માંને ભગવાનનું બીજું રૂપ માનવામાં આવે છે. કહે છે ધરતી ઉપર ભગવાન દરેક જગ્યાએ દરેક સમયે નથી રહી શકતા એટલા માટે માંને બનાવી દીધી હતી, હંમેશા એ જોવામાં આવ્યું છે કે જયારે પણ બાળક ઉપર આફત આવી જાય છે તો માં તેના રક્ષણ માટે બધું જ કરી છૂટે છે. માણસ તો માણસ, જાનવરોમાં પણ માંની મમતા ઓછી નથી હોતી. એવી જ એક હાથણીની મમતા ભરેલી કહાની આજ કાલ સોસીયલ મીડિયા ઉપર ઘણી શેર કરવામાં આવી રહી છે.
બચ્ચાને બચાવવા માટે ૧૧ કલાક માટી ખોદતી રહી હાથણી :-
ખાસ કરીને સોસીયલ સાઈટ્સ ઉપર હાલના દિવસોમાં એક હાથણીની ઈમોશનલ સ્ટોરી શેર કરવામાં આવી રહી છે જેમાં એક હાથણી ખાડામાં પડેલા પોતાના બચ્ચાને બચાવવા માટે સતત માટી ખોદતી જોવા મળી. જણાવવામાં આવી રહ્યું છે કે એ હાથણી આગલા દિવસે પોતાના બચ્ચા સાથે જંગલ માંથી પસાર થઇ હતી, ત્યારે તે બચ્ચું ત્યાં બનેલા એક ઊંડા ખાડામાં પડી ગયું. ખાડો ઘણો ઊંડો હતો અને હાથીના બચ્ચાની લંબાઈ ઘણી ઓછી હતી, તેના કારણે તે એ ખાડાને પાર કરી શકવામાં અસમર્થ હતું. પરંતુ તેને બહાર કાઢવા માટે હાથણી એ ઘણો સંઘર્ષ કર્યો. જણાવવામાં એ પણ આવી રહ્યું છે કે તેણે સતત અટક્યા વગર ૧૧ કલાક સુધી ખાડો ખોદ્યો.
સવારે હાથણીની બુમો સાંભળી પહોચ્યા ગામ વાળા :-
ખરેખર રાતના સમયે પોતાના બચ્ચા સાથે જંગલ પાર કરતી એક હાથણી તે સમયે દુ:ખી થઇ ગઈ, જયારે તેનું નાનું એવું બચ્ચું રસ્તામાં બનેલા એક ખાડામાં પડી ગયું. તે માં એ પોતાના બચ્ચાને બહાર કાઢવા માટે ઘણો સંઘર્ષ કર્યો અને સતત અટક્યા વગર તેણે તેને ૧૧ કલાક સુધી ખાડો ખોદ્યો. પણ તે પોતાના બચ્ચાને કાઢી શકવામાં સફળ ન થઇ શકી પણ તેને હાર ન માની અને બુમો પાડવા લાગી તેની બુમો સાંભળીને સવાર થતા જ આસ પાસના લોકો આવી ગયા. પહેલા તો સમજી જ ન શક્યા કે હાથણી રડી કેમ રહી છે? પરંતુ જયારે અમુક ગામ વાળા હિંમત કરીને તેની પાસે ગયા, તો તેમણે જોયું કે માં પોતાના બચ્ચાને ખાડા માંથી કાઢવા માટે દુ:ખી છે. માનું દુ:ખ જોઈ ગામ વાળા પણ ઈમોશનલ થઇ ગયા હતા.
હાથણીને ફોસલાવી કાઢ્યું બચ્ચાને બહાર :-
ખાસ કરીને હાથણી પોતાના બચ્ચાની ઉપર વધુ માટી નાખતી જઈ રહી હતી. જેના કારણે બચ્ચું ઘણું વધુ ઊંડું ફસાઈ ગયું હતું. ગામ વાળા એ સ્થિતિ સમજી ગયા અને હાથીના બચ્ચાને કાઢવા માટે આયોજન કર્યું. તેમણે સૌથી પહેલા હાથણીનું ધ્યાન ભટકાવ્યું. તેના માટે તે થોડા કેળા તેની પાસે લઇ ગયા. રાત આખીથી બેહાલ થઇ ગયેલી હાથણી જયારે કેળા જોયા તો તેને મેળવવા માટે તે એ સ્થળેથી દુર થઇ તો એ ગામ વાળાએ બચ્ચાને કાઢવાનો પ્રયાસ શરુ કર્યો અને થોડી મુશ્કેલીથી તે તેને કાઢવામાં સફળ થઇ ગયા. બચ્ચાને ખાડા માંથી બહાર જોઈ હાથણી ખુશ થઇ ગઈ અને તેને લઇને જંગલમાં જતી રહી.
છે તો આ નાનો એવો વિડીયો પણ પોતાના બચ્ચાને મુશ્કેલીમાં જોઈ માંનો અકળામણ અને મમતાના ભાવ દિલને સ્પર્શી લેવા વાળા છે. એ કારણ છે કે લોકો આ વિડીયોને ઘણો પસંદ કરી રહ્યા છે અને શેર પણ કરી રહ્યા છે.
વીડિઓ :
https://youtu.be/YK5nu3WmIu0