આખું અઠવાડિયું ખાવો છે પાલક, તો બનાવો આ સાત અલગ-અલગ રેસિપી.

પાલકની અલગ-અલગ રીતે ટેસ્ટની મજા લેવી હોય તો જરૂર બનાવો પાલકની આ સાત સરળ અને ટેસ્ટી ડિશેઝ. જો તમે પાલકને તમારા ડાયટમાં એક ટેસ્ટી રીતે સામેલ કરવા માગો છો, તો તમે અઠવાડિયાના સાતે દિવસ તેની મદદટી આ સાત મજાની અને ડીલીશીયસ ડીશો તૈયાર કરી શકશો.

પાલકનું નામ સાંભળતા જ સૌથી પહેલા પાલક પનીરનો વિચાર મનમાં આવે છે. આમ તો સદીઓમાં તેને ઘરમાં બનાવવામાં આવે છે. બની શકે છે કે તમે પણ પાલકને એક કે બે રીતે જ બનાવતા હશો અને એટલા માટે દરરોજ તેને તમારા ડાયટમાં સામેલ કરવું સંભવ નથી હોતું. કોઈ પણ વ્યક્તિ દરરોજ એક જ પ્રકારના શાક કે સ્નેક્સને નથી ખાઈ શકતા. બની શકે છે કે તમે પણ અઠવાડિયામાં એક કે બે વખત જ તે ખાતા હો.

આમ તો ઠંડીની ઋતુમાં લીલા પાંદડા વાળા શાકભાજીનું સેવન વધુમાં વધુ કરવાની સલાહ આપવામાં આવે છે. આમ તો પલકનું સેવન આરોગ્ય માટે સારું રહે છે કેમ કે તેમાં ખનીજ, વિટામીન અને એંટીઓક્સીડેંટ પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે. તેથી જો તમે પણ પાલકને અઠવાડિયાના સાતે દિવસ ખાવા માગો છો, તો તેની મદદથી આ સાત મજાની રેસીપીજ તૈયાર કરી શકો છો.

સોમવાર – ફુલાવર પાલક : બટેટા ફુલાવરનું શાક તો આપણે ઘણી વખત ખાધું હશે, પરંતુ હવે અમે પાલક અને ફુલાવરની મદદથી બનતા લીલા ફુલાવરને એક વખત જરૂર ટ્રાઈ કરો. તેને બનાવવું ઘણું જ સરળ છે. તે બનાવવા માટે પાલકને પહેલા બાફીને તેને બ્લેન્ડ કરીને મસાલા એડ કરીને કુક કરવામાં આવે છે. અને બીજી તરફ ફુલાવરના મોટા ટુકડા કાપીને તેને ઘી માં મીઠું અને હળદર સાથે રોસ્ટ કરવામાં આવે છે. પછી પાલક કરીમાં ક્રીમ અને રોસ્ટેડ ફુલાવરને ભેળવીને ગરમા ગરમ સર્વ કરવામાં આવે છે. લંચ માટે એક ઉત્તમ ડીશ છે.

મંગળવાર –  : જો તમે પલકને તમારા નાસ્તાનો ભાગ બનાવવા માગો છો, તો તેમાં ટેસ્ટી ટેસ્ટી પાલક પરોઠા બનાવી શકો છો. પાલકને લોટમાં મસાલા સાથે ગુંદીને તેનો લોટ તૈયાર કરવામાં આવે છે. ત્યાર પછી તેને સામાન્ય પરોઠાની જેમ શેકીને નાસ્તામાં માખણ, અથાણું, ચટણી, દહીં કે ચા વગેરે સાથે સર્વ કરી શકાય છે.

બુધવાર –પાલક કઢી : જો તમને કઢી ખાવાનું ગમે છે અને તમે તેને એક નવા અંદાઝમાં બનાવવા માગો છો, તો તમે પાલક કઢી પણ તૈયાર કરી શકો છો. બેસન અને દહીંની મદદથી બંટી ટેસ્ટી કઢીમાં તમે પાલકને ઘણી રીતે ઉમેરી શકો છો. એટલે કે તમે પાલકને કાપીને કઢીમાં પાકવા દો કે પછી તમે પાલકની પકોડીઓ બનાવીને તેને કઢીમાં ઉમેરો. તેમ જ જો તમે ધારો તો પાલકની પ્યુરીને કઢીના મિશ્રણમાં નાખી શકો છો. આમ ઓ એમ કરવાથી તમારી કઢીનો કલર પીળો નહિ ગ્રીન થશે.

