આલિયા-રણબીર અને અર્જુન-મલાઈકા થયા જુના, આ 5 છે બોલીવુડના લેટેસ્ટ હોટ કપલ

આલિયા-રણબીર અને અર્જુન-મલાઈકા થયા જુના, આ પાંચ છે જે બોલીવુડના લેટેસ્ટ હોટ કપલ બોલીવુડ ઇન્ડસ્ટ્રી પોતાની ફિલ્મો અને કોન્ટ્રોવર્સીના કામ માટે ફેમસ છે. અહિયાં અવાર નવાર સંબંધ બને છે અને અવાર નવાર સંબંધ તૂટે છે. આમ તો અહિયાં અમે તૂટેલા સંબંધો વિષે નહિ પરંતુ એ સંબંધો વિષે વાત કરીશું જે હવે સામે આવી રહ્યા છે.

દુનિયાથી છુપાવ્યા પછી પણ જેમ કે આલિયા-રણબીર અને મલાઈકા-અર્જુનના સંબંધો પણ સામે આવી ગયા છે અને હવે બીજા થોડા સેલીબ્રીટીઝ એવા પણ છે જે more than friends થઇ ચુક્યા છે. આ જોડીઓ હવે ધીમે ધીમે કેમેરા સામે જોવા મળવા લાગી છે. કોણ છે આ નવા હોટ કપલ જે એકબીજાની નજીક આવી ગયા છે.

વિક્કી કૌશલ-કેટરીના કેફ

વિક્કી બોલીવુડના એક ઉભરતા કલાકાર છે જેમણે સફળતાની સીડીઓ ઉપર પગ મુક્યો છે અને કેટરીના બોલીવુડની સફળ હિરોઈન માંથી એક છે. થોડા સમય પહેલા સુધી આ બંને વિષે કોઈ પ્રકારની ચર્ચા ન હતી, પરંતુ હવે સમાચાર સામે આવી રહ્યા છે કે બંને એક બીજાને ડેટ કરી રહ્યા છે. કોફી વિથ કરણ શો માં કરણે જયારે કેટરીનાને પૂછ્યું હતું કે તેને નવા હિરોમાં કોની સાથે જોડી બનાવવાનું સારું લાગશે તો તેમણે વિક્કી કૌશલનું નામ લીધું હતું. અને જયારે વિક્કી સો ઉપર આવ્યા ત્યારે કરણે તેને કેટરીના ના વિચાર વિષે જણાવ્યું જે સાંભળીને તે આનંદથી ઝૂમવા લાગ્યો હતો.

સીદ્ધાર્થ મલ્હોત્રા-કીયારા આડવાણી

સિદ્ધાર્થની કારકિર્દીનો ગ્રાફ ભલે ઉપર નથી આવી રહ્યો, પરંતુ તેની લવ લાઈફ ઘણી રસપ્રદ થઇ ગઈ છે. સમાચાર છે કે આ દિવસોમાં સિદ્ધાર્થ કબીર સિંહની કીયારા આડવાણીને ડેટ કરી રહ્યા છે. હમણાં થોડા દિવસ પહેલા જ સીડની એક પાર્ટીમાં કીયારા તેની ઘણી નજીક જોવા મળી. હવે દબાયેલા સમાચાર એ છે કે આ સ્ટાર્સ એકબીજા સાથે ટાઈમ સ્પેડ કરી રહ્યા છે.

આથીયા શેટ્ટી-કે એલ રાહુલ

બોલીવુડ અને ક્રિકેટનો સંબંધ ઘણો જુનો છે. હંમેશાથી બોલીવુડ ઇન્ડસ્ટ્રીની કોઈને કોઈ સુંદરીનું દિલ કોઈ ક્રિકેટર ઉપર આવી જાય છે. આ દિવસોમાં સુનીલ શેટ્ટીની દીકરી આથીયા શેટ્ટીનું નામ ક્રિકેટર કે એલ રાહુલ સાથે જોડાઈ રહ્યું છે. હાલમાં જ રાહુલે એક તસ્વીર સોશિયલ મીડિયા ઉપર શેર કરી હતી જેમાં બંને ક્વોલેટી ટાઈમ સ્પેન્ડ કરતા જોવા મળી રહ્યા હતા.

તારા સુતારીયા-અદાર જૈન

બોલીવુડની નવી કમર તારા સુતારીયા પણ હાલના દિવસોમાં ફિલ્મો ઉપરાંત પોતાની લવ લાઈફને લઈને ચર્ચામાં છે. તારા આજકાલ કરીના કપૂરના કજીન અદાર સાથે ઘણી જગ્યા ઉપર સ્પોટ થઇ રહી છે. સમાચાર છે કે તારા અને અદાર એક બીજાને ડેટ કરી રહ્યા છે અને ઘણા સીરીયસ પણ છે. તારાએ હજુ બે ફિલ્મો કરી છે અને પોતાનું સુંદર હાસ્ય માટે તેને ઘણી પસંદ કરવામાં આવે છે.

શ્રદ્ધા કપૂર-રોહન શ્રેષ્ઠા

થોડા સમય પહેલા આ બંનેના સંબંધના સમાચાર શકતી કપૂરે ખોટા ગણાવ્યા હતા. આમ તો શ્રદ્ધા અને રોહન હંમેશા એકબીજા સાથે જોવા મળે છે. સમાચાર એ છે કે આવતા વર્ષ સુધીમાં આ બંને લગ્ન પણ કરી શકે છે. શ્રદ્ધા પોતાના અફેયર અને ઝગડાને લઈને ઘણી ચર્ચામાં રહે છે. થોડા સમય પહેલા ફરહાન અખ્તર સાથે અફેયરની ચર્ચા હતી. આં તો વાત ત્યાં પૂરી થઇ ગઈ. હવે શ્રદ્ધા રોહન સાથે ક્વોલેટી ટાઈમ પસાર કરી રહી છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.