આજે સૂર્યનું રાશિ પરિવર્તન, જાણો કઈ રાશિવાળાનું ચમકશે ભાગ્ય?

સૂર્યને નવગ્રહોના રાજા કહેવામાં આવે છે. તે આત્મા, પિતા અને સરકારી સેવાના કારક માનવામાં આવે છે. સૂર્યને સિંહ રાશિનું સ્વામિત્વ પ્રાપ્ત છે. સૂર્યના એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ કરવાને સંક્રાતિ કહે છે. સૂર્યએ મકર રાશિમાં 15 જાન્યુઆરીએ વહેલી સવારે 2:07 વાગ્યે પ્રવેશ કરી લીધો છે. સૂર્ય જયારે પણ મકર રાશિમાં ગોચર કરે છે, તો તેને મકર સંક્રાંતિ કહેવામાં આવે છે. મકર સંક્રાતિને ઘણી જગ્યાએ ખીચડી (Khichdi 2020) પણ કહેવામાં આવે છે. આવો જાણીએ સૂર્યના આ ગોચરનો બધી રાશિઓ પર શું પ્રભાવ પડવાનો છે?

મેષ :

સૂર્ય તમારા પાંચમા ભાવના સ્વામી છે, અને એમનું ગોચર તમારા દશમાં ભાવમાં થશે. સૂર્યનું આ ગોચર તમારા માટે ઘણું સારું રહેશે. આ દરમિયાન તમને કાર્યમાં સફળતા પ્રાપ્ત થશે. જો તમે નોકરી કરો છો, તો તમને ઉચ્ચ પદની પ્રાપ્તિ અથવા તમારું પ્રમોશન થઈ શકે છે. સરકારી ક્ષેત્રથી ધન લાભ થવાના માર્ગ ખુલશે અને તમારું સ્વાસ્થ્ય પણ ઉત્તમ રહેશે.

આ દરમિયાન તમને પોતાના મિત્રો, પરિવારજનો તથા સમાજના સમ્માનિત વ્યક્તિઓ તરફથી તક મળશે. એના માધ્યમથી ભવિષ્યમાં તમને અનેક પ્રકારના લાભ પ્રાપ્ત થશે. તમે જે કામમાં હાથ નાખશો તેમાં તમને સફળતા પ્રાપ્ત થશે.

વૃષભ :

સૂર્ય તમારા ચોથા ભાવના સ્વામી છે અને આ ગોચર તમારા નવમા ભાવમાં થશે. આ દરમિયાન તમારા પિતાનું સ્વાસ્થ્ય થોડું નબળું રહી શકે છે, અથવા તમારી સાથે એમનો ભતભેદ થવાની સંભાવના છે. આ દરમિયાન તમારી આવકમાં કોઈ પ્રકારની અછત આવી શકે છે, પણ તે અછત ભવિષ્યમાં આવનારા ધનલાભ તરફ ઈશારો કરી રહી છે.

આ દરમિયાન સમાજમાં તમારી સ્થિતિ પર અનુકૂળ પ્રભાવ પડી શકે છે. માનસિક રૂપથી તમે ઘણા અશાંત રહી શકો છો. જો કે ગોચરના આ સમયગાળામાં તમે તીર્થ યાત્રા પર જઈ શકો છો, અથવા ધાર્મિક ક્રિયામાં તમારું ઘણું મન લાગશે.

મિથુન :

સૂર્ય તમારા ત્રીજા ભાવના સ્વામી થઈને તમારા આઠમા ભાગમાં ગોચર કરશે. આ દરમિયાન તમારા જુના રહસ્ય ખુલીને સામે આવી શકે છે. જો પૂર્વમાં તમે કોઈ વિધિ વિરુદ્ધ કામ કર્યું છે, તો તમને શાસન દ્વારા દંડિત પણ કરવામાં આવી શકે છે. તમારો તમારા શત્રુઓ સાથે ઝગડો થઈ શકે છે, તથા ખાંસી વગેરે શારીરિક મુશ્કેલી પરેશાન કરી શકે છે. જીવનસાથી સાથે સંબંધમાં તણાવનો વધારો થઈ શકે છે અને લોકો દ્વારા કોઈ પ્રકારની નિંદા કરવામાં આવી શકે છે. રિસર્ચ સાથે જોડાયેલા લોકોને આ દરમિયાન સારા પરિણામની પ્રાપ્તિ થશે.

