નિકોલા ટેસ્લા એ થોડા આલેખોમાં ‘આકાશ’ અને ‘પ્રાણ’ જેવા સંસ્કૃત શબ્દ મળે છે અને કહેવામાં આવે છે કે અમેરિકામાં તેમની સ્વામી વિવેકાનંદ સાથે મુલાકાત પણ થઇ હતી.
તે જુન, ૧૮૮૪ ની વાત છે જયારે નિકોલા ટેસ્લા ઓસ્ટ્રીયાથી ન્યુયોર્ક જવા માટે રવાના થયા. તેમને તે સમયના મહાન વેજ્ઞાનિક થોમસ એડીસનને મળવું હતું. નિકોલા ટેસ્લા પાસે એડીસનના જ એક જુના સહયોગીનો પત્ર હતો, એડીસનને સંબોધિત કરતા તેણે લખ્યું હતું, હું આ દુનિયામાં બે મહાન લોકોને ઓળખું છું, તેમાંથી એક તમે અને બીજા આ વ્યક્તિ.
સૌથી મહાન કોણ? કોઈ પણ ક્ષેત્ર માટે આ દરેક સમયમાં સૌથી રસપ્રદ પ્રશ્ન હોય છે. ૨૮ વર્ષનો એક પ્રતિભાશાળી યુવાન વેજ્ઞાનિક જયારે પહેલી વખત એડીસનને મળ્યા તો તેની સાથે આવેલા પત્ર એ ત્યારે આ પ્રશ્નનો પાયો નાખી દીધો હતો. આ બન્ને વેજ્ઞાનિકોને વીજળીના ક્ષેત્રમાં અદ્દભુત સિદ્ધાંત આપવા અને જીવન ઉપયોગી શોધો કરવા માટે ઓળખવામાં આવે છે.
એ કારણ છે કે હંમેશા તેની સરખામણી કરવામાં આવે છે, એ પ્રશ્ન આજે પણ બુદ્ધિશાળીઓ અને વેજ્ઞાનિક વર્ગ વચ્ચે ચર્ચાનો વિષય છે કે આ બન્નેમાં સૌથી પ્રતિભાશાળી વેજ્ઞાનિક અને શોધક કોણ હતા, બલ્બ બનાવીને દુનિયાને પ્રકાશિત કરવા વાળા થોમસ એલ્વા એડીસન કે પછી અલ્ટરનેટ કરેંટ (એસી) નો ઉપયોગ વ્યવહારિક બનાવીને ધરતીના ખૂણે ખૂણા સુધી વીજળી પહોચાડવા વાળા નિકોલા ટેસ્લા.
જો આપણે સામાન્ય લોકોની વાત કરીએ તો તેમની વચ્ચે એડીસન ઘણા વધુ લોકપ્રિય છે. તેને એક પ્રેરક વ્યક્તિત્વની જેમ દુનિયાભરના સ્કુલના પાઠ્યપુસ્તકમાં ભણાવવામાં આવે છે. નાનપણમાં જ એડીસનની સાંભળવાની ક્ષમતા જતી રહી પરંતુ તે શારીરિક ખામી વિજ્ઞાન પ્રત્યે તેની ધગશમાં ક્યારે પણ બાધા ન બની શકી.
તેમણે એકલા અમેરિકામાં એક હજારથી વધુ શોધ પોતાના નામે પેટેન્ટ કરાવી હતી. બીજી તરફ નિકોલા ટેસ્લા એ બાબતમાં થોડા દુર્ભાગ્યશાળી કહી શકાય છે. પરંતુ જો આપણે તેમના વેજ્ઞાનિક સિદ્ધાંતો અને શોધોની વાત કરીએ તો તે એડીસનથી જરાપણ ઓછા પ્રતિભાશાળી ન હતા.
નિકોલા ટેસ્લા પાસે એડીસનના જ એક જુના સહયોગીનો પત્ર હતો. એડીસનને સંબોધિત કરતા તેમણે લખ્યું હતું, હું આ દુનિયાના બે મહાન લોકોને ઓળખું છું, તેમાંથી એક તમે છો અને બીજા આ વ્યક્તિ.
