આંખના સોજા, દુઃખાવો અને કાળાશને દૂર કરે છે આ 7 ઘરેલુ ઉપાય

આંખ આસપાસ કાળપણું, સોજો અને દુ:ખાવાની સમસ્યાથી ઘરેલું ઉપચારથી છુટકારો મેળવી શકાય છે. આ નુસખાની મદદથી સોજો અને દુ:ખાવો સરળતાથી દુર થઈ શકે છે. આંખની સંભાળ માટે ઉપચાર

આંખોની ઇજા દૂર કરે :

આંખની નીચે અને આસપાસના સ્થાનો ઉપર કાળાપણું (બ્લેક આઇ) એક પ્રકારની સમસ્યા હોય છે. એ ઘણા કારણોથી થઈ શકે છે. જેમ કે નાક ઉપર અથવા ચહેરા ઉપર ઈજા, જડબાની સર્જરી, આંખો પાસે સ્કિન ઇન્ફેક્શન અથવા કોઈ પ્રકારના ઍલર્જિક રીએક્શન થઇ શકે છે. તે ખૂબ જ તકલીફ આપનારું હોવા સાથે જોવાની ક્ષમતા ઉપર પણ અસર કરે છે.

આવો જાણીએ તેનાથી છુટકારો મેળવવાના ઘરેલું નુસખા વિષે :

આઇસ પેક :

આંખની આસપાસ સોજા ઉપર કાળાપણું થવા ઉપર આઇસ પેકની મદદ લો. તે સોજામાં આરામ અપાવશે સાથે જ લોહીની ધમનીઓમાં અવરોધ ઉત્પન્ન કરે છે. જેનાથી આંતરિક બ્લીડીંગ બંધ થઇ જાય છે. આ પીડામાં ખૂબ જ ઝડપથી આરામ અપાવશે. બરફને કોઈ કપડામાં બાંધીને જ શેક કરો.

ગરમ પાણીથી શેક :

ઇજા થયા પછી એક અથવા બે દિવસ પછી આંખોની આસપાસ કાળાપણું દેખાય છે. તેવામાં ગરમ સેક પણ ખૂબ ફાયદાકારક હોઈ શકે છે. તેનાથી આંખોની આસપાસના ઉત્તકોમાં લોહીનો પ્રવાહ વધે છે, જેના કારણે ઇજા ઠીક થવામાં મદદ મળે છે.

તેના માટે એક સાફ કપડુ ગરમ પાણીમાં પલાળીને પછી તેને સારી રીતે નીચોવી લો. જેથી તેનામાં પાણીમાં ન રહે અને તેને ઈજા વાળા ભાગ ઉપર ત્યાં સુધી રાખો જ્યાં સુધી કાપડુ ઠંડું ન થઇ જાય. આ ઉપાય દિવસમાં ઘણી વાર ઉપયોગ કરી શકો છો.

વિટામીન સી :

જો તમે આ સમસ્યાથી પીડાવ છો, તો તમારા ખોરાકમાં વિટામીન સીનો જરૂર ઉમેરો કરો. ઘણા બધા ખાદ્ય પદાર્થો એવા હોય છે. જેમાં વિટામીન સી પૂરતા પ્રમાણમાં મળી આવે છે, જેમ કે જામફળ, આંબળા, નારંગી, લીંબુ, બ્રૉકલી, મીઠા બટેટા અને કેરી વગેરે. વિટામીન સી ના સેવનથી લોહીની ધમનીઓની દિવાલ જાડી થાય છે. જેના કારણે ઇજાને જલ્દી ઠીક થવામાં મદદ મળે છે.

અનાનસ :

અનાનસથી કેવી રીતે કાળી આંખની સમસ્યા માંથી છુટકારો મેળવવો સરળ થઇ જાય છે. અનાનસ એંટીઓક્સીડેંટથી ભરપુર હોય છે, જેણે કારણે તે ત્વચાના રંગમાં આવેલા ફેરફારને ઠીક કરે છે. તેમાં રહેલા ખાસ પ્રકારના એન્જાઈમ ત્વચાને મુલાયમ કરી જલ્દીથી ઠીક કરે છે. અનાસના એક ટુકડાને અસરગ્રસ્ત ભાગ ઉપર લગાવો અથવા તેનો રસ પણ પી શકો છો.

વિટામીન કે :

વિટામીનના સેવનથી સોજામાં ઘટાડો થાય છે. જો વિટમિન કે ની ગોળીઓ અથવા ખોરાકનું સેવન કરવામાં આવે તો ઈજાને કારણે થતા સોજામાં પણ ઘટાડો જોવા મળી શકે છે. વિટામીન k થી ભરપુર ખોરાકમાં તમે પાલક, અજમો, બ્રૉકલી, શલઝમ, સ્પ્રાઉટ્સ વગેરેનો ઉપયોગ કરી શકો છો.

લાલ મરચા પાઉડર અને વેસ્લીન :

મોટાભાગના લોકો બ્લેક આઇથી બચવા માટે લાલ મરચા પાઉડરને વેસ્લીનમાં ભેળવીને લગાવે છે. પરંતુ તેને લગાવતી વખતે ખૂબ જાગૃત રહેવાની જરૂર છે. મિશ્રણ અસરગ્રસ્ત ભાગ ઉપર જ લગાવો ધ્યાન રાખો, તે આંખોમાં ન જાય. થોડા કલાક પછી તેને ટીસ્યુ અથવા કપડાંથી સારી રીતે સાફ કરી લો. દિવસમાં ત્રણ વાર આ મિશ્રણને ઈજા વાળા ભાગ ઉપર લગાવો.

અર્નીકા :

આર્નિકા એક પ્રકારનું હર્બ છે. જે સોજા ઓછા કરવાનું કામ કરે છે. તેની સાથે તે આંખોના સ્નાયુઓ અને બીજા ઉતકો ઉપર થયેલી ઈજાને ઠીક કરે છે. વહેલામાં વહેલી તકે અર્નીકાનો ઉપયોગ કરવાથી ઈજા ગંભીર થવાથી બચાવી શકાય છે. આર્નિકા ક્રીમ અને તેલ બંને રૂપે બજારમાં ઉપલબ્ધ હોય છે.

કુદરતી તેલ :

કુદરતી તેલની મદદથી બ્લેક આઇ માંથી છુટકારો મેળવવો સરળ બને છે. કુદરતી તેલની મદદથી સોજા અને દુ:ખાવામાં આરામ મળે છે. તમે ઇચ્છો તો નાળિયેર તેલ, એરંડીના તેલનો ઉપયોગ કરી શકો છો. આ કુદરતી તેલનો ઉપયોગ દિવસમાં બે ત્રણ વાર પણ કરી શકે છે. તેની કોઈ સાઇડ ઇફેક્ટ નથી થતી.

બટેટા :

બટેટામાં દુ:ખાવો ખેંચવાની ક્ષમતા હોય છે. તેની સાથે જ તે સોજા પણ ઓછા કરે છે. બટેટાની સ્લાઈસને ફ્રીજમાં બે ત્રણ કલાક માટે રાખો. ત્યાર પછી ઠંડી થયેલી બટેટાની સ્લાઈસને અસર વાળા ભાગ ઉપર અડધો કલાક માટે મૂકી રાખો. તમે ઇચ્છો તો બટેટાના રસનો પણ ઉપયોગ કરી શકો છો.