ફક્ત ૧૦ મીનીટમાં ઘુટણ, હાથ, અને કમરના દુખાવાને મૂળ માંથી નાશ કરી શકે છે આ નુસ્ખા

આકળો જેને મદાર, આકડા, અર્ક,અદક વગેરે નામોથી ઓળખવામાં આવે છે. હનુમાન જી ને ચઢાવાય છે. ભારતીય ચિકિત્સા વિજ્ઞાન માં અતિ પ્રાચીન કાળ થી આ એક દિવ્ય ઔષધી રહી છે. તેના વિષે એક વાત પ્રચલિત છે કે તે સૂર્ય ના તેજ ની સાથે વધે છે અને સૂર્યનો તેજ ઓછો થતા થતા તેનો પ્રભાવ પણ ઓછો થતો જાય છે. અને વરસાદના દિવસોમાં આ છોડ જેવા જ મળતો નથી. સૂર્યના જેટલા નામ છે તેટલા નામ જ આંકડાના પણ છે.

તેની સામાન્ય રીતે તો ૪ મુખ્ય જાતિઓ છે પરંતુ મુખ્યત્વે બે જાતિઓ જ જેવા મળે છે. બે જાતિઓ અતિ દુર્લભ છે.
calotripos procera તેને ઈંગ્લીશ માં swallow wort વોર્ટ કહે છે calotropis giginata ઈંગ્લીશ માં તેને giant milk weed કહે છે. આ Asclepidaceae પરિવાર થી છે સામાન્ય ભાષામાં તેના નામ ઉપર બતાવી જ દીધું છે.
આમ તો આંકડા એવો કોઈ રોગ નથી જેમાં તેનો ઉપયોગ ન થતો હોય, આ ગંભીર માં ગંભીર રોગમાં પણ પોતાની ખરી અસર બતાવે છે, પણ આપણે આજે તેનો એક ગુણ જે શારીરિક તકલીફ ને દુર કરવાનું છે, તેની ઉપર ચર્ચા કરીશું, કે તેમાં એવા ક્યાં ગુણ હોય છે જેના લીધે તે આટલો બધો મહત્વનો છે. આવો જાણીએ.

આંકડામાં મળી આવતા કુદરતી Stedenolides, Alkaloid, Triterpenoids, Cardenolides અને Saponin glycoside મળી આવે છે. આંકડામાં આ બધા રસાયણ હોવાને લીધે શરીરના દરેક ભાગમાં દુખાવા દુર કરવાની ક્ષમતા જોવા મળે છે. Specially ગાંઠ નો રોગ, Arthritis નું દર્દ, કમર દર્દ,એડીનું દર્દ,એટલે કે Musculoskltan એટલે કોઈ પણ માંસ પેશીઓ અને હાડકા થી જોડાયેલ કેવો પણ રોગ હોય તેમાં આંકડાનો હમેશા ઉપયોગ કરવાથી આશ્ચર્યજનક પરિણામ મળે છે.

સાવધાની

આ પ્રયોગ કરતા પહેલા એક વસ્તુ ધ્યાનમાં રાખો કે તેના દુધનું એક ટીપું પણ આંખોમાં ન જવું જોઈએ નહી તો આંખોમાં અંધાપો આવી શકે છે.
આવો જાણીએ હવે વિભિન્ન દર્દોમાં વિભિન્ન પ્રયોગ.

એડીના દુખાવામાં

આંકડાના ૧૫ ફૂલ ને એક કટોરી પાણીમાં ઉકાળી લો. તેને ઉકાળ્યા પછી ફૂલ અને પાણી ને જુદા કરી લો, હવે તે પાણી માંથી જેટલું ગરમ સહન કરી શકો તેટલા પાણીમાં એડીને સારી રીતે ધુઓ. હવે આ ફૂલ ને સારી રીતે નીચોવી ને પછી કોઈ ખાદીના કપડાની મદદ થી એડી ઉપર બાંધી દો, અને તેની ઉપર ચપલ કે બુટ ન પહેરો, આ પ્રયોગ તમે ૧૦ થી ૧૫ દિવસ કરવાથી ધણો ફરક જોવા મળશે જો જરૂર લાગે તો તેને હજી આગળ ચાલુ રાખો.