નિકોલા ટેસ્લાએ એડીસનને પછાડ્યા હતા :-
નિકોલા ટેસ્લાનો જન્મ ૧૮૫૬ માં તત્કાલીન સર્બિયામાં થયો હતો. જેમ કે જન્મજાત પ્રતિભાઓ સાથે થયો છે. નિકોલા ટેસ્લાની મગજની ક્ષમતા નાનપણથી જ અદ્દભુત હતી. માનવામાં આવે છે કે વેજ્ઞાનિક ભાષાઓ શીખવામાં નબળા હોય છે, પરંતુ નિકોલા ટેસ્લા સાથે એ વાત ન હતી. યુવાન અવસ્થા સુધી પહોચતા પહોચતા તે પોતાની માતૃભાષા સર્બા સાથે સાથે ઈંગ્લીશ, ફ્રેંચ, જર્મન જેવી આઠ ભાષાઓ લખવા વાચવા અને બોલવા લાગ્યા હતા.
તે ગણિત-વિજ્ઞાનમાં તો તેની નિપુણતા હતી જ. તેમણે ઓસ્ટ્રિયાના ગ્રેજ આવેલા પોલીટેકનિક સંસ્થા માંથી ઇલેક્ટ્રિક એન્જીનીયરીંગનો અભ્યાસ કર્યો હતો અને તે દરમિયાન તેને સમજાઈ ગયું હતું કે વીજળીના જે રૂપ ડાયરેક્ટ કરંટ (ડીસી) નો એટલો વધારી વધારીને ઉપયોગી બતાવવામાં આવી રહ્યો છે તે ખોટું છે. નિકોલા ટેસ્લા તે સમયે બીજા વિકલ્પ એટલે એસીને વધુ ઉપયોગી બનાવવા વિષે વિચારવા લાગ્યા હતા.
ડીસીમાં ઇલેક્ટ્ટ્રોન માત્ર એક જ દિશામાં ગતિમાન થાય છે અને જેમાંથી વીજળીને લાંબા અંતર સુધી નથી મોલકી શકાતું, એ એસીમાં ઇલેક્ટ્ટ્રોન વારંવારમાં પોતાની દિશા બદલે છે. જેથી વીજળી ન માત્ર વધુ અંતર સુધી મોકલી શકાય છે પરંતુ તેને ઘણા પ્રકારે ઉપયોગી પણ બનાવી શકાય છે.
૯ મી સદીના અંત સુધી ડીસી વીજળીને જાદુની જેમ જ જોવામાં આવી રહ્યો હતો અને તેના જાદુગર હતા એડીસનમ ટેલ્સાને રસ પણ આ ક્ષેત્રમાં હતો અને છેવટે ૧૮૮૪ માં તેની એડીસન સાથે મુલાકાત થઇ ગઈ. તે મુલાકાત સાથે જોડાયેલી એક ઘટનાનું વર્ણન અમે આ લેખની શરુઆતમાં કર્યું છે.
એડીસન તે સમય સુધી શોધ સાથે સાથે ઉધોગપતિ પણ બની ગયા હતા. તેમણે ડીસી વીજળી સપ્લાઈ માટે એક પ્લાન્ટ તૈયાર કર્યો હતો અને તે ઇચ્છતા હતા કે ટેલ્સા તેમાં સુધારો કરે. ટેલ્સા પોતાના સંસ્મરણોમાં લખે છે કે એડીસન એ આ કામ પૂરું થયા પછી તેને ૬૦ હજાર ડોલર આપવાનું વચન આપ્યું હતું, પરંતુ તે પોતાના વચનથી ફરી ગયા. ટેલ્સા માટે એ કોઈ ઝટકાથી ઓછું ન હતું. તેમણે તરત એડીસનનો સાથ છોડી દીધો.
તે સમય સુધી અમેરિકી રોકાણકારો અને વેજ્ઞાનિકો વચ્ચેએ વાત પ્રસરી ગઈ હતી કે એસી પાવર સીસ્ટમ અને એસી મોટર ઉપર ટેલ્સાનું નામ વીજળી ક્ષેત્રમાં એક મોટો ફેરફાર લાવી શકે છે. તે વિચાર સાથે વેસ્ટર્ન યુનિયન કંપનીએ તરત ટેલ્સાને પોતાને ત્યાં કામનો પ્રસ્તાવ આપી દીધો. તે ટેલ્સાએ એસી પાવર સીસ્ટમ અને મોટરનો વિકાસ કર્યો હતો.
