન ખાનનો ગુસ્સો ઘણો ખતરનાક હોય છે. એક વખત સલમાન કોઈ સાથે દુશ્મની કરી લે છે, તો તેનું ઇન્ડસ્ટ્રીમાં ટકવું મુશ્કેલ બની જાય છે. વિવેક ઓબેરોય તેનું સૌથી મોટું ઉદાહરણ છે. તે કારણ છે કે, કોઈ ભાઈજાનની સામે થવાનો પ્રયાસ નથી કરતા. આમ તો તમને જાણીને નવાઈ થશે કે, સલમાનના જીવનમાં એક વ્યક્તિ એવો પણ છે તે જો સલમાનના ગાલ ઉપર થપ્પડ પણ મારી દે, તો સલમાનને ગુસ્સો નથી આવતો અને તેને કાંઈ કહેતા પણ નથી.

હવે તમે લોકો કહેશો કે, તે વ્યક્તિ સલમાનના પિતા કે માતા હશે. પરંતુ અમે અહિયાં જેની વાત કરી રહ્યા છીએ તે ન તો સલમાનની માં છે, અને ન તો તેમના પિતા. આમ તો સલમાન પોતાના માતા પિતાના હાથનો માર પણ હસતા હસતા ખાઈ લે છે. આમ તો તે ઉપરાંત એક બીજી વ્યક્તિ છે, જે સલમાનને દુનિયામાં સૌથી વધુ પ્રિય છે, અને તેની તમામ હરકતો કે નખરા સલમાન સહન કરી લે છે.

ખાસ કરીને અમે જે વ્યક્તિની વાત કરી રહ્યા છીએ, તે કોઈ બીજું નહિ પરંતુ સલમાનના ભાણેજ આહીલ શર્મા છે. સલમાનની બહેન અર્પિતા અને બનેવી આયુષ્ય શર્માના દીકરા આહીલ સલમાનભાઈના ખુબ પ્રિય છે. સલમાન પોતાના ભાણેજ સાથે ઘણી મસ્તી કરે છે. તે બંનેના ફોટા પણ સોશિયલ મીડિયા ઉપર છવાયેલા રહે છે.

એક વખત સલમાનની બહેને જણાવ્યું હતું કે, સલમાન જયારે ઘરમાં સુતા હોય છે તો કોઈની હિંમત નથી થતી કે તેને જઈને ઉઠાડે. આમ તો આહીલ ધારે તો એવું કરી શકે છે. તે સલમાનને ગાઢ નિંદ્રામાંથી ઉઠાડી દે, કે ગાલ ઉપર મસ્તીમાં મારી પણ દે સલમાન તેને કાંઈ નથી કહેતા.

જયારે સલમાન આહીલના પિતા આયુષ શર્માની લવરાત્રી ફિલ્મનું પ્રમોશન કરી રહ્યા હતા, તો સ્ટેજ ઉપર આહીલ પણ હાજર હતો. આહીલ ત્યારે સલમાનનું વારંવાર માઈક છીનવી રહ્યો હતો, અને સલમાન તેને કાંઈ પણ કહેતા ન હતા. તેમણે આહીલને અટકાવ્યો પણ નહિ. તેની ઉપરથી તમે અંદાઝ લગાવી શકો છો કે, આહીલ સલમાનના દિલની કેટલો નજીક છે. ત્યાર પછી જયારે સલમાનની સુલ્તાન ફિલ્મ રીલીઝ થઇ હતી, ત્યારે આહીલ અને સલમાનની મુક્કાબાજીનો વિડીયો પણ ઘણો વાયરલ થયો હતો.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.