દવાઓથી પણ વધુ ગુણકારી છે આંબાના પાંદડા..આવી રીતે ગાયબ થઇ જશે બીમારીઓ…

આંબાની સાથે સાથે તેના પાંદડા પણ આપણા માટે ખુબ જ ગુણકારી હોય છે. તેમાં રહેલા એન્ટી ઓક્સીડેંટ અને એન્ટીમાઈક્રોબીયલ ગુણ હોવાને લીધે તે લગભગ બધીજ બીમારીઓ નો સરળતાથી ઈલાજ કરી શકે છે, આવો જાણીએ કેવી રીતે.

આંબાના પાંદડાના આરોગ્ય માટે લાભ :

ઉનાળાની સિઝનમાં સૌથી વધુ મળતા અને પસંદ કરવામાં આવતા ફળોનો રાજા કેરી વગર ઉનાળો અધુરો જ લાગે છે. તે ખુબ સ્વાદિષ્ઠ હોવાની સાથે આરોગ્ય માટે લાભદાયક પણ હોય છે. પણ શું તમે જાણો છો કે કેરીની સાથે સાથે તેના પાંદડા પણ આપણા માટે ખુબ જ ગુણકારી હોય છે. તેમાં રહેલા એન્ટી ઓક્સીડેંટ અને એન્ટીમાઈક્રોબીયલ ગુણ હોવાના કારણે લગભગ દરેક બીમારીઓનો સરળતાથી ઈલાજ કરી શકે છે.

તે ઉપરાંત તેમાં ખુબ વધુ પ્રમાણમાં વિટામીન ‘સી’ અને ‘બી’ પણ મળી આવે છે. આંબાના પાંદડા એક એવો ખજાનો છે, જે તમને મફતમાં મળે છે. માટે તેનો સારી રીતે ઉપયોગ કરો. આંબાના પાંદડા આખું વર્ષ મળી રહે છે, માટે તમને બીમારી દુર કરવા માટે કોઈ ખાસ સીઝનની રાહ જોવાની જરૂર પડતી નથી.

જુના જમાનામાં દવાઓમાં આંબાના પાંદડાનો અર્ક ડાયાબીટીસ અને અસ્થમાના ઇલાજમાં ઉપયોગ કરવામાં આવતો હતો. આંબાના પાંદડામાં કૈફીન એસીડ જેવા ફીનોલીક, મૈગીફેરીન જેવા પોલીફીનોલ્સ, ગૌલીક એસીડ, ફ્લેવોનોઈડસ અને ઘણા અસ્થાઈ યોગીકા જેવા ઘટક મળી આવે છે. આ બધા ગુણ આંબાને સારા એન્ટી-ડાયબીટીસ, એન્ટી ઓક્સીડેંટ અને એન્ટી-એલર્જીક કુદરતી ઉપજ બનાવે છે.

આ છે આંબાના વિશેષ ગુણ :

બ્લડ શુગર નિયંત્રણ :

આવા આંબાના પાંદડામાં રહેલા ટેનિનના લીધે જ બને છે. આંબાના પાંદડામાંથી નીકળતો અર્ક ઇન્સ્યુલીન ઉત્પાદન અને ગ્લુકોઝના પ્રસાર બ્લડ શુગરનું સ્તર ઘટાડે છે. વાંચો કેવી રીતે તમારું બ્લડ શુગર લેવલને તમારા સ્વભાવને પ્રભાવિત કરે છે.

ઓછું કોલેસ્ટ્રોલ :

તમારે ખ્યાલ રાખવો જોઈએ કે ડાયાબીટીસ તમારા શરીરના મહત્વપૂર્ણ અંગોને પ્રભાવિત કરે છે અને હ્રદય તેમાંનું એક હોય છે. કોલેસ્ટ્રોલનું ઉચું સ્તર તમારા હ્રદયને ખાસ કરીને નુકશાન કરે છે.

