આંખોનું લાલ થવું, આંખોમાં કઈંક પડ્યું હોય તેવું અનુભવવું આંખ આવવા નો સંકેત છે, જાણો તેનો ઉપચાર

આજકાલ વધતા પદુષણને લીધે ઘણી બીમારીઓ ઉત્પન થઇ છે. જેમાંથી આંખ આવવી એક મુખ્ય બીમારી છે. તેના લીધે પીડીતને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, તે રોગમાં આંખ લાલ થઇ જાય છે. તેમાં ખુબ દુઃખાવો પણ થાય છે. અને આંખમાં કઈક પડ્યું હોય તેવું લાગ્યા કરે છે. આ રોગમાં આંખને ખોલવાથી પણ દુઃખાવો થાય છે. આંખ ઉપર વધુ પ્રકાશ પડવાથી કે વધુ ભારણ પડવાથી દુખાવો ખુબ વધી જાય છે. આ રોગ વધવાથી આંખમાં પાણી નીકળવા લાગે છે ઘાટું ઘાટું. આંખોનું લાલ થવું, આંખોમાં કઈક પડ્યું હોય તેવું લાગવું અને દુઃખાવો થવો જ આ રોગના મુખ્ય લક્ષણ છે. પદાર્થ પણ નીકળે છે જેને શેપડા(કાદવ) કહીએ છીએ, આ શેપડા રાત્રે વધુ નીકળવાથી પાપણ ચોટી જાય છે.

કારણ : નાના બાળકો આંખોના રોગની બીમારીથી વધી પીડિત રહે છે કેમ કે નાના બાળકો તડકો કે બીજી વસ્તુઓની પરવા કર્યા વગર જ રમતા હોય છે. ભલે ઠંડી હોય કે ગરમી તેને કોઈની પરવા હોતી નથી. તે કારણે જ બહાર રમતી વખતે ધૂળ-માટી ના કણ આંખોમાં પડી જવાને લીધે આંખોમાં દુઃખાવો થાય છે અને સોજો આવી જાય છે. વાયુ પદુષણથી આંખોને ખુબ નુકશાન થાય છે. રોડ ઉપર ગાડીઓનો ઝેરીલો ધુમાડા થી પણ આંખોમાં ઘણા પ્રકારની બીમારીઓ ઉત્પન થાય છે.

લક્ષણ : તે સંક્રમણ (ચેપી રોગ) રોગ છે તે એક બાળકમાંથી બીજા બાળકમાં ઝડપથી ફેલાય છે. ઘરમાં કોઈ રોગીનો રૂમાલ નો ઉપયોગથી પણ આંખોનો રોગ ફેલાય છે. તે રોગમાં આંખોમાં સોજો આવી જાય છે અને આંખો લાલ થઇ જાય છે. પાંપણની કીનારીમાં શેપડા જોવા મળે છે. સુરજના કિરણોમાં બાળકોને આંખ ખોલવામાં ખુબ દુઃખાવો અને બળતરા થાય છે જયારે કોઈ રોગી બાળક રાત્રે સુઈને સવારે જાગે છે તો શેપડા ને લીધે તેની પાપણ ખુલી શકતી નથી અને પાપણ શેપડા સાથે ચોટી જાય છે. આંખોમાં સોજો હોવાથી બાળક રાત્રે સુઈ નથી શકતું. બાળકને એવું લાગે છે કે આંખોમાં કઈક પડ્યું હોય. રોગીને માથાનો દુઃખાવો પણ થાય છે. આંખોમાં અંધારા આવે છે.

જુદી જુદી ઔષધીઓથી ઉપચાર :

મધ : 5 ગ્રામ દળેલું મીઠું અને મધ ભેળવીને આંખોમાં સવાર સાંજ લગાડવાથી આંખ આવવાની બીમારીમાં આરામ મળે છે. ચન્દ્રોદય વર્તી ને વાટીને મધ સાથે આંખોમાં લગાવવાથી આંખોના રોગ દુર થાય છે.