તે એવી શોધ હતી. જે વીજળી સપ્લાઈ ક્ષેત્રમાં એડીસનની કંપની એડીસન ઇલેક્ટ્રિક લાઈટ કંપનીને પછાડી શકતા હતા. જલ્દી જ એવું થઇ પણ ગયું. ટેલ્સા એ આ શોધ એક બીજી કંપનીને વેચી દીધી હતી. વેસ્ટીંગ હાઉસ ઇલેક્ટ્રિક કંપનીએ આ નવી શોધોને આધારે એસી વીજળીને આખા અમેરિકાના ચલણમાં લાવી દીધું અને છેવટે એડીસનને આ ક્ષેત્ર માંથી દુર થવું પડ્યું.
આમ તો આ કંપનીઓની લડાઈ હતી. પરંતુ તેમણે ખાસ કરીને વેજ્ઞાનિક શોધક ટેલ્સાની પ્રતિષ્ઠાને નવી ઉંચાઈ ઉપર પહોચાડી દીધું. તેમના દ્વારા વિકસિત કરવામાં આવેલા એસી ટ્રાંસફોર્મર અને એસી મોટર એ જેમ કે વીજળીની ઉપયોગીતાને નવી પાંખ આપી દીધી હતી. તેના વગર આપણે ઓદ્યોગિક ક્રાંતિની કલ્પના કરી શકતા ન હતા.
ટેલ્સા એ ત્યાર પછી ‘ટેલ્સા ક્વોઈલ’ ની શોધ કરી. એ એવી શોધ હતી જેનો ઉપયોગ એક્સ રે થી લઇને વાયરલેસ કમ્યુનિકેશન સુધીમાં થયો. ઇસી શોધને કારણે ટેલ્સાની એક બીજી શોધ જન્મી ગુલીલમો માર્કાની સાથે કાયદાકીય લડાઈ પણ ચાલી. માર્કાનીને દુનિયા રેડિયોના વિકાસ તરીકે જાણતા હતા, પરંતુ ટેલ્સાનો દાવો હતો કે તેમણે ટેલ્સા ક્વોઈલ સાથે જ રેડિયાનો વિકાસ કરી લીધો હતો.
આ ઘટના પછી અમેરિકાની શીર્ષ કોર્ટ સુધી પહોચ્યો અને ઘણા ઓછા લોકોને એ જાણકારી હશે કે કોર્ટ એ માર્કોનીના તમામ દાવાને રદ કરતા ટેલ્સાને આ શોધનો શ્રેય આપ્યો હતો. આમ તો જયારે આ નિર્ણય આવ્યો તેના છ મહિના પહેલા ટેલ્સા (૭ જાન્યુઆરી, ૧૯૪૩) ના રોજ અવસાન પામી ચુક્યા હતા.
સ્વામી વિવેકાનંદ એ એક પત્રમાં લખ્યું છે કે જો ટેલ્સા પોતાના પ્રયોગમાં સફળ થઇ જાત તો વેદાંતની વેજ્ઞાનિક મૂળની પુષ્ટિ થઇ જાત.
નીકોલા ટેલ્સા ઉપર વેદાંત દર્શનની અસર :-
સ્વામી વિવેકાનંદ જુલાઈ, ૧૮૯૩ માં અમેરિકા પહોચ્યા હતા. તે વર્ષ સપ્ટેમ્બરમાં વિશ્વ ધર્મ સંસદનું આયોજન થયું જેણે વિવેકાનંદ અને હિંદુ ધર્મના વેદાંતના દર્શનને અમેરિકી બુદ્ધીશાળી જગત વચ્ચે પહોચાડી દીધું હતું. ટેલ્સા અને એડીસનની હરીફાઈ અને તેમની શોધોના ઘણા પ્રચારને લઇને તે સમય સુધી અમેરિકાના સામાન્ય ભણેલા ગણેલા સમયમાં વિજ્ઞાનને લઇને જાગૃતતા અને જીજ્ઞાસા આવી ચુકી હતી.
