એક વાર ફરી વાયરલ થયો આમિરની દીકરી ઈરાનો ફોટોશૂટ, ગ્લેમરસ ફોટાથી વધાર્યું તાપમાન

આમીર ખાન બોલીવુડના એકમાત્ર એવા કલાકાર છે, જેમને મિસ્ટર પરફેક્શનિસ્ટના નામથી ઓળખવામાં આવે છે. આમીર ખાનની ફિલ્મ સુપરહિટની ગેરંટી છે. તે વર્ષમાં એક જ ફિલ્મ કરે છે, અને આ ફિલ્મ સુપરહિટ થઈને કરોડો કમાવી આપે છે.

આમીર બોલીવુડના એક એવા કલાકાર છે, જેની ફિલ્મોની રાહ ન માત્ર દર્શકો પરંતુ બોલીવુડના કલાકારોને પણ હોય છે. આમિરે કિરણ રાવ સાથે બીજા લગ્ન કર્યા છે. તેની પહેલા લગ્ન રીના દત્તા સાથે વર્ષ ૧૯૮૬ માં થયા હતા. રીનાથી તેમના બે બાળકો છે જેમના નામ જુનેદ અને ઈરા ખાન છે.

ઈરા હાલના દિવસોમાં અવાર નવાર પોતાના ગ્લેમરસ ફોટા શેયર કરવાને કારણે સતત સમાચારોમાં છવાયેલી રહે છે. તેવામાં હાલમાં જ ઈરાના લેટેસ્ટ ફોટાશુટ સામે આવ્યા છે, જેમાં તેણે લાલ કલરનું ગાઉન પહેર્યું છે. આ ગાઉનમાં ઈરા ઘણી હોટ લાગી રહી છે.

સોશિયલ મીડિયા યુઝર્સને પણ ઈરાનું આ લુક ઘણું પસંદ આવી રહ્યું છે. ઈરા સોશિયલ મીડિયા ઉપર ઘણી એક્ટીવ છે, અને દર બીજા દિવસે તેના ફોટા શેયર કરતી રહે છે. ઘણા ફેન્સ તો ઈચ્છે છે કે, ઇરા વહેલી તકે બોલીવુડમાં ડેબ્યુ કરી લે.

ઈરાએ ફોટોશુટમાં પોતાના લુકથી લોકોને પોતાની સુંદરતાના દીવાના બનાવી દીધા છે. વાયરલ થયેલા ફોટામાં તેના વાળ ખુલ્લા છે, અને લાલ રંગની લીપસ્ટીક તેની ઉપર સારી લાગી રહી છે. તે પહેલી વખત નથી જયારે ઈરાના આવા પ્રકારના ગ્લેમરસ ફોટા વાયરલ થયા છે.

તે પહેલા પણ તેના ઘણા હોંશ ઉડાડી દે તેવા ફોટોશુટ વાયરલ થઈ ચુક્યા છે. થોડા સમય પહેલા ઇરાનો પોતાના પિતા આમીર ખાન સાથેનો ફોટો વાયરલ થયો હતો જેના માટે તેને ઘણી ટ્રોલ કરવામાં આવી હતી. ખાસ કરીને એ ફોટામાં તે પોતાના પિતા આમીર ખાન સાથે ટૂંકો ડ્રેસ પહેરીને બેઠી હતી, અને તે ફોટો ફેન્સને પસંદ આવ્યો નહતો, જેને કારણે જ તેને ટ્રોલિંગનો ભોગ બનવું પડ્યું. તમે જુવો ઈરાના ફોટોશુટના ફોટા.

જુઓ ફોટા :

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.