વર્ષનો બીજો મહિનો એટલે ફેબ્રુઆરી દરેક માટે વિશેષ હોય છે. એટલે ફેબ્રુઆરી મહિનામાં દેશભરમાં થોડા નવા નિયમ લાગુ થવા જઈ રહ્યા છે, જેના વિષે બધાને ખબર હોવી જરૂરી છે. ફેબ્રુઆરી મહિનાની શરૂઆતમાં જ દેશભરમાં ઘણા બધા નવા નિયમ લાગુ પડયા છે. જેમાંથી એક છે દેશનું બજેટ રજુ થવું. આજે દેશનું બજેટ રજુ થયું છે, અને તે બીજેપી સરકારનું છેલ્લું બજેટ હશે. તે ઉપરાંત પણ આજે ઘણું બધું બદલાવા જઈ રહ્યું છે, જેના વિષે અમે તમને જણાવીશું. તો આવો જાણીએ કે અમારા આ લેખમાં તમારા માટે શું વિશેષ છે.
સ્વર્ણ અનામત :-
થોડા દિવસો પહેલા મોદી સરકારે સ્વર્ણ જાતિઓના લોકોને ૧૦ ટકા અનામત આપીને ઈતિહાસ રચ્યો, જેને કારણે જ સરકારની ઘણી પ્રશંસા થઇ રહી છે. એટલે આ અનામત ૧ ફેબ્રુઅરીથી લાગુ થશે. ૧ ફેબ્રુઆરીથી સ્વર્ણ જાતિઓના લોકોને સરકારી નોકરીમાં ૧૦ ટકા અનામત મળશે. તે દેશમાં પહેલી વખત થઇ રહ્યું છે કે સ્વર્ણ જાતિઓને અનામત આપવામાં આવી રહ્યું છે.
ડ્રાઈવિંગ લાયસન્સ :-
ડ્રાઈવિંગ લાયસન્સને આધાર કાર્ડ સાથે જોડવાનો છેલ્લો મહિનો માત્ર ફેબ્રુઆરી જ છે. એટલે જો તમે હજુ સુધી આ કામ નથી કર્યું. તો જલ્દીથી કરી લો. સરકાર એ આ પગલું એટલા માટે ઉપાડ્યું છે કેમ કે નકલી ડ્રાઈવિંગ લાયસન્સને બંધ કરી શકાય. જો તમે સમયસર નહી કરાવો તો લાયસન્સ કેન્સલ થઇ શકે છે.
ઓનલાઈન વોલેટ :-
જો તમે ઓનલાઈન વોલેટ જેવા કે ફોન પે, પેટીએમ અને અમેજોન પે વગેરે રાખો છો, તો તરત KYC કરાવી લો. નહિ તો તમારા આ બધા વોલેટ બંધ થઇ જશે. સરકારે તેના માટે ગ્રાહકોને ૨૮ ફેબ્રુઆરી, ૨૦૧૯ સુધીનો સમય આપ્યો છે. જો તમે નહી કરવો તો તમારા આ વોલેટ કામ નહિ કરે.
આઈટીઆર ફાઈલ કરવી :
જો તમે હજુ સુધી નાણાકીય વર્ષ ૨૦૧૭-૨૦૧૮ ની આરટીઆર ફાઈલ નથી કરાવી, તો હવે તમારી પાસે થોડો જ સમય બાકી છે. એટલા માટે તમે જલ્દીથી જ આઈટીઆર ફાઈલ કરાવી દો, નહી તો તમને નુકશાન થશે. તેના માટે નક્કી કરેલી મર્યાદા ૩૧ માર્ચ, ૨૦૧૯ રાખવામાં આવી છે. ત્યાર પછી તમને ઘણું નુકશાન થઇ શકે છે.
મનપસંદ ચેનલ :
ટ્રાઈના નિયમ મુજબ દરેક વ્યક્તિએ પોતાની મનપસંદ ચેનલ ૧ ફેબ્રુઆરી પહેલા પસંદ કરવાની છે. આજે પહેલી તારીખ થઈ ગઈ છે માટે જો તમે એવું ન કર્યુ હોય તો તમે ટીવી ચેનલ નહિ જોઈ શકો. એટલા માટે આજે જ તમારા કેબલ ઓપરેટર કે ડીટીએચ ઓપરેટર સાથે સંપર્ક કરો અને તમારી મનપસંદ ચેનલનો આનંદ ઉઠાવો.
પેનકાર્ડને આધાર કાર્ડ સાથે જોડવું :
જો તમે હજુ સુધી તમારા પેનકાર્ડને આધાર કાર્ડ સાથે નથી જોડ્યું તો તમારા માટે તે મુશ્કેલી બની શકે છે. તમારે તરત જ પેનકાર્ડને આધાર કાર્ડ સાથે જોડી દેવું જોઈએ. આ કામ તમે ઓનલાઈન કરી શકો છો.
ઓફર અને ડિસ્કાઉન્ટ :
આજથી ઓફર અને ડિસ્કાઉન્ટ મળવાના બંધ થઇ જશે, એટલે એમેઝોન અને ફ્લીપકાર્ટ હવે સેલ નહિ લગાવી શકે. સરકારે ઓનલાઈન માર્કેટિંગ માટે નવી ગાઈડલાઈન્સ બહાર પાડી છે, જેની હેઠળ જ બધાએ કામ કરવાનું રહેશે, એટલે હવે તમને ડિસ્કાઉન્ટ કે બમ્પર છૂટ નહિ મળી શકે.