આજની વાર્તા : જેવું કરો તેવું પામો. એક નવોઢા(નવી પરણેલી સ્ત્રી) લગ્નને દિવસે જ પતિ પાસે છૂટાછેડા માંગે છે.

લગ્નની સુહાગરાતે પલંગ ઉપર બેઠેલી એક સ્ત્રીનો પતિ જયારે ભોજનની થાળી લઇને અંદર આવ્યો, તો આખો રૂમ તે સ્વાદિષ્ટ ભોજનની સુગંધથી ભરાઈ ગયો. રોમાન્ટિક તે સ્ત્રી એ તેના પતિને નિવેદન કર્યું કે માજીને પણ અહિયાં બોલાવી લઈએ તો આપણે ત્રણે સાથે બેસીને ભોજન કરીએ.

પતિ એ કહ્યું છોડ તેને તે ખાઈને સુઈ ગઈ હશે. આવ આપણે સાથે ભોજન કરીએ લઈએ. પ્રેમથી તે સ્ત્રીએ ફરી પોતાના પતિને કહ્યું કે ના મેં તેમને ખાતા નથી જોયા, તો પતિએ જવાબ આપ્યો કે ‘કેમ તું જિદ્દ કરી રહી છે?’ લગ્નના કામ માંથી થાકી ગઈ હશે એટલા માટે તો સુઈ ગઈ હશે. ઊંઘ ઉડશે તો જાતે ભોજન કરી લેશે. તું આવ આપણે સાથે પ્રેમથી ભોજન ખાઈએ.

તે સ્ત્રીએ તરત એજ ક્ષણે છૂટાછેડા લેવાનો નિર્ણય કરી લીધો અને છૂટાછેડા લઇને બીજા લગ્ન કરી લીધા અને ત્યાં તેના પતિએ પણ બીજા લગ્ન કરી લીધા. બન્ને અલગ અલગ સુખી ઘર ગૃહસ્થી વસાવીને ખુશી ખુશી રહેવા લાગ્યા. અહિયાં તે સ્ત્રીને બે બાળકો થયા. જે ઘણા જ સુશીલ અને આજ્ઞાકારી હતા.

જયારે તે સ્ત્રી ૬૦ વર્ષની થઇ તો તે દીકરાઓને કહ્યું હું ચાર ધામની યાત્રા કરવા માગું છું. જેથી તમારા સુખી જીવન માટે પ્રાર્થના કરી શકું. દીકરો તરત પોતાની માંને લઇને ચાર ધામની યાત્રા ઉપર નીકળી ગયો. એક સ્થળે ત્રણે માં દીકરા ભોજન માટે રોકાયા અને દીકરો ભોજન પીરસીને માંને ખાવા માટે વિનંતી કરવા લાગ્યો.

તે સમયે તે સ્ત્રીની નજર સામે એક ફાટેલી તૂટેલા કપડાની હાલતમાં, ભૂખ્યા ગંદા એવા એક વૃદ્ધ પુરુષ ઉપર પડી. જે તે સ્ત્રીના ભોજન અને દીકરાની તરફ કતરાતી નજરે જોઈ રહ્યો હતો. તે સ્ત્રીને તેની ઉપર દયા આવી ગઈ અને દીકરાને કહ્યું જાવ પહેલા તે વૃદ્ધને નવરાવો અને તેને કપડા આપો અને પછી આપણે બધા સાથે મળીને ભોજન કરીશું.

દીકરો જયારે તે વૃદ્ધને નવરાવીને કપડા પહેરાવીને તે સ્ત્રી સામે લાવ્યો, તો તે સ્ત્રી આશ્ચર્યચકિત રહી ગઈ તે વૃદ્ધ તે હતો. જેની સાથે તેના લગ્નની સુહાગરાતના રોજ છૂટાછેડા લઇ લીધા હતા. તેણે તેને પૂછ્યું કે શું થઇ ગયું. જેથી તારી હાલત આટલી દયાજનક થઇ ગઈ. તો તે વૃદ્ધએ નજર ઝુકાવીને કહ્યું કે બધું જ હોવા છતાં મારા બાળકો મને ભોજન  આપતા નથી, મારો તિરસ્કાર કરતા હતા, મને ઘર માંથી બહાર કાઢી મુક્યો.

તે સ્ત્રીએ તે વૃદ્ધને કહ્યું કે એ વાતનો અણસાર તો મને તારી સાથે સુહાગરાતના સમયે જ લાગી ગયો હતો, જયારે તું પહેલા પોતાની ઘરડી માંને ભોજન કરાવવાને બદલે તે સ્વાદિષ્ટ ભોજનની થાળી લઇને મારા રૂમમાં આવી ગયો અને મારા વારંવાર કહેવા છતાં પણ તમે તમારી માતાનો તિરસ્કાર કર્યો. તેનું ફળ આજે તમે ભોગવી રહ્યા છો.

જેવું વર્તન આપણે આપણા વડીલો સાથે કરીશું તેને જ જોઈને આપણા બાળકોમાં પણ એ ગુણ આવે છે, કદાચ આ પરંપરા હોય છે. હંમેશા માં બાપની સેવા કરવી આપણું દાયિત્વ બને છે. જે ઘર માં બાપ હસે છે, ત્યાં પ્રભુ વસે છે.

આ માહિતી આકરતી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.