અહીં બની ગીટાર આકારની દુનિયાની પહેલી હોટલ, એક રાતનું ભાડું જાણીને ચોંકી જશો.

આજના આધુનિક યુગમાં દુનિયામાં અવનવી બિલ્ડીંગો બનાવવામાં આવે છે, જેના વિષે આપણે કલ્પના પણ નથી કરી શકતા એવી ઈમારતો જોવા મળે છે, આજના સમયમાં આધુનિક ટેકનોલોજી યુક્ત સુવિધા મળી રહે છે, તેથી અવનવી બિલ્ડીંગો બનાવવામાં આવે છે. આજે અમે તમને કાંઈક આવી જ વાત કરવા જઈ રહ્યા છીએ, આજના લેખમાં જણાવીશું અમેરિકામાં એક એવી હોટલ બનાવવામાં આવી છે, જેના વિષે આપણે જાણીને જ વિચરતા થઇ જઈશું, આ હોટલ એક ગીટાર આકારની બનાવવામાં આવી છે. અને તેમાં તમામ પ્રકારની સુવિધા પૂરી પાડવામાં આવે છે.

ફ્લોરીડા આવેલી હોટલ શુક્રવારથી શરુ થઇ ગઈ છે, તેને બનાવવામાં ૧૦.૬૨ હજાર કરોડ રૂપિયા ખર્ચ થયો છે.

હોટલની ૩૨ માળની બિલ્ડીંગમાં ૬૩૮ લકઝરી રૂમ છે, અહિયાં ૬,૫૦૦ મહેમાન સાથે બેસીને કાર્યક્રમનો આનંદ લઇ શકે છે.

વોશિંગટન. અમેરિકામાં ફ્લોરીડાના હોલીવુડમાં ગીટારના આકારની દુનિયામાં પહેલી હોટલ બની છે. તે શુક્રવારથી શરુ થઇ રહી છે. એન્જીનીયરનો આ અજોડ નમુનો ગણાવવામાં આવી રહેલી ૩૨ માળની બિલ્ડીંગ ૪૫૦ ફૂટ ઉંચી છે. તેમાં ૬૩૮ લકઝરી ગેસ્ટ રૂમ છે. એક રૂમનું એક રાતનું ભાડુ લગભગ ૭૦ હજાર રૂપિયા છે.

આ પ્રોજેક્ટમાં ૧.૫ અબજ ડોલર (લગભગ ૧૦.૬૨ હજાર કરોડ રૂપિયા) ખર્ચ થયો છે. ગીટારના આકારની આ બિલ્ડીંગની અંદર સંગીતની પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. તેમાં મોટો હોલ બનાવવામાં આવ્યો છે, જ્યાં ૬,૫૦૦ મહેમાન એક સાથે બેસીને કાર્યક્રમનો આનંદ લઇ શકે છે.

૪૫૦ ફૂટ ઉંચી છે આ અનોખી હોટલ

૬૫૦૦ મહેમાન એક હોલમાં બેસી શકશે

૧૩ એકરમાં લેગુન પુલ પણ છે પરિસરમાં

૩૨ હજાર ચોરસ ફૂટમાં સ્પા સલુન પણ

૧૬૮ રૂમ વાળા સાત સ્ટાર ઓએસીસ ટાવર પણ

આખી બિલ્ડીંગની અંદર કોમન એરિયામાં દીવાલો ઉપર છોડ લગાવવામાં આવ્યા છે. અહિયાં ૧૯ રેસ્ટોરન્ટ છે. તે ઉપરાંત ૩૨ હજાર ચોરસ ફૂટ એરિયાના સ્પા, સલુન, બાથરૂમ અને સાલ્ટ રૂમ છે. તેની બહારની તરફ ૧૩ એકરમાં ફેલાયેલા લેગુન પુલ છે. ગીટાર હોટલ પાસે સાત સ્ટાર ઓએસીસ ટાવર પણ બનાવવામાં આવ્યા છે, જેમાં ૧૬૮ રૂમ છે.

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.