આશા ભોંસલેએ 16 વર્ષની ઉંમરમાં જ કર્યા પ્રથમ લગ્ન, પરંતુ બીજા લગ્નથી કંઈક આવું બદલાઈ ગયું જીવન.

પોતાની લવ લાઈફને લઈને આશા ભોંસલેએ ખોટો નિર્ણય લીધો, 16 વર્ષમાં પ્રથમ લગ્ન અને બીજા લગ્ન પછી જીવન…

જ્યારે એક તરફ પ્લેબેક સિંગર આશા ભોંસલેએ અનેક ભાષાઓમાં હજારો ગીતો ગાઈને મ્યુઝિક ઇન્ડસ્ટ્રીમાં સફળતા પ્રાપ્ત કરી હતી, તો તેણીએ તેની લવ લાઈફને લઈને કેટલાક ખોટા નિર્ણયો પણ લીધા. તો ચાલો તમને જણાવીએ તેના અંગત જીવન વિશે …

‘આશા ભોંસલે’ સંગીતની દુનિયામાં એક એવું નામ છે, જેને કોઈ પરિચયની જરૂર નથી. તેમણે ઘણા સુપરહિટ ગીતોમાં પોતાનો મધુર અવાજ આપ્યો જેમાં ‘પરદે મેં રહને દો’, ‘ચૂરા લિયા હૈ’, ‘ઉડે જબ-જબ જુલ્ફે તેરી’, ‘જરા સા ઝૂમ લૂ મૈં’ જેવા તેમના ગીતો સામેલ છે. એટલું જ નહીં પ્લેબેક સિંગર તરીકેના સૌથી વધુ ગીતોનો રેકોર્ડ કરવા બદલ તેમનું નામ ‘ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ’માં નોંધાયેલું છે.

એકંદરે, તેમણે સંગીત ઉદ્યોગમાં ઘણી સફળતા પ્રાપ્ત કરી છે, પરંતુ વાત જ્યારે તેના વાસ્તવિક જીવનની આવે છે, ત્યારે તેની સાથે તેની બરાબર વિરુદ્ધ થયું, જેના વિશે તમે કદાચ નહિ જાણતા હો. તો ચાલો તમને આશા ભોંસલેના અંગત જીવન વિશે જણાવીએ.

શરૂઆતના જીવનમાં થઇ ગઈ હતી ભૂલ

આશા ભોંસલેનો જન્મ 8 સપ્ટેમ્બર 1933 ના રોજ મહારાષ્ટ્રના સાંગલીમાં થયો હતો. તેમના પિતા દીનાનાથ મંગેશકર એક પ્રખ્યાત ગાયક અને હીરો હતા, જેમણે શાસ્ત્રીય સંગીતનું શિક્ષણ ખૂબ જ નાની ઉંમરે આશાને શીખવ્યું હતું. પરંતુ તેમના પિતાના અવસાન પછી 9 વર્ષની ઉંમરમાં તેને કુટુંબ સાથે કોલ્હાપુર આવવું પડ્યું. જ્યાં તેમણે તેમની મોટી બહેન લતા મંગેશકર સાથે મળીને કુટુંબ માટે ખાવા કમાવા માટે ફિલ્મોમાં અભિનય અને ગાવાનું શરૂ કર્યું હતું.

ત્યાર પછી જ્યાં લતા મંગેશકરે સંગીત ઉદ્યોગમાં પોતાને એક ગાયક તરીકે સ્થાપિત કરી લીધા હતા, તો આશા હજી પણ પોતાનું નામ કમાવા માટે સંઘર્ષ કરી રહી હતી. આ દરમિયાન આશાએ એક એવું પગલું ભર્યું, જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી. ખરેખર, તે ગણપતરાવ ભોંસલે સાથે સંબંધમાં હતી, જે લતા મંગેશકરના સચિવ હતા. તે સમયે આશાની ઉંમર માત્ર 16 વર્ષની હતી અને ગણપતરાવની ઉંમર 31 વર્ષ હતી. તેમણે આ લગ્ન કુટુંબ વિરુદ્ધ ગોઠવ્યા હતા, જેના કારણે તેમણે પોતાના આખા કુટુંબને છોડવું પડ્યું હતું.

