આચાર્ય બાલકૃષ્ણ નહિ પણ, આ 30 વર્ષનો યુવા છે પતંજલિની સફળતા પાછળ.

સ્વામી રામદેવ યોગ દ્વારા સમગ્ર વિશ્વમાં પોતાની ઓળખાણ બનાવી ચુક્યા છે. પરંતુ હવે અમે એ પણ કહી શકીએ કે પતંજલિએ તેમની ઓળખાણ ઘણી જ વધારી દીધી છે. પતંજલિએ વિશ્વની મોટી મોટી કંપનીઓની સામે પડકાર ઊભો કરી રહી છે. આજે અમે એ વાત કરી રહ્યા છીએ, પતંજલિને ઉપર લાવનાર વ્યક્તિની. આ નવયુવાનનું નામ છે આદિત્ય પિટ્ટી.

બાબા રામદેવ અને આદિત્ય પટ્ટીની મુલાકાત ઘણા સમય પહેલા થઇ હતી, બાબા ગેરુઆ કપડાં પહેરે છે, તો આદિત્ય પ્રોફેશનલ છે અને તેમના મગજમાં માત્ર બિઝનેસ વસે છે. આદિત્ય લંડનના કિંગ્સ કોલેજમાં ભણ્યા છે અને આજે રામદેવ સાથે મળીને પતંજલિના એફએમસીજી વ્યવસાયને અબજોનો બનાવી દેવામાં આવ્યો છે. 11 હજાર કરોડની કંપની પતંજલિ આજે દેશની અગ્રણી કંપનીઓ માંથી એક છે.

જે પતંજલિ ગ્રુપ વર્ષ 2013 માં માત્ર 1000 કરોડ રૂપિયાની હતી, તે આજે લગભગ 11 હજાર કરોડ રૂપિયાની સાથે ઘણી મોટી કંપનીઓને ઘણી ટક્કર આપી રહી છે. તે દરમિયાન પતંજલિની સોલ ડિસ્ટ્રીબ્યુટર પીટ્ટી ગ્રુપનું રેવન્યુ પણ 1,200 કરોડ રૂપિયાનું થઇ ગયું છે.

આ જ પીટ્ટી ગ્રુપ સાથે ભાગીદારી પછી 1997 માં એક નાની ફાર્મસી ચલાવવા વાળી પતંજલિ આજે બહુરાષ્ટ્રીય કંપનીઓને પડકાર આપી રહી છે. ત્યારે પતંજલિએ પોતાની પ્રોડક્ટ્સને આરોગ્ય કેન્દ્ર અને દવાખાનાના એક્ક્લુઝિવ નેટવર્ક માંથી બહાર વેચવાનું નક્કી કર્યું.

પતંજલિના મોડર્ન ટ્રેડ ડિસ્ટ્રિબ્યુટર પિટ્ટી ગ્રૂપે તેના પ્રોડક્ટ્સની ભારતીય કન્ઝ્યુમર્સ વચ્ચે આવા સુપર માર્કેટમાં સસ્તી કિંમત ઉપર માર્કેટિંગ કરીને રાષ્ટ્રવાદની પ્રગતીમાં ઘણી મદદ મળી છે. આ સમયે કંપની પાસે 10,000 ફ્રેન્ચાઇઝી બેઝ્ડ સ્ટોર્સ નેટવર્ક છે અને તેની પ્રોડક્ટ્સ સેંકડો ડિસ્ટ્રિબ્યુટર્સ દ્વારા લગભગ 10 લાખ કરીયાણા સ્ટોર્સમાં વેચવામાં આવી રહ્યા છે. આદિત્ય પીટ્ટીએ સ્વામી રામદેવના પડકારને ઉઠાવી પોતાની ક્ષમતા પુરવાર કરી દીધી.

બાબા રામદેવ અને આદિત્ય પીટ્ટીના ચાર વર્ષ પહેલા થયેલી બેઠકમાં એકદમ અલગ અલગ વ્યક્તિત્વ મળ્યું હતું. ઓછામાં ઓછા તે દિવસોમાં દેખીતી રીતે જ તેવું જ હતું. ભગવા ચોલામાં દાઢીવાળા રામદેવ કિંગ કોલેજ લંડનમાં ભણ્યા 30 વર્ષના નફીસ આદિત્ય સાથે હતા. પરંતુ જોવામાં એકદમ અલગ બન્ને જ્યારે સાથે આવ્યા તો અબજોનું એફએમસીજી વ્યવસાય ઉભો થઇ ગયો.