ગુરુવાર – પાલક પનીર ભુર્જી : તમે પાલક પનીરની ગ્રેવી વાળું શાક ખાધું હશે. પરંતુ જો તમે ધારો તો તેની મદદથી ભુર્જી પણ તૈયાર કરી શકો છો. તેને નાસ્તા ઉપરાંત લંચ કે ડીનરમાં પણ ખાઈ શકાય છે. પાલક પનીર ભુર્જી એક ઇન્ડીયન ડીશ છે, જેમ કે પાલક અને સક્રમ્બલ પનીર સાથે બનાવવામાં આવે છે. તે એક સ્વસ્થ અને સ્વાદિષ્ટ વાનગી છે, જેને થોડી જ મીનીટોમાં બનાવી શકાય છે. એટલા માટે તમે પનીરની એક ક્વિક અને ટેસ્ટી રેસીપીની શોધમાં છો તો પાલક પનીર ભુર્જી તૈયાર કરી શકો છો.

શુક્રવાર – પાલક વેજીટેબલ પુલાવ : પુલાવ ખાવો દરેક ઘરમાં પસંદ કરવામાં આવે છે. તેથી જો તમે ચોખાને એક સ્વાદિષ્ટ અને વધુ આરોગ્યપ્રદ રીતે ખાવા માગો છો, તો તેવામાં પાલક વેજીટેબલ પુલાવ બનાવી શકો છો. તેમાં તમે ચોખા અને પાલક સાથે સાથે તમારી મનપસંદ શાકભાજીને પણ સામેલ કરી શકો છો. તે તમારી ડીશ આરોગ્ય સાથે સાથે ટેસ્ટ પણ ઉમેરશે.

શનિવાર – ટમેટા પાલક સૂપ : આખું અઠવાડિયું આડુ અવળું ખાધા પછી ક્યારે ક્યારે ઘણું લાઈટ અને ટેસ્ટી ખાવાનું મન થાય છે જો તમે પણ કાંઈક હળવું અને ટેસ્ટી ખાવા માગો છો તો પાલકની મદદથી સૂપ બનાવો. તમને પાલકનું સૂપ સારું નથી લાગતું. તેથી તમે તેમાં ટમેટાને પણ સામેલ કરો. પાલક સાથે ટમેટા તમારા સૂપમાં એક ટેંગીનેસ એડ કરશે અને તેનો ટેસ્ટ વધારશે.

રવિવાર – પાલક પકોડા ચાટ : રવિવારની રજાના દિવસે આપણે બધા કાંઈક સારું અને ટેસ્ટી ખાવાનું વિચારીએ છીએ, જે આપણા ટેસ્ટને પૂરો કરે. તેથી જો તમે પણ તમારા રવિવારને એન્જોય કરવા માટે એક મજાની ડીશની શોધમાં છો તો પાલક પકોડા ચાટ તૈયાર કરી શકો છો. પાલક પકોડા ચાટ એક સિંગલ પરંતુ ડીલીશીયસ રેસીપી છે. તેના માટે તમારે પહેલા પાલકના પાંદડાને બેસન અને મસાલાના બેટરમાં ડીપ કરીને તેને તેલમાં ડીપ ફ્રાઈ કરવાના છે. ત્યાર પછી તમે પાલકના પાંદડાને પકોડાની ઉપર દહીં, મીઠી ચટણી, ચાટ મસાલા, મીઠું અને બીજા મસાલા નાખીને ખાવ. આ ચાટ રેસીપી ખરેખર તમને ઘણી પસંદ આવશે.

હવે તમે પાલકને સૌથી પહેલા કઈ ડીશના રૂપમાં બનાવીને ખાશો અને બીજાને સર્વ કરશો અમને કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવશો. જો તમને આ લેખ સારો લાગ્યો હોય તો તેને શેર જરૂર કરો. આ પ્રકારના બીજા રોચક લેખ વાચવા માટે અમારી સાથે જોડાયેલા રહો.

આ માહિતી હર જિંદગી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.