તેમના આ લગ્નથી બંને બહેનો વચ્ચે અણબનાવ સર્જાયો, પરંતુ જ્યારે આશાએ પુત્ર ‘હેમંત’ ને જન્મ આપ્યો ત્યાર પછી મંગેશકર કુટુંબે તેને ફરીથી અપનાવી લીધી. સ્થિતિ પહેલાની જેવી બનવા લાગી હતી અને કુટુંબ એક થઇ રહ્યું હતું, પરંતુ ગણપતરાવ તેમની પત્નીના કુટુંબની નજીક હોવાના પક્ષમાં ન હતા, ખાસ કરીને આશાની બહેન લતાના.

લતાની લોકપ્રિયતાએ ગણપતરાવને પરેશાન કરી દીધા હતા, કારણ કે તેની પત્ની આશાને ગીતની કોઈ ઓફર મળી રહી ન હતી. ગણપતરાવ એક લોભી માણસ હતા અને તે ઇચ્છતા હતા કે આશા શક્ય તેટલું વધુ કમાય. વર્ષ 1950 માં તે હંમેશા આશાને પૈસા માટે હેરાન કરતો હતો અને તેને લતાને મળતા અટકાવતો હતો.

તેમણે પત્ની આશા ઉપર બેવફાઈનો આરોપ લગાવ્યો અને તેમના ઝઘડાઓ ઘણીવાર હિંસક બની જતા હતા. તે બધાથી કંટાળીને વર્ષ 1960 ની આસપાસ બંનેના લગ્ન તૂટી ગયા આશા પોતાના બાળકો સાથે પોતાની માતાના ઘરે પાછી આવી ગઈ હતી. અહીંયા આવીને પોતાની કારકિર્દી ઉપર ફરી ફોકસ કર્યો અને એક પછી એક ઘણા હીટ ગીતો ઇન્ડસ્ટ્રીને આપ્યા.

મિત્ર સાથે થયા બીજા લગ્ન

ગણપતરાવને છોડી દેવા આશા માટે સૌથી સારી બાબત રહી હતી કારણ કે ત્યાર પછી તેની કારકિર્દી નવી ઊંચાઈઓ ઉપર પહોંચી. તેમણે ‘ગુમરાહ’, ‘વક્ત’, ‘આદમી ઓર ઇન્સાન’, અને ‘હમરાજ’ જેવી ફિલ્મો માટે ગીતો ગાયા. ત્યાર પછી તેની ફેન ફોલોવિંગ સતત વધતી ગઈ અને પ્રખ્યાત સંગીતકાર સચિન દેવ બર્મનનો પુત્ર રાહુલ દેવ બર્મન પણ તેનો મિત્ર બની ગયો હતો. આર.ડી.બર્મન હંમેશાં તેના પિતા સાથે તેના સ્ટુડિયોમાં જતા હતા, જ્યાં તેમણે પહેલી વખત આશા ભોંસલેને જોઈ હતી. રાહુલ આશાનો ચાહક હતો અને તેણે તેનો ઓટોગ્રાફ પણ માંગ્યો હતો.

વર્ષ 1966 માં આરડી બર્મને રીટા પટેલ સાથે લગ્ન કર્યા પરંતુ 1971 માં તેમના છૂટાછેડા થઇ ગયા. તે રીટાથી એટલો દુઃખી થઇ ગયો હતો કે ઘર છોડીને હોટલમાં રહેવા જતા રહ્યા. આશરે 10 વર્ષ પછી તે તક પણ મળી જ્યારે આર ડી બર્મને ફિલ્મ ‘તીસરી મંઝિલ’ માટે આશા ભોંસલે સાથે ગીત માટે સંપર્ક કર્યો. ઘણા વર્ષો સુધી શબ્દો વગર જ આશા અને પંચ દાને સંગીત નજીક લાવી રહ્યા હતા.

