આજે જ કરી લો, માં લક્ષ્મીના આ ઉપાય, ગરીબી અડશે પણ નહિ

ધનની દેવી માં લક્ષ્મીના આ ઉપાય અજમાવ્યા પછી જીવનમાં ક્યારે પણ ગરીબીનું મોઢું પણ નહિ જુવો. ગરીબી એક એવી વસ્તુ છે. જેનું મોઢું કોઈપણ જોવાનું પસંદ નથી કરતા. જે લોકો પહેલાથી ગરીબ છે, તેઓ તો તેનાથી દુ:ખી રહે છે જ, પરંતુ જે લોકોની આર્થિક સ્થિતિ સારી હોય છે, તેને પણ એ વાતનો ડર રહે છે કે ક્યાંક તે ગરીબીની ઝપટમાં ન આવી જાય. ખાસ કરીને ગરીબ માંથી શ્રીમંત બનવું તમારી હોંશિયારી અને મહેનત ઉપર આધાર રાખે છે પરંતુ શ્રીમંત માંથી ગરીબ થવું સંપૂર્ણ રીતે તમારા દુર્ભાગ્યને કારણે બને છે.

એટલા માટે જો તમે ધન સાથે જોડાયેલી બાબતોમાં તમારા નસીબને હંમેશા સારું રાખવા માગો છો? તો ધનની દેવી લક્ષ્મીજીને રાજી રાખવા પડશે. તે કામમાં તમારી મદદ માટે આજે અમે થોડા ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ. જે અજમાવ્યા પછી તમે જીવનમાં ક્યારેય ગરીબીનું મોઢું નહિ જુવો. એક વાતનું એ પણ ધ્યાન રાખવાનું છે કે આ ઉપાયને તમારે માત્ર શુક્રવારના દિવસે જ કરવાના છે.

પહેલો ઉપાય :-

શુક્રવારની સવારે વહેલા ઉઠીને સૂર્યોદય થતા પહેલા સ્નાન કરી લો. ત્યાર પછી પીપળાના ત્રણ પાંદડા ઘરે લઇ આવો. એ વાતનું ખાસ ધ્યાન રાખો કે આ પાંદડા ક્યાયથી કપાયેલા કે તૂટેલા ન હોવા જોઈએ. હવે પૂજા ઘરની સામે એક લાલ રંગનું કપડું પાથરો અને તેની ઉપર પીપળાના ત્રણ પાંદડા ગોઠવી દો. પહેલા પાંદડા ઉપર તમે ઘીનો દીવડો પ્રગટાવો, બીજા પાંદડા ઉપર ચોખાના દાણાની એક ઢગલી બનાવી દો અને ત્રીજા પાંદડા ઉપર ૧૦ રૂપિયાનો સિક્કો મૂકી દો.

હવે તમારે સૌપ્રથમ માતા લક્ષ્મીજીની આરતી કરવાની છે. આરતી પૂરી થયા પછી માતા રાનીના ચરણ સ્પર્શ કરો અને તેમની પાસે ઘરમાં પૈસાની આવક જાળવી રાખવાની પ્રાર્થના કરો. ત્યાર પછી ચોખાની ઢગલીને બીજા ચોખામાં ભેળવીને તેની ખીર બનાવી લો અને ઘરના તમામ સભ્યો ખાઈ લો. અને ત્રીજા પાંદડા જેની ઉપર તમે સિક્કો મુક્યો હતો. તેને ઘરની તિજોરીમાં મૂકી દો. તેનાથી પૈસાની બરકત હંમેશા જળવાઈ રહેશે. છેલ્લે પીપળાના બધા પાંદડાને નદીમાં કે તળાવમાં પધરાવી દો.

બીજો ઉપાય :-

આ ઉપાય કરવા માટે એક પૂજાનો દોરો લઇ આવો. આ દોરાને નારીયેલની ઉપર વીંટી દો. હવે આ નારીયેલને એક પાણીથી ભરેલા તાંબાના લોટા ઉપર મૂકી દો. આ નારીયેલની આસપાસ આંબાના પાંચ પાંદડા પણ ગોઠવી દો. એવી રીતે તે એક કળશ બની જશે. તમારે આ કળશને માતા લક્ષ્મીજીની મૂર્તિ પાસે મુકવાનો છે. પરંતુ તેને જમીન ઉપર રાખવાને બદલે ઘઉંના દાણાની ઢગલી ઉપર મુકો. ત્યાર પછી લક્ષ્મીજીની પૂજા કરો.

જયારે માતા પાસે રાખવામાં આવેલો દીવડો પોતાની જાતે ઓલવાઈ જાય, તો ત્યાર પછી તમે આ નારીયેલને ફોડી પ્રસાદ તરીકે ગ્રહણ કરી લો. તે ઘઉંને દળીને તેની રોટલી બનાવો અને ગાયને ખવરાવી દો. આ ઉપાયથી તમારું ઘર અને કુટુંબની ઉપર ક્યારે પણ કોઈ મુશ્કેલી નહિ આવે. એટલું જ નહિ તેનાથી તમારું નસીબ પણ સારું થશે અને ધન સંબંધિત બાબતમાં તમને લાભ થશે. તે દિવસે તમે માતાના નામનું વ્રત પણ રાખી શકો છો.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.