જો તમે શુગરની બીમારીથી પીડિત છો તો બીજી વસ્તુઓ પોતાની જાતે જ ખરાબ થવા લાગે છે. કેમ કે આંબાના પાંદડામાં ફાઈબર,પેક્ટીન અને વિટામીન ‘સી’ સારા પ્રમાણમાં હોય છે, જે તમને કોલેસ્ટ્રોલ, ખાસ કરીને એલડીએલ કે નુકશાનકારક કોલેસ્ટ્રોલને ઘટાડે છે. તે ઉપરાંત ફળમાં રહેલા ફ્લેવોનોવીડસ લેપીડ લેવલ ઓછું કરવામાં મદદ કરે છે. તેનાથી તમારી ધમનીઓ મજબુત અને સ્વસ્થ બની શકે છે.

ડાયાબીટીસ રેટીનોપેથીનો ઈલાજ :

આંબાના ફળની સાથે સાથે પાંદડામાં પણ વિટામીન ‘એ’ હોય છે. જે આંખો માટે ખુબ ફાયદાકારક હોય છે. તે જ કારણ છે કે પાંદડા પણ આંખોને ખરાબ થવાથી બચાવી શકે છે, સાથે જ બ્લડ શુગર લેવલને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે.

ગોલ બ્લેન્ડર અને કીડની સ્ટોનથી બચાવે :

ડાયાબીટીસને લીધે કીડની ફેઈલ થવું સામાન્ય બાબત છે. અનિયમિત બ્લડ શુગર લેવલથી આ મોટી તકલીફ સૌથી પહેલા થાય છે. કેરીના ઉપયોગ કરવાથી આ તકલીફથી બચવામાં ઘણી મદદ મળે છે. આંબાના પાંદડાથી કિડનીની પથરીની તકલીફ દુર કરવામાં અને કીડનીને આરોગ્યપ્રદ રાખવામાં પણ મદદ કરે છે.

અસ્થમાથી બચાવે :

આંબાના પાંદડા અસ્થમાની બીમારીને કન્ટ્રોલ અને તેનાથી તમને બચાવે છે. આંબાના પાંદડા ચાયનીઝ દવાઓમાં ખુબ ઉપયોગ કેરવા આવે છે, તમે અસ્થમાથી છુટકારો મેળવવા માટે તેના પાંદડાની રાબ બનાવીને થોડું મધ ભેળવીને ઉપયોગ કરી શકો છો.

પેટ માટે રામબાણ :

કુદરતે આપણને ઘણી બીમારીઓનો ઉપાય આપેલા જ છે. ખાસ કરીને કુદરતી ઉપચારની કોઈ આડઅસર પણ થતી નથી. પેટની બીમારી માટે આંબાના કુણા પાંદડા તમારા માટે સંજીવની નું કામ કરે છે. થોડા આંબાના પાંદડાને ગરમ પાણીમાં નાખો, વાસણથી ઢાંકી દો અને આખીરાત તેને મૂકી રાખો. બીજા દિવસે સવારે પાણીને ગાળીને ખાલી પેટ પી જાવ. તે નિયમિત પીવાથી પેટની બધી ગંદકી બહાર નીકળી જાય છે અને પેટના કોઈ રોગ થતા નથી.

આંબાના પાંદડાનો ઉપયોગ કરવાની રીત :

આછા રંગના નાના આકારના આંબાના પાંદડા તોડી લો, તેને સારી રીતે ધોવો અને નાના નાના ટુકડા કરીને ચાવો. આંબાના થોડા પાંદડા તોડો ને આખી રાત વાસણમાં પલાળી દો. સવારે તેનો ઉપયોગ કરો. ધ્યાન રાખશો તેનો ઉપયોગ ખાલી પેટ જ કરવો. પાંદડાને ધોઈને તડકામાં સૂકવો અને પાવડર બનાવી લો. તે પાવડર ની એક ચમચી લો અને એક ગ્લાસ પાણી સાથે ભેળવીને પો લો. રોજ સવારે એક ચમચી સેવન કરવાથી બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં રહે છે.