આકડાના પાંદડા ને તાવડીમાં ગરમ કરી લો. તેની ઉપર બની શકે તો તલ નું તેલ લગાવો. જો તલનું તેલ ન મળે તો સરસો નું તેલ લગાવો. હવે આ પાંદડા ને કોઈ કપડા ની મદદ થી એડી ઉપર બાંધી દો, હવે તેને કોઈ વસ્તુથી ગરમ શેક કરો, કોઈ ઈંટ કે પત્થર ને ચુલા ઉપર ગરમ કરી લો. એટલો ગરમ કરો જેટલું તમે સહન કરી શકો. તેને હવે પાંદડા ની ઉપર ના રસાયણ એડી ના દુખાવા વાળી જગ્યા ની અંદર સુધી જશે. અને ત્યાં તરત જ આરામ નો અહેસાસ થશે આ પ્રયોગ પણ તમે ૧૦ થી ૧૫ દિવસ કરો. ઘણો ફરક જોવા મળશે જો જરૂરત લાગે તો તેને હજી પણ continue કરો.

ત્રીજો સહજ પ્રયોગ તે છે કે આંકડાનું દૂધ કાઢીને તેને એડી ઉપર સારી રીતે ઘસો, એટલું ઘસો કે તે અંદર સુધી ઉતરી જાય. થોડા દિવસ આવું કરવાથી તેમાં આરામ મળી જશે. એક વખત તો તરત જ અસર જોવાશે.
ઘુટણ ના દુખાવામાં

ઘુટણ ના દુખાવા માં બપોરે આંકડાની તાજી દાંડી થી દૂધ કાઢીને તેને હલકા હાથથી માલીશ કરવાની છે જ્યાં સુધી તે એકદમ સુકું ન થઇ જાય. આવું દિવસ માં બે વખત કરો આ પ્રયોગ પણ તમે ૧૦ થી ૧૫ દિવસ કરો, ઘણો ફરક જોવા મળશે લાગે તો તેને હજી પણ continue કરો.

આકડાના તાજા પાંદડા ને તાવડીમાં હળવા ગરમ કરો અને તેની ઉપર સરસો નું તેલ લગાવો અને હવે તમારા ઘૂંટણ ઉપર કોઈ ખાદીના કપડા થી બાંધી દો અને તેને ગરમ શેક કરો.

કમરના દુઃખાવામાં

આંકડાના દુધને થોડા કાળા તલ સાથે ખુબ વાટો (ખાંડણી રસોડામાં જ હોય છે મસાલા ખાંડવાની કહે છે) જ્યારે પાતળા લેપ જેવું થઇ જાય તો તેને ગરમ કરીને દુખાવાની જગ્યાએ લગાવીને સારી રીતે માલીશ કરો જેનાથી તે તેલ અંદર ઉતરી જાય અને ત્યાર પછી આંકડા ના પાંદડા ઉપર તલ નું તેલ કે સરસો નું તેલ ચોપડીને તાવડી ઉપર ગરમ કરીને તેને દુખાવાની જગ્યાએ બાંધી દો. આનાથી તરત જ ફાયદો થશે.

જો દુઃખાવો એનીમિયા ને લીધે છે. ફેકચર ને લીધે દુઃખાવો છે-તો તે ખુબ જ ધીમે ધીમે અસર કરશે.
osteoporosis આ માટે તમારે તેની સાથે જ કેલ્શિયમ નું પણ સેવન કરવું પડશે. ત્યાર પછી જ તમારા દુખાવામાં રાહત મળશે.