આજ સુધી રિલીઝ થઇ શકી નથી બોલીવુડની આ ફિલ્મો, નંબર 5 ફિલ્મની લોકો આજે પણ રાહ જોઈ રહ્યા છે.

ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં શુક્રવાર કે પછી તહેવાર વાળા દિવસે ફિલ્મ રીલીઝ થાય છે. પરંતુ ઘણી વખત એવું થાય છે કે ફિલ્મ ની કાસ્ટ પસંદ કર્યા પછી કે પછી ફિલ્મ બની ગયા પછી પણ ફિલ્મ કોઈ ને કોઈ કારણોથી રીલીઝ થઇ શકી નથી અને તેને કેન્સલ કરવી પડે છે.

તમે પણ હજુ સુધી ઘણી એવી ફિલ્મોના ટ્રેલર જોયા હશે. જે આજ સુધી રીલીઝ નથી થઇ શકી. આજની આ પોસ્ટમાં અમે એવી જ થોડી મોટા પ્રોડક્શન ની ફિલ્મો ની વાત કરવા જઈ રહ્યા છીએ જેમાં મોટા પ્રસિદ્ધ કલાકારો હોવા છતાં પણ ફિલ્મ રીલીઝ થઇ શકી નથી અને તેને કેન્સલ કરવી પડી. આ ફિલ્મોની રાહ આજે પણ લોકો જોઈ રહ્યા છે.

1) ચોર મંડલી :- કહેવામાં આવે છે કે ખાસ કરી ને અભિનેતા ‘ચોર મંડલી’ રાજ કપૂરની છેલ્લી ફિલ્મ હતી. તેમાં તેની સાથે અશોક કુમાર પણ હતા. આમ તો આ ફિલ્મ પૂરી બની ગઈ હતી, પરંતુ તેને ક્યારે પણ રીલીઝ નથી કરવામાં આવી.

2) શુદ્ધિ :- મીડિયા રિપોર્ટ અનુસાર ફિલ્મ ‘શુદ્ધિ’ ને બોલીવુડ ના ફેમસ ડાયરેક્ટર કરણ જોહર ડાયરેક્ટ કરી રહ્યા હતા, પરંતુ કોઈ કારણોસર એ ફિલ્મનું કાસ્ટિંગ નથી થઇ શક્યું. પહેલા સમાચાર આવ્યા કે કરીના અને ઋત્વિક ને નક્કી કરી લેવામાં આવ્યા છે પરંતુ પાછળ થી તેમણે ફિલ્મ છોડી દીધી. ત્યાર પછી સલમાન ખાનને પણ એપ્રોચ કરવામાં આવ્યા, પરંતુ ડેટ્સને કારણે તે પણ ફિલ્મ નથી કરી શક્યા અને ફિલ્મ અધુરી રહી ગઈ.

3) ચાંદની ચોક ટુ અફ્રિકા :-

‘ચાંદની ચોક ટુ ચાઈના’ કોમેડી ફિલ્મ હતી જેમાં અક્ષય કુમાર અને દીપિકા પાદુકોણ હતા. ફિલ્મ બોક્સ ઓફીસ ઉપર ફ્લોપ સાબિત થઇ હતી. ફિલ્મના એન્ડમાં દેખાડવામાં આવ્યું છે આ ફિલ્મની સિકવલ ‘ચાંદની ચોક ટુ અફ્રિકા’ આવશે પરંતુ આજ સુધી એ ફિલ્મ બની નથી.

4) કુચી કુચી હોતા હે :-

૨૦૧૦ માં ફિલ્મ ‘કુચી કુચી હોતા હે’ નું શુટિંગ શરુ થઇ ગયું હતું અને કહેવામાં આવી રહ્યું હતું કે ફિલ્મ ૨૦૧૧ સુધી રીલીઝ થઇ જશે. પરંતુ એવું કાંઈ ન થયું આ ફિલ્મ એનીમેટેડ હતી જે કરણ જોહરની ફિલ્મ ‘કુછ કુછ હોતા હે’ ઉપર આધારિત હતી.

5) મુન્નાભાઈ ચલે અમરિકા :-

‘મુન્નાભાઈ એમબીબીએસ’ અને ‘લગે રહો મુન્ના ભાઈ’ પછી સમાચારો આવ્યા હતા કે ‘મુન્ના ભાઈ ચલે અમેરિકા’ વહેલી તકે આવનારી છે. આ ફિલ્મનું ટીજર પણ આવી ગયું હતું, પરંતુ ફિલ્મ આજ સુધી ન આવી. આ ફિલ્મની રાહ આજે પણ લોકો જોઈ રહ્યા છે.

6) ટાઈમ મશીન :-

૧૯૯૨ માં ફિલ્મ ‘ટાઈમ મશીન’ બની રહી હતી જેના ડાયરેક્ટર શેખર કપૂર હતા. પરંતુ ફિલ્મ નું થોડું શુટિંગ થયા પછી ફાઈનેંસિયલ પ્રોબ્લેમને કારણે એને વચ્ચે જ અટકાવવી પડી.

7) પાવર :-

ફિલ્મ ‘પાવર’ માં અભિનેતા અજય દેવગન જોવા મળવાના હતા, પરંતુ પાછળ થી તેમણે ફિલ્મ કરવાની ના કહી દીધી. આ ફિલ્મ હજુ સુધી બની નથી.

8) દસ :-

મુકુલ એસ આનંદ દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘દસ’ પણ ક્યારેય રીલીઝ થઇ શકી નથી. તેનું ગીત ‘સુનો ગોર સે દુનિયા વાળો’ ઘણા ફેમસ થયું હતું. પાછળ થી તેના બંધ રહેવાના સમાચાર આવ્યા.

શું ખરેખર તમે આ માંથી કોઈ ફિલ્મ વિષે સાંભળ્યું હતું? જો હા તો એ કઈ? કોમેન્ટમાં જણાવશો. અને આ માંથી કઈ ફિલ્મ આવશે તો તમે “ફસ્ટ ડે ફસ્ટ શો” જોવા જશો? ૨૬મી જાન્યુઆરીની શુભકામના. જય હિન્દ…