આવી ગયું કપડાં ઈસ્ત્રી કરવાનું મશીન માત્ર 10 સેકન્ડમાં એક કપડાને ઈસ્ત્રી કરી નાખે છે.

વર્તમાન યુગ ખુબ જ ફાસ્ટ અને ફોર્વડ છે. કેટલીય એવી શોધો થતી રહે છે જે માનવ જીવનને સરળ અને ઝડપી બનવાનું કામ કરે છે. વીજળીની શોધે માનવા જીવનની તસવીર બદલી નાખી છે, વીજળી જ એક એવો ઉર્જાનો સ્ત્રોત છે. જેની હેરફેર સરળતાથી અને ઝડપી કરી શકાય છે. વીજળીની શોધ પછી ઘણા એવા સાધનો શોધાયા જે વીજળી વડે ચાલતા હોય આવા સાધનોમાં પણ સમયાંતરે અપગ્રેડેશન કરવામાં આવતું રહે છે. જેથી તે ઓછી વીજળીમાં સારી કાર્ય ક્ષમતા આપતા રહે.

આવી શોધોમાં પંખા, ટીવી, ફ્રીઝ, વોશિંગ મશીન, વાસણ ધોવાના મશીન, રોટલી બનવાના મશીનને બીજા કેટલાય મશીનનો સમાવેશ થાય છે, તાજેતરમાં એવા કેટલાય મશીન શોધાયા છે કે જેની માણસ કલ્પના પણ કરી શકતો નથી. આવું જ એક મશીન છે ઈસ્ત્રી કરવાનું મશીન.

કપડાં ધોવા માટે માર્કેટમાં કેટલાય સારામાં સારા વોસિંગ મશીન આવી ગયા છે. આ મશીનો માત્ર કપડાં ધોઈ નથી આપતા પણ કપડાને સુકવી પણ નાખે છે. જોકે કપડાંને ઈસ્ત્રી કરવાની મેહનત કરવી પડતી હતી. કપડાં વધારે હોય ત્યારે મેહનત વધી જાય.

આ મેહનત ઓછી કરવા માટે કેલિફોર્નિયાની ફોલ્ડીમેટ કંપનીએ એક એવું મશીન તૈયાર કર્યું છે. જે કપડાને ઈસ્ત્રી કરવાની સાથે સાથે કપડાને સરખા વાળી પણ દેશે. આ બધા કામ થોડી જ સેકંડોમાં થઈ જશે

આ મશીનની મદદથી તમે કલાકોનું કામ માત્ર મિનિટોમાં કરી શકો છો અને આના માટે તમારે વધારે મેહનત કરવાની જરૂર પણ નથી. કંપનીના માલિક અને CEO ગલ રોજોવે જણાવ્યું કે આ મશીનને બનાવવામાં આવી ગયું છે અને આ વર્ષના અંત સુધીમાં એને લોન્ચ પણ કરવામાં આવી શકે છે.

આ મશીન એક મિનિટમાં 6 ટી- શર્ટ તૈયાર કરી દે છે. આ નાના મોટા બધા જ કપડાં પર કામ કરી શકે છે. આ મશીનથી લોન્ડ્રીનો ધંધો  કરતા પણ ઉપયોગ કરી શકે છે. કંપની આ મશીનનું પ્રિ બુકીંગ પણ કરી રહી છે. હાલમાં આની કિંમત ૯૮૦ ડોલર (આશરે ૬૮,૦૦૦ રૂપિયા) નક્કી કરવામાં આવી છે.

વિડિયોમાં જુવો કેવી રીતે કામ કરે છે આ મશીન :-

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.