આર્થિક સુસ્તી સામે લડવા અને રોકાણ વધારવા માટે 25 મોટા ઉદ્યોગપતિઓ સાથે બનાવ્યો આ પ્લાન

આર્થિક સુસ્તીનો સામનો કરવા અને રોકાણ વધારવા માટે મોદી સરકાર દેશના 25 મોટા ઉદ્યોગપતિઓ સાથે વાત કરી રહી છે. ઘણા ક્ષેત્રોમાં સુસ્તીને કારણે આલોચનાનો સામનો કરી રહેલી સરકાર ઉદ્યોગપતિઓની સમસ્યાઓને જાણવા પ્રયત્ન કરી રહી છે.

સરકારે ટાટા, રિલાયન્સ, બિરલા, મહિન્દ્રા, અદાણી, ઈંફોસિસ અને વિપ્રો જેવી કંપનીઓના પ્રમુખો સાથે વાતચીત શરૂ કરી દીધી છે. આ કંપનીઓ સાથે વાત કરીને એમની સુસ્ત પડેલી અર્થવ્યવસ્થાનો સામનો કરવા અને કંપનીઓ દ્વારા વ્યાપારમાં આવી રહેલી સમસ્યાઓના સમાધાન પર વાતચીત કરવામાં આવી રહી છે.

ટાઈમ્સ ઓફ ઈન્ડિયામાં છપાયેલા એક સમાચાર અનુસાર, આ પહેલ વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલની પ્રોજેક્ટ મેનેજમેન્ટ સેલ અંતર્ગત શરૂ કરવામાં આવી છે. આ અંતર્ગત ઓટોમોબાઈલ સેકટરની દિગ્ગજ કંપની મારુતિ સુઝુકી સાથે વાતચીત કરવામાં આવી છે.

ઓટો સેક્ટરમાં છવાયેલી સુસ્તીને દૂર કરવા માટે વાતચીત દ્વારા હોઈ ઉકેલ નીકળી શકે છે. એન સિવાય સરકારે હિંદુસ્તાન યુનિલિવર(એચયૂએલ) સાથે પણ વાતચીત શરૂ કરી છે. મારુતિએ કારોબાર માટે ફાઈનાન્સની સમસ્યા વિષે કહ્યું છે, જયારે એચયૂએલએ પ્લાસ્ટિકનો મુદ્દો ઉઠાવીને વ્યાપાર પર પડી રહેલા નકારાત્મક પ્રભાવ વિષે જણાવ્યું.

તેમજ આવનારા અમુક દિવસોમાં પીયૂષ ગોયલ, વેદાંતા ગ્રુપના અનિલ અગ્રવાલ, ભારતી એયરટેલ ગ્રુપના સુનીલ મિત્તલ, જેએસડબ્લ્યુના સજ્જન જિંદલ, સન ફાર્માના દિલીપ સંઘવી, એચડીએએસીના ચેયરમેન દીપક પારેખ જેવા બિઝનેસ લીડર્સ સાથે મુલાકાત કરી વાતચીત કરશે. કંપની ધીમે ધીમે બધા સાથે વાતચીત કરશે.

સરકાર વિનિયામક, લાઈસન્સ અથવા ધન સંબંધિત સમસ્યાઓનો સામનો કરવા માટે કોર્પોરેટસને સંબંધિત ઓથોરિટીઝ સાથે જોડવા પ્રયત્ન કરશે. એક અધિકારી અનુસાર સરકાર રોકાણમાં આવી રહેલી અડચણો વિષે જાણવા પ્રયત્ન કરી રહી છે. તેમજ કંપનીઓ પાસે રોકાણનો પ્લાન માંગવામાં આવી રહ્યો છે. સરકારને આશા છે કે, વીતેલા દિવસોમાં કોર્પોરેટ ટેક્સમાં ઘટાડા પછી કંપનીઓ નવા મેન્યુફેકચરિંગ યુનિટ સ્થાપિત કરશે.

જણાવી દઈએ કે, દુનિયાની સૌથી મોટી રેટિંગ એજંસી મૂડીઝ ઈન્વેસ્ટર્સ સર્વિસે ચાલુ નાણાકીય વર્ષ માટે ભારતના આર્થિક વિકાસ દરના પોતાના અનુમાનમાં ઘટાડો કર્યો છે. એજંસીનું કહેવું છે કે, ચાલુ નાણાકીય વર્ષ 2019-20 માં ભારતનો આર્થિક વિકાસ દર ઘટીને 4.9 ટકા રહી શકે છે. ખરાબ થયેલી અર્થવ્યવસ્થા પર મોદી સરકારે છેલ્લા થોડા દિવસોમાં મોટા નિર્ણય લીધા છે, પણ જમીન સ્તર પર એની એટલી અસર જોવા નથી મળી રહી. એવામાં ઉદ્યોગપતિઓ સાથે વાતચીત કરી સરકાર આ સમસ્યા સામે લડવાના પ્લાનિંગમાં છે.

આ માહિતી જનસત્તા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.