કર્ક :

સૂર્ય તમારા બીજા ભાવનો સ્વામી છે અને સૂર્યનું ગોચર તમારા સાતમા ભાવમાં થશે. આ દરમિયાન તમારા દાંપત્ય જીવનમાં મુશ્કેલી આવી શકે છે અને તમારા જીવનસાથીનું સ્વાસ્થ્ય પણ ખરાબ થઈ શકે છે. જોકે આ દરમિયાન તમને ધન સંબંધિત કોઈ મુશ્કેલી નહીં આવે. એના સિવાય તમારો પરિવારવાળા તેમજ મિત્રો સાથે મતભેદ થવાની સંભાવના રહેશે. વિભિન્ન કામોમાં નિષ્ફળતા મળવાથી તમારું મન ઉદાસ રહી શકે છે.

સિંહ :

સૂર્ય તમારી રાશિના સ્વામી છે અને ગોચરના સમય દરમિયાન તે તમારા આઠમા ભાવમાં હશે. સૂર્યના ગોચરનો આ સમયગાળો તમારા માટે સારો સાબિત થશે. સરકારી નોકરી માટે પ્રતિયોગી પરીક્ષાઓની તૈયારી કરી રહેલા લોકોને સારી સફળતા પ્રાપ્ત થશે. તમે તમારા વિરોધીઓ પર હાવી રહેશો, અને કોર્ટ કચેરી જેવા કામોમાં તમને સફળતા મળશે.

નોકરીમાં પ્રમોશનના અવસર પ્રાપ્ત થશે પણ તેના માટે તમારે સખત પરિશ્રમ પણ કરવું પડશે, અને પોતાને સિદ્ધ કરવા પડશે. બીજી તરફ તમારા ખર્ચમાં પણ વધારો થઈ શકે છે, જેના પર ધ્યાન આપવું તમારા માટે જરૂરી રહેશે.

કન્યા :

સૂર્ય તમારા બારમા ભાવના સ્વામી છે અને સૂર્યનું ગોચર તમારા પાંચમા ભાવમાં થશે. આ દરમિયાન તમારા મનમાં વ્યાકુળતા બની રહેશે. તમને તમારા મિત્રો તરફથી કોઈ પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. તમારા સંતાનને શારીરિક રૂપથી કષ્ટ થઈ શકે છે, તથા તમારા શિક્ષણમાં વિક્ષેપો આવી શકે છે. જો તમે શિક્ષણના ઉદ્દેશ્યથી વિદેશ જવા માંગો છો, અથવા કોઈ વિદેશી વિશ્વવિદ્યાલયમાં એડમિશન મેળવવા માંગો છો, તો આ દરમિયાન પ્રયત્ન કરવા પર સફળતા મળી શકે છે.

તુલા :

સૂર્ય તમારા અગિયારમાં ભાવના સ્વામી થઈને ગોચર દરમિયાન તમારા ચોથા ભાવમાં વિરાજમાન થશે. આ ગોચરના સમયગાળા દરમિયાન તમારા પારિવારિક જીવનમાં શાંતિનું વાતાવરણ રહેશે. તમારી માતાનું સ્વાસ્થ્ય બગડી શકે છે. ઘરમાં પોતાને બધાથી ઉપર સિદ્ધ કરવાની તમારી પ્રકૃતિને કારણે લડાઈ ઝગડો થઈ શકે છે. આ દરમિયાન પ્રોપર્ટી રેંટલના માધ્યમથી તમે સારું ધન કમાઈ શકો છો.

વૃશ્ચિક :

સૂર્ય તમારા દશમાં ભાવના સ્વામી છે અને ગોચરના સમયગાળામાં સૂર્ય તમારા ત્રીજા ભાવમાં સ્થિત થશે. આ દરમિયાન તમને સ્વાસ્થ્ય લાભ થશે અને તમને તમારા પ્રયત્નોનું ઉચિત પરિણામ પ્રાપ્ત થશે. તમારા ભાઈ-બહેનોએ મુશ્કેલીનો સામનો કરવો પડશે. તમારા સાહસ અને પરાક્રમમાં વધારો થશે તથા કોઈ જુના રોગની અસર હજી પણ ચાલી રહી છે, તો તેનાથી છુટકારો મળશે. તમારી મિત્ર મંડળીમાં તમારી પ્રશંસા થશે તથા સંતાનના માધ્યમથી લાભ અને સુખની પ્રાપ્તિ થશે.

