રોડ એકસીડન્ટને લીધે બદલાઈ ગયું ‘આશિકી’ અભિનેત્રીનું નસીબ, ફોટામાં હવે ઓળખવી પણ મુશ્કેલ

આજે અમે વાત કરીશું આશિકી ફિલ્મની અભિનેત્રી અનુ અગ્રવાલની. અનુ જલ્દી જ કપિલ શર્મા શો માં આવવાની છે. જેમાં તેમની સાથે આશિકીના હીરો રાહુલ રોય પણ જોવા મળશે. સામે આવેલા ફોટામાં અનુને પહેલી નજરે ઓળખવી પણ મુશ્કેલ થઈ જશે.

21 વર્ષની ઉંમરમાં અનુએ અભિનયની દુનિયામાં પગ મુક્યો હતો. અનુની પહેલી ફિલ્મ આશિકી હતી, જેનું નિર્દેશન મહેશ ભટ્ટે કર્યું હતું. આ ફિલ્મને રિલીઝ થયાને 30 વર્ષ થઈ ગયા છે. આ ફિલ્મમાં અનુએ પોતાના અભિનયથી લોકોનું દિલ જીતી લીધું હતું અને રાતોરાત પ્રખ્યાત થઈ ગઈ હતી. એ પછી અનુએ ઘણી ફિલ્મો કરી પણ તે ફિલ્મ તેમને આશિકી જેટલી ખ્યાતિ નહિ આપી શકી.

આ ફિલ્મો ગજબ તમાશા, ખલનાયિકા, કિંગ અંકલ, કન્યાદાન અને રિટર્ન ટુ જવેલ થીફ છે. અનુના જીવનમાં એક એવો સમય આવ્યો જેણે તેમને હલાવીને મૂકી દીધી. વર્ષ 1999 દરમિયાન અનુ એક દુઃખદ માર્ગ અકસ્માતનો શિકાર થઈ. અકસ્માતમાં તેની યાદશક્તિ પર તો અસર પડી હતી, પણ સાથે જ આ અકસ્માતે તેમની પાસેથી હરવા ફરવાની શક્તિ પણ છીનવી લીધી. અકસ્માત પછી તે 29 દિવસ કોમામાં રહી હતી.

લગભગ 3 વર્ષના ઈલાજ અને પ્રયત્નો પછી અનુ સાજી થઈ ગઈ. પરિસ્થિતિમાં સુધારો આવ્યા પછી અનુએ નિર્ણય લીધો અને પોતાની બધી સંપત્તિને દાન કરી દીધી અને યોગા ટીચર બની ગઈ. અનુ હવે બિહારમાં મુંગેર જિલ્લામાં એકલી રહે છે અને યોગ શીખવે છે.

અનુએ ઓગસ્ટ 2015 માં ‘અનયુઝ્યુઅલ : મેમરી ઓફ આ ગર્લ હુ કેમ બેક ફ્રોમ ડેડ’ આત્મકથા લોન્ચ કરી હતી. આ આત્મકથામાં અભિનેત્રીએ પોતાના જીવનની દરેક વસ્તુનો ઉલ્લેખ કર્યો છે. અનુ અગ્રવાલના આ ફોટા જોઈને તમને તેમના લુકમાં પરિવર્તન સ્પષ્ટ જોવા મળશે.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.