આપણે ભારતીય લોકો સદીઓથી દરેક વસ્તુ પાછળ જ્યોતિષ કારણોને જોડતા આવ્યા છીએ. એટલે કોઈની આંખ ફરકે છે તો આપણે તેને શુભ કે અશુભ સંકેત સમજી લઈએ છીએ, અને સાવચેતી રાખવાનું શરુ કરી દઈએ છીએ. તમે પણ આ વાત ઉપર ધ્યાન આપ્યું હશે કે જયારે પણ આપણા કોઈ મિત્ર કે ઘરના સભ્યની આંખ ફરકે છે, તો તે આપણને એ પ્રશ્ન જરૂર કરે છે, કે યાર જમણી આંખ ફરકવું શુભ હોય છે કે ડાબી? એટલે આપણે તેની વાતનો જવાબ નથી આપી શકતા. પરંતુ શું તમે જાણો છો આંખ ફરકવા પાછળ જ્યોતિષ કારણ જ નહિ પરંતુ થોડા વેજ્ઞાનિક કારણ પણ હોઈ શકે છે? ખાસ કરીને આપણી આંખ કે શરીરના બીજા અંગોનું ફરકવું આપણા આરોગ્ય સાથે જોડાયેલા ઘણા રહસ્ય ખુલ્લા પાડે છે.
ઘણા બધા લોકોને થોડી સેકન્ડ માટે આંખ ફરકવાનો અનુભવ થાય છે, તો તે થોડા લોકો એવા પણ છે જેની આંખ એક વખત ફરકવાનું શરુ કરી દે તો તેને ઠીક થવામાં ૧ કે ૨ દિવસ લાગી જાય છે. ઘણી વખત સ્થિતિ એટલી ગંભીર બની જાય છે કે આપણે ડોક્ટર પાસે જવું પડે છે. અને વેજ્ઞાનિક આંખ ફરકવાને ‘Myokymia’ નું નામ આપે છે. આજના આ લેખમાં અમે તમને આંખ ફરકવાના આપણા આરોગ્ય સાથે જોડાયેલા સંકેતો વિષે જણાવવા જઈ રહ્યા છીએ, જે જાણવું તમારા માટે ઘણું જરૂરી છે.
આંખોમાં તકલીફ :
હંમેશા આપણે આંખ ફરકવાને સારા કે ખરાબ પરિણામો સાથે જોડતા આવ્યા છીએ. પરંતુ તમને એ જાણીને નવાઈ થશે કે આંખ ફરકવાને આપણી માંસ પેશીઓ સાથે સંબંધિત કોઈ સમસ્યા સાથે ગાઢ સંબંધ હોઈ શકે છે. એટલે જો તમારી આંખ વારંવાર ફરકે છે તો એક વખત કોઈ સારા જાણકાર પાસે તમારી આંખોની તપાસ જરૂર કરાવી લો. કેમ કે બની શકે છે કે તમારી આંખો નબળી થઇ ગઈ હોય અને ચશ્માંની જરૂર હોય.
માનસિક તણાવ :
તણાવ એટલે સ્ટ્રેસ આજની યુવા પેઢીની એક સામાન્ય અને ગંભીર સમસ્યા બની ચુકી છે. એટલે આંખ ફરકવા પાછળનું કારણ તમારો માનસિક કે શારીરિક તણાવ પણ હોઈ શકે છે. એવી સ્થિતિમાં ઘણી વખત આપણે બેચેનીનો અનુભવ કરીએ છીએ અને શાંતિથી સુઈ પણ નથી શકતા. અને પછી ઊંઘ પૂરી ન થવાને કારણે આંખ ફરકવા લાગે છે.
થાકનો અનુભવ કરવો :
જેવી રીતે આપણે આખો દિવસ કામ કર્યા પછી થાકી જઈએ છીએ, તેનાથી ન માત્ર આપણું શરીર પરંતુ આંખો પણ થાકી જાય છે અને ફરકવા લાગે છે. આ સ્થિતિમાં તમારી આંખોને થોડો સમય સુધી બંધ કરીને સુઈ જાવ.
ડ્રાઈનેસ કે સુકાપણું :
જો તમારી આંખો વધુ ડ્રાઈ (સુકી) છે કે પછી આંખોમાં કોઈ પ્રકારની એલર્જી કે ખંજવાળની સમસ્યા થતી રહે છે, તો આંખો ફરકવી સામાન્ય છે. એટલે તમે તમારા નજીકના આંખના ડોક્ટર પાસે એક વખત આંખોની તપાસ જરૂર કરાવી લો. જેથી તે તમારી આંખોના સુકાપણાને દવાની મદદથી દુર કરી શકે. સાચા ઈલાજ પછી આંખોના ફરકવા માંથી છુટકારો મેળવી શકાય છે.