અસલ જિંદગીમાં ખુબ સ્ટાઈલિશ અને ઇંજિનિયર છે ભીડે અંકલ, દુબઈમાં કરતા હતા નોકરી

ભીડે અંકલનો રોલ કરનાર એક્ટર રિયલ લાઈફમાં છે ખુબ સ્ટાઈલિશ, ઇંજિનિયર હોવાથી સાથે દુબઈમાં કરતા હતા નોકરી.

‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ ટીવી ઇન્ડસ્ટ્રીના સૌથી જુના કાર્યક્રમોમાંથી એક છે. ટીવી સિરિયલની ટપ્પુ સેનાથી લઈને મેહતા સાહબ સુધી દરેક પાત્ર લોકોને હસાવવામાં કોઈ કસર નથી છોડતા. તેમજ શો માં હંમેશા સિરિયસ દેખાતા ભીડે અંકલ ભલે ચૂપ રહેતા હોય, પણ તેમના લીધે પણ શો માં હંમેશા કોમેડી થતી રહે છે. શો માં એક શિક્ષક અને ગોકુલ ધામ સોસાયટીના સેક્રેટરીનું પાત્ર ભજવતા ભીડે અંકલનું અસલ જીવન ઘણું અલગ છે.

ભીડેનું અસલી નામ ‘મંદાર ચાંદવકર’ છે અને તે એક એક્ટરની સાથે સાથે મિકેનિકલ એન્જીનીયર પણ છે. ખાસ વાત એ છે કે મિકેનિકલ એન્જીનીયર બન્યા પછી તેમણે નોકરી પણ કરી હતી. પણ તેમની રુચિ એક્ટિંગ તરફ હતી અને તેમણે દુબઇમાં પોતાની સારી એવી નોકરી છોડીને એક્ટિંગ તરફ પગલું ભર્યું. એક ઇન્ટરવ્યૂ દરમિયાન તેમણે જણાવ્યું કે , ‘મેં 2008 સુધી સ્ટ્રગલ કર્યું. હું વ્યવસાયે એક એન્જીનીયર છું અને દુબઇમાં કામ કરી રહ્યો હતો.’

તેમણે આગળ જણાવ્યું, ‘મેં પોતાની નોકરી છોડી દીધી અને વર્ષ 2000 માં ભારત આવ્યો, કારણ કે હું એક્ટિંગમાં કરિયર બનાવવા માંગતો હતો. બાળપણથી જ એક્ટિંગ મારું પેશન રહ્યું છે. મેં ઘણા રંગમંચ નાટક કર્યા છે, પણ મને એવો બ્રેક ના મળ્યો, જેની મને જરૂર હતી. ઇન્ડસ્ટ્રીમાં ઘણું કામ છે, પણ હું એક બ્રેકની રાહ જોઈ રહ્યો હતો અને આ શો ના માધ્યમથી મને તે બ્રેક વર્ષ 2008 માં મળ્યો.’ સાથે જ જણાવી દઈએ કે, શો અમે હંમેશા કુર્તા પાયજામામાં દેખાતા સ્ટાર અસલ જીવનમાં ઘણા સ્ટાઈલિશ છે.

એક્ટરે આગળ જણાવ્યું કે, સામાન્ય રીતે લોકો મોટા અને લોકપ્રિય અભિનેતાઓ સાથે કામ કરવાનું સપનું જુએ છે, પણ તારક મેહતા કા ઉલ્ટા ચશ્માને કારણે સ્ટાર અમારા શો માં આવે છે.

મારા માટે સૌથી યાદગાર તે સમય હતો જયારે અમિતાભ બચ્ચને અમારા સેટની મુલાકાત લીધી હતી. તેમણે અમારી સાથે વાત કરી અને યાદો શેયર કરી. તે એક સપના જેવું હતું કે, તે અમારી સામે ઉભા હતા અને અમે તેમને ગળે મળી રહ્યા હતા, અને તેમની સાથે સ્ક્રીન સ્પેસ શેયર કરી રહ્યા હતા. તેમની સાથે કામ કરવું દરેકનું સપનું હોય છે, અને અમે એટલા નસીબદાર છીએ કે તે અમારા શો માં આવ્યા. ફક્ત અમિતાભ બચ્ચન સર નહિ સલમાન ખાન, શાહરુખ ખાન, અજય દેવગન, અક્ષય કુમાર પણ સેટ પર આવી ચુક્યા છે.

આ માહિતી જાગરણ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.