આ સમયગાળા દરમિયાન બંનેએ એકથી એક ચડિયાતા સુપરહિટ ગીત આપ્યા. બર્મન આશાથી 6 વર્ષ નાનો હતો, પરંતુ તેમ છતાં પણ તેમણે આશા સામે લગ્ન માટે પ્રસ્તાવ મૂક્યો. પરંતુ આશા હજી પણ તેના ભૂતકાળની યાદોમાં ડૂબેલી હતી અને પંચમ દાના આ લગ્ન પ્રસ્તાવનો સ્વીકાર કરી શકતી ન હતી, પરંતુ આખરે આશા લગ્ન માટે સંમત થઈ ગઈ અને પછી બંનેએ 80 ના દાયકામાં લગ્ન કરી લીધાં.

ખુશીને લાગી ગઈ હતી નજર

તે સમયે આશા અને બર્મનની જોડી સંગીત ઉદ્યોગ ઉપર રાજ કરી રહી હતી. તે એકબીજાને ખૂબ પ્રેમ કરતા હતા. આશાના બીજા લગ્ન તેના પહેલા લગ્ન જેવા ન હતા કારણ કે તે પરસ્પર સમજ, આદર અને પ્રેમના સંબંધ હતા. બંને તેમની પ્રેમથી ભરેલી દુનિયામાં ખુશ હતા, પરંતુ આ ખુશી વધુ સમય સુધી ટકી શકી નહીં અને બર્મનની દારૂ અને સતત સિગારેટ પીવાના વ્યસનને કારણે 80 ના દાયકાના અંત ભાગમાં આ દંપતી અલગ થઈ ગયું. જો કે, બંને ઘણી વાર મળતા હતા અને સાથે સમય પસાર કરતા હતા.

હાર્ટ એટેકથી મૃત્યુ પામ્યા

વર્ષ 1994 માં આશા જયારે બર્મનને ત્યાં ગઈ ત્યારે તેણે ઘર ખાલી જોયું. ત્યાર પછી તે દિવસે તેને બર્મનના નોકરનો ફોન આવ્યો જેણે તેને જણાવ્યું કે તેના પતિની સ્થિતિ સારી નથી લગતી. આવી સ્થિતિમાં આશા તેના મોટા પુત્ર સાથે ત્યાં ગઈ અને બર્મનને હોસ્પિટલમાં દાખલ કરાવ્યા. પરંતુ તેને બચાવી શકી નહીં અને પંચમ દા 4 જાન્યુઆરી 1994ના રોજ પોતાના અંતિમ શ્વાસ લીધા. બર્મનના અવસાનથી તે દિવસે આશા તૂટી ગઈ કારણ કે તેમણે એવો વ્યક્તિ ગુમાવી દીધો હતો, જેણે તેને હંમેશા એવી રીતે પ્રેમ કર્યો, જે મુજબના આશાએ સપના જોયા હતા.

જીવન ચાલ્યા કરે છે

પંચમ દા ના અવસાન પછી આશા જીવનમાં આગળ વધી અને તેના કામ ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું, ત્યાર પછી તેઓ ફિલ્મ ‘રંગીલા’ થી પાછા આવ્યા. જ્યાં તેમણે તે સમયની યુવાન અભિનેત્રી ઉર્મિલા માટોંડકરને પોતાનો અવાજ આપ્યો. ત્યાર પછી તેમણે ઘણા બીજા બોલીવુડ પ્રોજેક્ટ્સ ઉપર કામ કર્યું અને કેટલાક પોતાના આલ્બમ પણ બનાવ્યાં.

પ્લેબેક સિંગર આશા ભોંસલેએ સાબિત કરી દીધું છે કે તે એક ખૂબ જ મજબુત મહિલા છે અને આપણે તેમની એ વાતનું સન્માન કરીએ છીએ. તો તમને આશા ભોંસલેની લવ લાઈફ કેવી લાગી? અમને કમેંટ કરીને જણાવવાનું ન ભૂલશો, સાથે જ જો અમારા માટે કોઈ સલાહ હોય તો જરૂર જનાવશો.

આ માહિતી બોલિવૂડ શાદીસ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.