આંગળીમાં લોખંડની વીંટી પહેરવાની સાચી રીત કઈ છે, ખિસ્સાથી લઈને તિજોરીમાં રહેશે પૈસા જ પૈસા

પૌરાણિક માન્યતા અનુસાર શનિદેવને લોખંડની બનેલી વસ્તુઓ વધારે પ્રિય હોય છે. જે કોઈની પણ કુંડળીમાં શનિની મહાદશા અને અંતર્દશા ચાલી રહી હોય એમણે તમામ પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. જે વ્યક્તિ શનિથી પીડિત રહે છે તે વિવિધ પ્રકારના ઉપાય અજમાવે છે.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ધાતુઓ અને ગ્રહોનો ગાઢ સંબંધ છે. જો ગ્રહ વિપરીત છે, તો વ્યક્તિના જીવન પર નકારાત્મક અસર થાય છે. શુભ અશુભ ફળની પાછળ આ ગ્રહો જ કારક હોય છે. ગ્રહ સંબંધી ધાતુ શરીર પર ધારણ કરવાથી આ ગ્રહો શાંત થઈ જાય છે.

ઘોડાની નાળની વીંટીનો ઉપયોગ દરેક ક્ષેત્રમાં ઘણો શુભ માનવામાં આવે છે. સામાન્ય રીતે એનો ઉપયોગ શનિના દુષ્પ્રભાવ અને ખરાબ આત્માઓથી બચવા માટે કરવામાં આવે છે. માટે એને શનિનો વીંટી(છલ્લો) કહેવામાં આવે છે. એને જમણા હાથની વચલી આંગળીમાં ધારણ કરવામાં આવે છે. કારણ કે આ આંગળીની નીચે શનિ પર્વત હોય છે. જે વ્યક્તિ એને ધારણ કરે છે એના જીવનમાં સુખ, સંપત્તિ અને સમૃદ્ધિ આવે છે.

શનિદેવના અશુભ પ્રભાવોની શાંતિ માટે લોખંડ ધારણ કરવામાં આવે છે. પણ આ લોખંડની વસ્તુઓ સામાન્ય લોખંડ માંથી નથી બનાવવામાં આવતી. કાળા ઘોડાની નાળ જે આપમેળે ઘોડાના પગમાંથી નીકળી ગઈ હોય, એ નાળને શનિવારના સિદ્ધ યોગમાં મેળવી ઉપયોગ કરવો જોઈએ.

વ્યવસાયમાં પ્રગતિ માટે ઘોડાની નાળને શનિવારના રોજ મેળવી, એનું શુદ્ધિકરણ કરી વ્યાપારિક પ્રતિષ્ઠામાં એવી જગ્યાએ મુકો જ્યાંથી દરેક ગ્રાહકને એ સ્પષ્ટ રીતે દેખાય. નાળને એ રીતે લગાવો કે જેથી એનો ખુલ્લો ભાગ ઉપરની તરફ રહે.