હવે પાછુ નવુ આયુ આધાર કાર્ડ સાથે હવે આ ફેરફારની તૈયારીમાં છે સરકાર, આની સાથે જોડશે

Aadhar Card Driving License Link : હાલમાં જ નાણામંત્રી અરુણ જેટલીએ આધારનું મહત્વ વધારવા વિષે વાત જણાવતા કહ્યું, કે તેના લાગુ થવાથી યોજનાઓની જે બચત થઇ છે તેમાં આયુષ્માન ભારત જેવી ત્રણ પરીયોજનાઓ ચલાવી શકાય છે. આધારને ગેમ ચેન્જર ગણાવતી મોદી સરકાર હવે લાયસન્સ સાથે ફરજીયાત કરવા જઈ રહી છે. જેનો હેતુ રોડ અકસ્માત કરવા વાળા ઉપર કડક પગલા ભરી શકવાનો છે.

આધાર કાર્ડને લઈને કેન્દ્ર સરકાર એક નવી વ્યવસ્થા શરુ કરવા જઈ રહી છે. એના માટે સરકાર તત્કાલ નવો કાયદો બહાર પાડવા જઈ રહી છે. ત્યારબાદ ડ્રાઈવિંગ લાયસન્સ ધરાવનાર વ્યક્તિએ આધાર કાર્ડ અને ડ્રાઈવિંગ લાયસન્સ લીંક કરવાના રહેશે. ૧૦૬ મી ભારતીય વિજ્ઞાન કોંગ્રેસમાં પોતાના અધ્યક્ષ તરીકેના સંબોધનમાં કાયદા અને ઇલેક્ટ્રોનિકસ અને સુચના પ્રોધ્યોગીકી મંત્રીએ કહ્યું, અમે ટૂંક સમયમાં એક કાયદો બહાર પાડવા જઈ રહ્યા છીએ ત્યાર પછી ડ્રાઈવિંગ લાયસન્સને આધાર સાથે જોડવું ફરજીયાત રહેશે.

આ છે નવા નિયમ લાવવાનું કારણ :

આધાર સાથે લાયસન્સને જોડવું જરૂરી કરવાનું કારણ જણાવતા કેન્દ્રીય મંત્રીએ કહ્યું, હાલમાં એવું બને છે કે અકસ્માત કરવા વાળા ગુનેગાર વ્યક્તિ સ્થળ ઉપરથી ભાગી જાય છે અને ડુપ્લીકેટ લાયસન્સ મેળવી લે છે. તે તેને સજા માંથી બચવામાં મદદ કરે છે. આધાર સાથે જોડ્યા પછી, તમે ભલે તમારું નામ બદલી લો પરંતુ તમે બાયોમીટ્રીક્સ નથી બદલી શકતા. તમે ન તો આંખની કીકીને બદલી શકો છો ન તો આંગળીઓના નિશાનને. તમે જયારે પણ ડુપ્લીકેટ લાયસન્સ માટે જશો તો સીસ્ટમ કહેશે કે આ વ્યક્તિ પાસે પહેલાથી ડ્રાઈવિંગ લાયસન્સ છે અને તેને નવું લાયસન્સ ન આપવું જોઈએ.

કેન્દ્ર સરકારના ‘ડીજીટલ ઇન્ડિયા’ કાર્યક્રમની પ્રશંસા કરતા મંત્રીએ દાવો કર્યો છે, કે તેનાથી શહેરી અને ગ્રામ્ય ક્ષેત્રો વચ્ચે તફાવતને ઘણે અંશે દુર કર્યો છે. પ્રસાદએ કહ્યું, ‘૧૨૩ કરોડ આધાર કાર્ડ બહાર પાડવામાં આવ્યા, ૧૨૧ કરોડ મોબાઈલ ફોન છે, ૪૪.૬ કરોડ સ્માર્ટ ફોન છે, ઈન્ટરનેટના ૫૬ કરોડ વપરાશ કારો છે. તે ઉપરાંત ઈ કોમર્સમાં ૩૧ ટકાનો વધારો થયો છે. ભારતની વસ્તી ૧૩૦ કરોડ છે. તેમણે એ પણ કહ્યું કે ૨૦૧૭-૧૮ માં દેશમાં ડીજીટલ રીતે ચુકવણી કરવામાં કેટલાય ગણો વધારો થયો છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.