દેશની મોટી એફએમસીજી કંપની પતંજલિ આશરે બે ડઝન મેનસ્ટ્રીમ એફએમસીજી પ્રોડક્ટ્સ- ટૂથપેસ્ટ, શેમ્પૂ અને બીજા પર્સનલકેર પ્રોડક્ટ્સથી લઇને કોર્નફ્લેક્સ અને ઇન્સ્ટન્ટ નૂડલ્સ જેમ કે આધુનિક ફૂડ પ્રોડક્ટ્સ વેચી રહી છે. 2013 માં આશરે રૂ. 1000 કરોડ રૂપિયાની કંપની પતંજલિ આયુર્વેદ આજે રૂ. 10,500 કરોડ રૂપિયાની થઇ ગઈ છે અને તેની સોલ ડિસ્ટ્રિબ્યુટર પીટ્ટી ગ્રુપનું રેવેન્યુ જીરોથી રૂ. 1,200 કરોડ રૂપિયા થઇ ગયો.

1991 માં શરૂ પિટ્ટી ગ્રૂપના સીઇઓ પિટ્ટી કહે છે ‘મારા પિતા સ્વામીજી અને આચાર્યજી (પતંજલિના સીઇઓ આચાર્ય બાલકૃષ્ણ) થી આઠ નવ વર્ષથી પરિચિત હતા. જ્યારે મેં સ્વામજીને પતંજલિનું સમગ્ર ઑર્ગેનાઈઝ્ડ ચેનલ માટે સપ્લાય ચેન નેટવર્કનો સિંગલ વિન્ડો સર્વિસ બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો, તો તેમણે ત્રણ ચાર મિનિટમાં જ ઓકે કરી દીધું.

‘પિટ્ટીનો વાસ્તવિક એસ્ટેટનો વ્યવસાય છે, તે સ્પિરિચ્યુઅલ ચેનલ શુભ ટીવી ચલાવી રહ્યા છે. અને તેઓ પાસે ફ્રોજેન ચેન યોગર્ટબેમાં મેસોરિટી સ્ટેક છે. આદિત્યના પિતા કૃષ્ણકુમાર પીટ્ટી બાબા રામદેવના અનુયાયી રહ્યા હતા.

1997 માં નાની ફાર્મસીથી શરૂ થયેલી પતંજલિ ચાર વર્ષ પહેલા પિટ્ટી ગ્રુપ સાથે ભાગીદારીના લીધે દેશમાં દશકાથી જામેલી મલ્ટિનેશનલ્સના દબદબાને પડકાર આપવા લાગી. ત્યારે તેણે પોતાની પ્રોડક્ટસને આરોગ્ય કેન્દ્ર અને દવાખાનાના એક્સક્લુઝિવ નેટવર્ક માંથી બહાર વેચવાનું નક્કી કર્યું.

પતંજલિના મોડર્ન ટ્રેડ ડિસ્ટ્રિબ્યુટર પિટ્ટી ગ્રૂપ એ તેના પ્રોડક્ટ્સની ભારતીય કન્ઝ્યુમર્સ વચ્ચે એસી સુપર માર્કેટ્સમાં સસ્તી કિંમત ઉપર માર્કેટિંગ કરીને રાષ્ટ્રવાદની પ્રગતીમાં ઘણી મદદ કરી છે.

મુંબઈમાં કંપનીના આ જનરલ ટ્રેડ પાર્ટનરએ તેના માટે પ્રોડક્ટ્સની બીજી કંપનીઓની તુલનામાં વધુ કુદરતી અને વધુ આરોગ્યપ્રદ વાળી ઈમેજ બનાવી. આ સમયે કંપની પાસે 10,000 ફ્રેન્ચાઇઝી બેઝ્ડ સ્ટોર્સ નેટવર્ક છે અને તેની પ્રોડક્ટ્સ સેંકડો ડિસ્ટ્રિબ્યુટર્સ દ્વારા લગભગ 10 લાખ કરીયાણા સ્ટોર્સ વેચવામાં આવી રહી છે.

આચાર્ય બાલકૃષ્ણના જણાવ્યા મુજબ પીટ્ટીએ રામદેવનો પડકાર ઉઠાવીને તેની ક્ષમતાને પુરવાર કરી દીધી. બાલકૃષ્ણ કહે છે, ‘તેમણે શરૂઆતમાં થોડો સમય લીધો, પરંતુ ટૂંક સમયમાં તેમણે મોટા પાયે કોન્ટ્રીબ્યુશન આપવાનું શરૂ કર્યું. તેમણે તેની ઉપર અમારો વિશ્વાસ એવો બેસી ગયો કે તેમને વધુ જવાબદારીઓ આપવામાં આવી.

તે મહેનતી અને ઈમાનદાર છે અને તે પતંજલિને સારી રીતે સમજે છે. ‘પતંજલિ માટે બધું જ સરળ ન હતું, જેની વસ્તુઓ મોટેભાગે રેફરન્સ ઉપર વહેચાતી હતી. જો કે, જે માર્કેટમાં એમઆરપી ઉપર હેવી ડિસ્કાઉંટ ચાલે છે, તેમાં પતંજલિએ પોતાના તમામ ડીસ્ટ્રીબ્યુશન ચેનલ ઉપર ઝીરો ડીસ્કાઊંટની ફિલોસોફી અપનાવી છે.