આ વિલને સ્કુલની ફી માટે વાસણ માંજ્યા, પંચર બનાવ્યા, આવી છે એક કલાકારની સંઘર્ષની કહાની

સાયકલના પંચર બનાવ્યા, હોટલોમાં વાસણ માંજ્યા, કરીયાણા ની દુકાન ઉપર કામ કર્યું અને લોટની ઘંટી ચલાવી. આ છે લગાન અને ‘ગંગાજળ’ જેવી હીટ ફિલ્મોમાં કામ કરી ગયેલ યશપાલ શર્મા ના સંઘર્ષની કથા. અભિનય માં નામના મેળવી ચૂકેલ યશપાલ શર્મા હવે ફિલ્મનું ડાયરેકશન કરવા જઈ રહ્યા છે. આ ફિલ્મ હરિયાણાના શેકસપિયર ગણાતા ફોક આર્ટીસ્ટ અને કવી લક્ષ્મીચંદના જીવન ઉપર આધારિત હશે. યશપાલ શર્મા પોતે પણ હરિયાણા ના છે.

યશપાલ શર્માએ જણાવેલ કે ૨૨ વર્ષની ઉંમરમાં તે હરિયાણાના હિસારમાં પોતાના ઘરેથી ભાગીને દિલ્હી આવી ગયેલ હતો. અભિનયને લઈને એવી ધૂન હતી કે ન્યુઝપેપર માં નાટક ‘અંધા યુગ’ માં મંચન ના સમાચાર સાંભળીને તેને જોવાનું નક્કી કરી લીધું અને નીકળી પડ્યો. આ નાટક તેને એટલું ગમતું હતું કે ૪ મહિના સુધી પાછા ફરીને ઘેર ન આવ્યો. ચાર મહિના પછી જયારે તે ઘેર પાછો ફર્યો તો લોકોએ પૂછ્યું ભાઈ ક્યા ગયો હતો? શું કરવા ગયો હતો? જ્યારે યશપાલે આખી વાત જણાવી અને કહ્યું કે અભિનય લાઈનમાં જવા માગું છું તો ઘરમાં કોઈ રાજી ન થયું. ઘરવાળાને લાગતું હતું કે અભિનય નાટક છે, તેમાં કોઈ પૈસા નથી મળતા

અભ્યાસનો ખર્ચ ઉઠાવવા માટે કર્યું પાર્ટ ટાઈમ કામ

યશપાલે જણાવ્યું કે ૧૦ મુ પાસ કર્યા પછી તેમની માતાનું મૃત્યુ થઇ ગયું હતું. પિતાજી બેદરકાર હતા તો આગળનો અભ્યાસ પૂરો કરવા માટે પોતે પાર્ટ ટાઈમ કામ કરવાનું શરુ કરી દીધું. હોટલોમાં વાસણ માંજવા, સાઈકલના પંચર કરવા, લોટની ઘંટી અને કારીયાણાની દુકાનમાં પણ કામ કર્યું. આવી રીતે સંઘર્ષ કરીને યશપાલ દિલ્હીમાં નેશનલ સ્કુલ ઓફ ડ્રામા (NSD) પહોચ્યા. NSD માં અભ્યાસ કરવા માટે જયારે યશપાલ ઘરે પહોચ્યો તો ગામ વાળા પૂછવા લાગ્યા ફિલ્મમાં ક્યારે જઈશ? લોકો ચીડવતા હતા, પૂછતાં હતા કે જો ફિલ્મની ટ્રેનિંગ લઇ લીધી તો ફિલ્મોમાં કેમ નથી આવતો? તેમને બધું ખોટું લાગતું હતું. સારું, અભ્યાસ પછી ૩ સપ્ટેમ્બર ૧૯૯૬ ના રોજ મુંબઈ આવી ગયો.

ફિલ્મ બનાવી રહેલ હતો, કોઈને વિશ્વાસ ન આવ્યો

યશપાલ ની પહેલી ફિલ્મ હતી ‘હજાર ચોરાસી કી માં’ પછી તેને ‘શુલ’ મળી. ત્રીજી ફિલ્મ હતી ફિલ્મ ‘અર્જુન પંડિત’. યશપાલ શર્માને જયારે તેમાં કામ મળ્યું તો તેમણે ઘેર ફોન કરીને જણાવ્યું કે સની દીઓલ સાથે ફિલ્મ નું સુતિંગ કરી રહેલ છું. પણ કોઈને વિશ્વાસ ન આવ્યો. બસ એટલું જ કહ્યું તારું ધ્યાન રાખજે. જ્યારે પડદા ઉપર જોવા લાગ્યો ત્યારે જઈને ઘર વાળાને વિશ્વાસ થયો.

૨૦૧૮ માં આવશે ૩ ફિલ્મો

આ વર્ષે કઈ ફિલ્મ આવવાની છે આ પ્રશ્ન ઉપર યશપાલે જણાવ્યું ‘મેં ત્રણ ચાર ફિલ્મનું શુટિંગ કરેલ છે. તે આ વર્ષે બહાર પડશે. મારી અને જીમ્મી શેરગીલ સ્ટાર બાયોપિક ફિલ્મ ‘એસપી ચોહાણ એન અનડોલ્ટ સ્ટોરી’ ઓગસ્ટમાં બહાર પડશે. તેની કોસ્ટિંગ મેં કરેલ છે. મનોજ ઝા ડાયરેક્ટર કરેલ છે. બીજી ફિલ્મ વિજય ભોળા નિર્દેશિત ‘મિસ્ટર પાનવાલા’ છે, તેમાં લખનઉં ના પાનવાલા નું પાત્ર મારું છે. ત્રીજી બાંગ્લા ફિલ્મ ‘ફાગુન હવાએ’ છે. તે ઉપરાંત એક તિગ્માશું ધુલિયાની ફિલ્મ ‘મિલન ટોકીઝ’ છે જે આવતા વર્ષે આવશે.

ડાયરેકશન માં ડેબ્યુ કરી રહેલ યશપાલ

યશપાલ શર્મા હવે ડાયરેકશન કરવા જઈ રહેલ છે. તે તેની તૈયારી દોઢ વર્ષથી કરી રહેલ છે. તે હરિયાણવી કવી પંડિત લક્ષ્મીચંદ ના જીવન ઉપર આધારિત બાયોપિક, હિસ્ટોરીક્લ ડ્રામા ફિલ્મ છે. યશપાલ એ જણાવ્યું કે આમ તો વાર્તા સો સવા સો વર્ષ પહેલા ની છે તેથી તેના માટે ઘણું સંશોધન કરવું પડ્યું. હવે વાર્તા લખાઈને પૂરી થઇ ગઈ છે. સંગીત ઉપર કામ ચાલી રહેલ છે. સંગીત પૂરું થતા જ બે મહિનામાં કાસ્ટ્યુમ અને લોકેશન ઉપર કામ થશે. ત્યાર પછી શુટિંગ શરુ થશે. તેના લેખક રાજુ માન છે, પ્રોડ્યુસ પોતે યશપાલ કરી રહેલ છે. લક્ષ્મીચંદ નું પાત્ર યશપાલ જ નિભાવશે. રણદીપ હુડા અને રઘુવીર યાદવ ની ગેસ્ટ અપીયરેંસ થશે. યશપાલ મુજબ હવે તેનું ફોકસ ડાયરેકશન ઉપર જ હશે. આમ તો વચ્ચે વચ્ચે અભિનય પણ કરતા રહેશે.