આમીરની દીકરીએ ફરી બોલ્ડનેસમાં બધાને છોડ્યા પાછળ, લેટેસ્ટ ફોટો થયા વાયરલ

બોલીવુડમાં સ્ટાર કિડ્સની રોજ ચર્ચા થતી હોય છે. ઘણા સ્ટારકિડ્સ બોલીવુડમાં ડેબ્યુ કરી ચુક્યા છે, પણ ઘણા સ્ટારકિડ્સનું હજુ પણ ડેબ્યુ થવાનું બાકી છે. ફેન્સ આ સ્ટાર કિડ્સ વિષે જાણવા માટે ઉત્સુક રહે છે. કરીના કપૂરના દીકરા તૈમુર અલી ખાનથી લઈને શાહરુખ ખાનની દીકરી સુહાના ખાનના સમાચારો તો હંમેશા હેડલાઈનમાં રહે છે.

હવે આમિર ખાનની દીકરી ઈરા ખાનનું પણ એક્ટર તરીકે ડેબ્યુ થવાની ચર્ચા શરૂ થઈ ગઈ છે. ઈરા ખાને હાલમાં જ ડાયરેક્ટર તરીકે ડેબ્યુ કરી લીધું છે. ઈરાના ફોટા ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યા છે. ઈરા ખાને હાલમાં જ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર બોલ્ડ ફોટા પોસ્ટ કર્યા છે. ઈરાએ ફોટા શેયર કરતા લખ્યું, શું વ્યુ છે?

ફોટામાં ઈરા ખાન બેકલેસ ગાઉનમાં દેખાઈ રહી છે. ઈરાના ફોટા પર ફેન્સે કમેન્ટ પણ કરી છે. અમુક યુઝરે તેને બ્યુટીફૂલ તો અમુકે બોલીવુડ ક્વીનના નામથી બોલાવી. પણ અત્યાર સુધી ઈરાના બોલીવુડમાં આવવાની કોઈ પાક્કી જાણકારી નથી, પણ એ તો કહી શકાય છે કે, જયારે પણ ઈરા બોલીવુડમાં આવશે તો પોતાના પિતાની જેમ હિટ થઈ જશે.

ઈરા ખાને થિયેટર પ્રોડક્શન ‘યૂરિપિડિસ મેડિયા’ (Euripides’ Medea) થી પોતાનું ડાયરેક્ટરલ ડેબ્યુ કર્યું છે. યૂરિપિડિસ મેડિયા સૌથી લોકપ્રિય ગ્રીક ટ્રેજેડીમાંથી એક છે, જેમાં આમિરના દીકરા જુનૈદ ખાન અને અભિનેત્રી હેઝલ કીચ અને બીજા કલાકારો પણ છે.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.