ધનુ :

સૂર્ય તમારા નવમા ભાવના સ્વામી છે. સૂર્યનું ગોચર તમારા બીજા ભાવમાં થશે. આ ગોચરના સમયગાળામાં તમારે પોતાની વાણી પર નિયંત્રણ રાખવું પડશે, કારણ કે તેમાં કડવાશ વધવાને કારણે તમને મુશ્કેલી થઈ શકે છે. તમારા કુટુંબમાં કોઈ વાતને લઈનેઝગડો થઈ શકે છે, તથા માથા અને આંખમાં દુઃખાવો થવાની પણ સંભાવના રહેશે. ખાવા-પીવામાં સારા ભોજનનું ધ્યાન રાખો અને વધારે તેલ મસાલા વાળા ભોજન અથવા વાસી અને ભારે ભોજનથી બચો નહિ તો સ્વાસ્થ્યને નુકશાન થઈ શકે છે.

મકર :

સૂર્ય તમારા આઠમા ભાવના સ્વામી થઈને તમારી જ રાશિમાં જ ગોચર દરમિયાન પ્રવેશ કરશે. એટમાં માટે આ ગોચરનો વિશેષ પ્રભાવ તમારી ઉપર પડશે. આ ગોચર દરમિયાન તમારા તમારા સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું પડશે, કારણ કે તમને પેટ સંબંધિત રોગ, તાવ વગેરે થવાની સંભાવના રહેશે અને આ દરમિયાન તમારી માનસિક ચિંતાઓ વધી શકે છે.

તમારે ચિંતિત થવાનું નથી અને પોતે ધૈર્ય ધારણ કરવાનું છે, જેથી સ્થિતિઓનો સામનો કરવા માટે તમે સબળ રહી શકો. તમારે કોઈ અચાનક સામે આવતી યાત્રા પર જવું પડી શકે છે, તથા કોઈ સાથે ઝગડો થવાની સંભાવના રહેશે.

કુંભ :

સૂર્ય તમારા સાતમા ભાવના સ્વામી છે અને આ ગોચર દરમિયાન સૂર્ય તમારા બારમા ભાવમાં પ્રવેશ કરશે. આ દરમિયાન તમે વિદેશ યાત્રા પર જઈ શકો છો. અમુક સમય માટે સંભવ છે કે, તમારે તમારા પરિવારજનોથી દૂર જવું પડે. જીવનસાથી સાથે સંબંધોમાં તણાવ વધી શકે છે તથા તેમનું સ્વાસ્થ્ય પણ ખરાબ થવાની સંભાવના છે. તમારા ખર્ચ પર અણધારેલો વધારો થવાના યોગ છે જેના પર નિયંત્રણ રાખવું તમારા માટે જરૂરી હશે, નહિ તો આર્થિક રૂપથી થોડી પરેશાની તમારી સામે આવી શકે છે.

મીન :

સૂર્ય તમારા છઠ્ઠા ભાવના સ્વામી થઈને ગોચર દરમિયાન તમારા અગિયારમા ભાવમાં પ્રવેશ કરશે. ગોચરના આ સમયગાળામાં તમારા માટે ઘણા પ્રકારના લાભના માર્ગ ખુલશે. વરિષ્ઠ અધિકારી તમારા પક્ષમાં રહેશે. એનાથી તમને વિશેષ આર્થિક તથા સામાજિક લાભ મળશે. પોતાના મોટા ભાઈ બહેનોનો સહયોગ તમને પ્રાપ્ત થશે તથા તમારી મહત્વકાંક્ષાઓ અને અભિલાષાઓની પૂરતી થશે. નોકરી કરતા લોકોની આવકમાં વધારો થવાથી અત્યંત પ્રસન્નતા થઈ શકે છે. પહેલાના સમયથી અટકેલા કામ પુરા થશે.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.