આંખમાં કાંકરી પડી જાય, કે બળતરા થાય, કે ખુંચે તો એક વાર આ પણ અજમાવીને જુઓ.

આંખોમાં કાંકરી પડી જાય કે બળતરા થવા ઉપર ઘરેલું નુસખા.

ક્યારે ક્યારે આંખમાં કાંકરી, નાના રજકણ કે નાના જીવડા પડી જાય છે. ત્યારે લોકો આંખો ચોળવા લાગે છે, તેનાથી વધુ તકલીફ થઇ જાય છે. આંખો ચોળતા ચોળતા લાલ થઇ જાય છે. તેવામાં નીચે જણાવેલ ઘરેલું નુસખા લાભદાયક સિદ્ધ થાય છે.

સૌથી પહેલા તો આંખોમાં કંઈક પડવાથી આંખ ઉપર ઠંડા પાણીની છાંટ મારો, છાંટ મારવાથી માટીના કણ આંખમાંથી નીકળી જાય છે.

ત્યાર પછી દુધની મલાઈને પાણીમાં નાખો અને થોડા સમય પછી આંખો ચોખ્ખા પાણીથી સાફ કરો. આવું ત્યાં સુધી કરો જ્યાં સુધી આંખને આરામ ન થઇ જાય, સતત આંખને ધુવો.

દહીંની મલાઈ પાપણ ઉપર લેપ કરવાથી ગરમી અને બળતરા નીકળી જાય છે. આ અનુભવ સિદ્ધ નુસખો છે. દહીંની મલાઈ ઉપલબ્ધ ન હોય તો દુધની મલાઈથી પણ કામ ચાલી શકે છે, પણ પાપણ ઉપર મલાઈ ઠંડી જ લેપ કરવી.
ગાયનું માખણ આંખો ઉપર લગાવવાથી આંખોની બળતરા દુર થાય છે. માખણનું આંજણ આંખમાં લગાવવાથી વધુ લાભ થાય છે. તેનાથી આંખોની દ્રષ્ટિ પણ વધે છે.

શુદ્ધ મધ એક ટીપું આંખમાં નાખો, શુદ્ધ મધ થોડું આંખમાં બળશે પણ, જો મધ શુદ્ધ નહિ હોય તો તે બળશે નહી, મધથી આંખની સંપૂર્ણ સફાઈ થાય છે.

ડુંગળી, મધ, લસણ અને લીંબુનો રસ સરખા ભાગે ભેળવીને એક ટીપું આંખમાં નાખો, તેનાથી આંખોમાંથી કાંકરી નીકળી નીકળી જશે, આ એક દેશી આઈ ડ્રોપ જેવું પણ કામ કરશે. તમામ પ્રકારના આંખના રોગ માટે આ ઘણું ઉત્તમ છે.

હળદર, ફટકડી અને આંબલીના પાંદડાને સરખા ભાગે લઈને પોટલી બનાવીને શેક કરવાથી બળતરા મટે છે. તેનાથી આંખની લાલી પણ દુર થઇ જાય છે.

સફરજનને આગમાં શેકીને તેને મસળી લો. પછી તેની પોટલી બનાવીને રાત્રે આંખની પાપણની ઉપર બાંધવાથી થોડા જ દિવસોમાં આંખની બળતરા, ભારેપણું, દ્રષ્ટિભંગતા, દુ:ખાવો વગેરે વિકાર દૂર થઇ જાય છે.

બાવળના પાંદડાને વાટીને ટીકડી બનાવીને ઘી માં શેકીને આંખની પાપણ ઉપર ગરમ કરવાથી પાપણનો સોજો અને આંખમાંથી પાણી નીકળવાનું અટકી જાય છે.