આપણા શરીરના સ્વાસ્થ્યને વાયુ, અગ્નિ અને જળ કઈ રીતે કરે છે પ્રભાવિત? જાણો વૈધે આપેલી ઉપયોગી જાણકારી.

વાયુ, અગ્નિ અને જળ આ ત્રણ મહત્વ ના પરિબળ છે. પૃથ્વી પર ત્રણ નો પ્રકોપ કુદરત કરે ત્યારે વિનાશ સર્જાય.

આપણું શરીર એ એક પૃથ્વી છે. પિંડે સો બ્રહ્માડે.

તો જળ નું સ્થાન મસ્તિક છે. ભગવાન શિવ ની જટા માંથી ગંગાજી પ્રગટ થાય. અર્થાત મસ્તિક ને જળ તત્વ થી સચીત કરવું.. માટે આધુનિક વિજ્ઞાન મસ્તિક ને ચોકસ પ્રવાહી માં તરતું હોય તેવી થિયેરી રજુ કરે છે.

હૃદય નું સ્થળ વાયુ નું છે. વાયુ જે વસ્તુ ને પકડી રાખે. હનુમાનજી એ છાતી ચીરી ને રામ ને હૃદય માં સ્થિત બતાવ્યા.. પોલાણ હોય ત્યાંજ વાયુ રહી શકે. યાની ફુગ્ગા જેવું હૃદય..

અને લીવર જે અગ્નિ નું સ્થાન છે. જ્યાં સદાય આગ લાગેલી રહે. જેને જીગર કહે.. પાચક કરવાનું પોષવાનું અને કચરા ને બાળવાનું કામ બ્રહ્માએ કરવાનું યાની નવ સર્જન કરવાનું.. અગ્નિ નો રંગ નીલાભ જે લીવર ના રંગ નું પ્રતીક.

જ્યારે જ્યારે જલતત્વ વધે કફ વધે ત્યારે મસ્તિક માં થી પ્રવાહી દૂષિત તત્વો દૂર થાય.. શરદી..

સાથે વાયુ કુપિત થાય ત્યારે શ્વાસો શ્વાસ વધે ને કફ ને કાઢવા ખાંસી શરૂ થાય..

અને અગ્નિ દૂષિત થાય એટલે જ કફ વધે. કેમકે જળ તત્વ ને બેલેન્સ એ કરે.. એટલે અગ્નિ તત્વ નબળું પડે એટલે સર્જન ઓછું અથવા બંધ થાય. શરીર માં કચરાનો ભરાવો. જલતત્વ નો વધારો.

આ છે યુનાની આયુર્વેદ નો મારો સાર. મારી રસ પરંપરા ના ગુરુ વૈધોનું રહસ્ય. ગ્રામીણ વૈધો ની સરળ સમજ..

શુ કો-રો-ના ની વ્યાખ્યા આટલી સરળ કોણ સમજાવે? એટલે ગ્રામ વૈધો ઓછી દવાએ રોગ ને જળ મૂળ થી મટાડે..

– વૈધ જીતુભાઇ, ડીસા.