જાયફળ : જાયફળ ને વાટીને દૂધમાં ભેળવીને આંખોમાં સવાર સાંજ લગાવવાથી બીમારીમાં રાહત મળે છે.

હળદર : 10 ગ્રામ હળદરને લગભગ 200 મી.લી. પાણી માં ઉકાળીને ગાળી લો, તેને વારંવાર ટીપાની જેમ નાખવાથી આંખોનો દુઃખાવો ઓછો થાય છે. તેનાથી આંખોમાં શીપડા આવવા અને આંખોનું લાલ થવું વગરે રોગ મટી જાય છે. તેના ઉકાળા માં પીળા રંગથી રંગેલો કપડાનો પ્રયોગ જયારે આંખ આવે ત્યારે કરો. તે સમયે તે કપડાથી આંખ સાફ કરવાથી ફાયદો થાય છે. હળદર અને અડદની દાળમાં રાંધો અને છાયામાં સુકવી લો તેને પાણીમાં ઘસીને, સાંજ થતા પહેલા જ દિવસમાં બે વખત આંખોમાં જરૂર લગાવો. તેનાથી ઝામર રોગ, સફેદ ફૂલું અને આંખોની લાલીમાં માં લાભ થાય છે.

જેઠીમધ : જેઠીમધ ને પાણીમાં નાખીને રાખી દો. બે કલાક પછી તેને પાણીમાં રૂ ડુબાડીને પાપણ ઉપર મુકો. તેનાથી આંખોની બળતરા અને દુઃખાવો દુર થઇ જાય છે. આંખ આવવાથી કે આંખ લાલ થઇ જાય તો પાંપણમાં સોજો આવવાથી મૂલહઠી, રસવંતી (રસૌત) અને ફટકડી ને એક સાથે વાટીને આંખો ઉપર લેપ કરવાથી ખુબ આરામ મળે છે.

કોથમીર : કોથમીરનો ઉકાળો તૈયાર કરીને સારી રીતે ગાળી લો, હવે તેને ટીપું ટીપું કરીને દર બે ત્રણ કલાકે આંખોમાં નાખો. તેનાથી આંખોમાં આરામ મળે છે. તેને આંખોમાં નાખવાથી શરૂઆત કરતા પહેલા આંખોમાં એક ટીપું એરંડિયાનું તેલ નાખી દો. તે આંખ આવવાની અને આંખોના રોગની ખુબ લાભદાયક દવા છે.

સત્યાનાશી : સત્યાનાશી (પીળો ધતુરો) નું દૂધ, ગાયનું ઘી સાથે આંખોમાં લગાવવાથી લાભ થાય છે. આ દૂધ દરેક વખતે ન મળે તો તે દુધને સુકવીને એકઠું કરીને રાખી લો. ત્યાર પછી જરૂર પડે ત્યારે તેને ગાયના ઘી સાથે ભેળવીને કાજળ ની જેમ આંખોમાં લગાવવાથી આંખ આવવાનો રોગ દુર થાય છે. સત્યાનાશી (પીળો ધતુરો) નું દૂધ કાઢીને કોઈ સળી ની મદદથી આંખોમાં લગાવવાથી આંખોનો સોજો દુર થશે.

ટાંકણ ખાર (બોરેક્સ) : આંખ આવવાથી બોરેક્સ અને ફટકડીને એક સાથે પાણીમાં ઓગાળી બનાવીને આંખોને ધોતા રહો.

બકરીનું દૂધ : આંખો લાલ થાય તો મોથા કે નાગરમોથા નું ફળને સાફ કરીને બકરીના દુધમાં ઘસીને આંખોમાં લગાવવાથી આરામ મળે છે.

ગુલાબ જળ : આંખોને સાફ કરીને ગુલાબજળ ના ટીપા આંખોમાં નાખવાથી રોગ દુર થઇ જાય છે. ગુલાબજળ આંખોમાં નાખવાથી આંખોની બળતરા અને ખટકવાનું પણ દુર થઇ જાય છે.