તે સમયે અમેરિકાના વેજ્ઞાનિક ચેતના સંપન્ન સમાજનો પરિચય વેદાંત દર્શન સાથે થયો. દુનિયાના સૌથી પ્રાચીન ધર્મનો આ દર્શન ઘણી રીતે આ સમાજના વેજ્ઞાનિક લાગ્યા. કોઈ પણ વસ્તુ કે ઘટનાના મૂળમાં એક પરમ સત્તાની ઉપસ્થિતિ અને પ્રકૃતિ સાથે જીવનની એકાત્મતા વેદાંત દર્શનનું એવું મૂળ સૂત્ર હતું. જેણે વેજ્ઞાનિક સમુદાયને પણ પોતાની તરફ આકર્ષિત કર્યા.
માનવામાં આવે છે કે નિકોલા ટેલ્સા પણ વેદાંત દર્શનથી ઘણા પ્રભાવિત હતા. ૧૯૦૭ માં તેમણે ‘મેન્સ ગ્રેટેસ્ટ અચીવમેંટ’ શીર્ષક સાથે એક આલેખ લખ્યો હતો. તેમાં તેમણે ‘આકાશ’ અને ‘પ્રાણ’ જેવા સંસ્કૃત શબ્દોનો ઉપયોગ કર્યો છે. જે પણ પદાર્થોનું અનુભૂતિ કરી શકાય છે. તે મૂળ રીતે એક જ તત્વ કે તે વિરલતાથી નીકળે છે. જેની કોઈ શરૂઆત નથી. જેથી દરેક સ્થાન, આકાશ કે પ્રકાશમાન ઈશ્વરથી ભરેલું છે, જે જીવન આપવા વાળા પ્રાણ કે રચનાત્મક ઉર્જાથી પ્રભાવિત થાય છે.
ટેલ્સા પદાર્થ ઉર્જા સંબંધને ગણિતના માધ્યમથી સ્થાપિત કરવામાં સફળ ન થઇ શક્ય હતા, પરંતુ વેદાંત દર્શનની અસરને લઇને તે તેનો સ્વીકાર કરતા હતા.
કહેવામાં આવે છે કે ટેલ્સાની સ્વામી વિવેકાનંદ સાથે મુલાકાત થઇ હતી અને ત્યાર પછી તેમણે વેદાંત દર્શન ઉપર ગંભીરતાથી ચિંતન શરુ કર્યું હતું. આમ તો તેનું કોઈ પરિણામ નથી પરંતુ થોડા દસ્તાવેજો તે તરફ ઈશારો કરે છે. તેમાંથી પહેલો દસ્તાવેજ પોતે સ્વામી વિવેકાનંદનો પત્ર છે. જે તેમણે કદાચ ટેલ્સા સાથે મુલાકાતના થોડા દિવસ પહેલા લખ્યો હતો. તેમાં તે કહે છે, મિસ્ટર ટેલ્સા વિચારતા હતા કે તે ગણિતીક સુત્રો દ્વારા બળ અને પદાર્થનું ઉર્જામાં રૂપાંતર સાબિત કરી શકે છે.
હું ગયા અઠવાડિયે તેમણે મળીને તેમના આ ગણિતીક પ્રયોગ જોવા માગું છું (વેવેકાન્ન્દ રચનાવલી, વોલ્યુમ – V) વિવેકાનંદ તે પત્રમાં આગળ જણાવે છે કે ટેલ્સા આ પ્રયોગ વેદાંતની વેજ્ઞાનિક મૂળને સાબિત કરી દેશે. જે મુજબ આ આખા વિશ્વ અનંત ઉર્જાનું રૂપાંતરણ છે.
તે ઉપરાંત આંતરરાષ્ટીય ટેલ્સા સોસાયટીના અધ્યક્ષ રહેલા ટોબી ગ્રોટજનો પણ આલેખ જણાવે છે કે એક સાર્વજનિક કાર્યક્રમમાં સ્વામી વિવેકાનંદ અને નિકોલા ટેલ્સાની મુલાકાત થઇ હતી. આમ તો ટેલ્સા પદાર્થ ઉર્જા સંબંધના ગણિતના માધ્યમથી સ્થાપિત કરવામાં સફળ ન થઇ શક્ય હતા, પરંતુ વેદાંત દર્શનની અસરને લઇને તે સ્વીકાર કરતા હતા. પછી અલબર્ટ આઈંસ્ટીનએ પદાર્થ ઉર્જા સંબંધ સમીકરણને સાબિત કર્યું હતું અને આ એક રીતે વેદાંત દર્શનના એક મૂળ વિચારની સ્થાપના હતી.