ચમેલી : નેત્રાભીષ્યન્દ ( આંખ આવવી) તો કદમ ના રસમાં ચમેલીના ફૂલને વાટીને પાપણ ઉપર લેપ કરવાથી રોગમાં લાભ થાય છે.

બેર : બેર ની ગોટલીને વાટીને ગરમ પાણીમાં સારી રીતે ગાળીને આંખોમાં નાખવાથી નેત્રાભીષ્યન્દ અને આંખોના દર્દ ઠીક થઇ જાય છે.

બાવળ : બાવળના પાંદડાને વાટીને ટીકડી બનાવી લો અને રાત્રે આંખો ઉપર બાંધી દો સવારે ઉઠો ત્યારે કાઢી લો. તેનાથી આંખોનું લાલ થવું અને આંખોનો દુઃખાવો વગેરે રોગ દુર ઠડી જશે.

માખણ : લગભગ એક ગ્રામ નો ચોથો ભાગ જેટલું સ્વર્ણ બસંત ભેળવી સવાર સાંજ માખણ અને સાકર સાથે સેવન કરવાથી આંખ આવવી, આંખોમાં શીપડા જમવા અન આંખોની રોશની નબળી હોવી વગેરે રોગ દુર થાય છે.

સાકર : લગભગ 6 થી 10 ગ્રામ મહાત્રિફલા અને સાકર ને ઘી માં ભેળવીને સવાર સાંજ રોગીને આપવાથી ગરમી ને લીધે આંખોમાં બળતરા, આંખો વધુ લાલ થી જવી, આંખોની પાપણ નો સોજો આવવો અને રોશની તરફ જોઈએ તો આંખોમાં બળતરા થવી વગેરે રોગો દુર થાય છે. તેની સાથે જ ત્રિફલા નું પાણીથી આંખોને ધોવાથી પણ આરામ મળે છે.

ફટકડી : ફટકડી ના ટીકડા પાણીમાં ડુબાડીને પાણીના ટીપા આંખોમાં રોજ ૩ થી 4 વાર લગાવવાથી લાભ મળે છે.

ત્રિફલા : 4 ચમચી ત્રિફલા નું ચૂર્ણ એક ગ્લાસ પાણીમાં પલાળી દો. પછી તે પાણી ને સારી રીતે ગાળીને આંખો ઉપર છાટ મારીને આંખોને દિવસમાં 4 વાર ધોવાથી આંખોના રોગમાં લાભ થાય છે.

વડ : વડ નું દૂધ પગના નખમાં લગાવવાથી આંખ આવવામાં ઠીક થાય છે.

દૂધ : માંના દૂધના એક બે ટીપા બાળકની આંખમાં નાખવાથી આંખોના રોગમાં લાભ થાય છે.

આંબળા : આંબળા નો રસ કાઢીને તેને કોઈ કપડામાં ગાળી લો. તે રસને ટીપું ટીપું કરીને આંખોમાં નાખવાથી આંખોનું લાલ થવું અને આંખોની બળતરા દુર થાય છે.

ગોક્ષુર : ગોખરુ ના લીલા તાજા પાંદડા ને વાટીને પાપણ ઉપર બાંધવાથી આંખોનો સોજો અને આંખોની લાલી દુર થાય છે.

હરડે : હરડે ને રાતના સમયે પાણીમાં નાખીને રાખો. સવારે તે પાણીને કપડાથી ગાળીને આંખો ધુવો. તેનાથી આંખોનું લાલ થવું દુર થાય છે.

લીંબડો : લીંબડા ના પાંદડા અને મોટા પોપટા નો રસ કાઢી ને પાપણ ઉપર લગાવવાથી આંખોનું લાલ થવું દુર થાય છે. લીંબડાના પાણી થી આંખો ને ધોઈને આંખોમાં ગુલાબજળ કે ફટકડી નું પાણી નાખો.

 

વિડીયો