આવી રીતે ગૌતમ બુદ્ધે એક ડાકુનું કર્યું હતું હ્રદય પરિવર્તન અને બતાવ્યો હતો સાચો રસ્તો.

માણસ ભલે કેટલો પણ ખરાબ કેમ ન હોય, પરંતુ સાચો રસ્તો દેખાડવામાં આવે તો તે બદલાઈ શકે છે અને સારો માણસ બની શકે છે.

મગધ રાજ્યમાં એક સોનપુર નામનું ગામ હતું અને આ ગામમાં ઘણા બધા લોકો રહેતા હતા. પરંતુ તે બધા લોકો અંધારું થતા જ પોતાના ઘરની અદંર છુપાઈ જતા હતા અને સવાર થતા જ પોતાના ઘર માંથી બહાર પગ મુક્ત હતા. એક દિવસ આ ગામમાં ગૌતમ બુદ્ધ આવ્યા અને ગૌતમ બુદ્ધએ જોયું કે આ ગામના લોકો સાંજ થતા જ પોતાના કામને વચ્ચે જ છોડી, પોતાના ઘરની અંદર જતા રહે છે અને સવાર થયા પછી જ ઘર માંથી બહાર નીકળતા હતા.

ગૌતમ બુદ્ધએ ગામ વાળાને એક દિવસ પૂછ્યું કે તમે સાંજ થતા જ તમારા ઘરની અંદર જઈને કેમ છુપાઈ જાવ છો. ત્યારે ગામ વાળાએ ગૌતમ બુદ્ધને જણાવ્યું કે આ ગામ પાસેના જંગલમાં એક ડાકુ રહે છે, જેનું નામ અંગુલીમાલ છે. તે ડાકુ લોકોને લુટીને પછી મારી નાખે છે અને પછી તેની એક આંગળીને કાપી લે છે.

આ ડાકુએ તે આંગળીઓ વળી માળા પણ બનાવી રાખી છે, જેને તે પહેરે છે. તે ડાકુ ઘણો ખતરનાક છે. એટલા માટે અમે સાંજ થતા જ પોતાના ઘરમાં આવી જાય છે. જેથી અને અમારી રક્ષા આ ડાકુથી કરી શકે. ગામના લોકોની વાત સાંભળીને ગૌતમ બુદ્ધને અહેસાસ થયો કે આ લોકો ડાકુ અંગુલીમાલથી ઘણા ડરે છે અને ડાકુ અંગુલીમાલથી તે લોકોનું રક્ષણ કરવું જરૂરી છે.

લોકોની બધી વાતો સાંભળ્યા પછી ગૌતમ બુદ્ધ જંગલ તરફ ચાલતા થયા. ગામના લોકોએ તેને જંગલમાં ન જવાનું કહ્યું પરંતુ ગૌતમ બુદ્ધએ લોકોને કહ્યું કે તમે લોકો મારી ચિંતા ન કરો. ડાકુ અંગુલીમાન મારું કાંઈ જ નહિ બગાડી શકે. તેમ બોલતા ગૌતમ બુદ્ધ જંગલમાં જતા રહ્યા.

જંગલમાં ગયા પછી ગૌતમ બુદ્ધએ એક ગુફા જોઈ જે ડાકુ અંગુલીમાનની હતી. ગૌતમ બુદ્ધએ તે ગુફાને ધ્યાન બહાર કરી અને તે આગળ ચાલવા લાગ્યા. ગૌતમ બુદ્ધએ પોતાની ગુફા સામેથી જતા જોઈ ડાકુ અંગુલીમાલએ પકડવાનો પ્રયાસ કર્યા પરંતુ તે ગૌતમ બુદ્ધને પકડી ન શક્યા. તેણે હારીને ગૌતમ બુદ્ધને બુમ પાડી અને કહ્યું ઉભા રહો.

ડાકુ અંગુલીમાલના કહેવાથી ગૌતમ બુદ્ધ ઉભા રહી ગયા અને હસતા હસતા બોલ્યા – હું તો અટકી ગયો પરંતુ તું ક્યારે હિંસા કરવાનું છોડીશ. ડાકુ અંગુલીમાલએ ગૌતમ બુદ્ધને કહ્યું આખા મગધના લોકો મારાથી ડરે છે, પરંતુ તમને મારાથી ડર નથી લાગતો. તમારી પાસે જે કાંઈ છે તે મને આપી દો. નહિ તો હું શક્તિશાળી વ્યક્તિ તમને મારી નાખીશ.

બુદ્ધએ ડાકુ અંગુલીમાલની વાત સાંભળીને કહ્યું હું કેવી રીતે એ વાત ઉપર વિશ્વાસ કરી લઉં કે તું સૌથી શક્તિશાળી વ્યક્તિ છે. શું તું એ વાતને સાબિત કરી શકે છે. ગૌતમ બુદ્ધની વાત સાંભળીને અંગુલીમાલએ કહ્યું કે હા, હું સાબિત કરી શકું છું, બોલો શું કરવું પડશે મારે. બુદ્ધે કહ્યું બસ તું આ ઝાડના થોડા પાંદડા તોડીને મારી પાસે લઇ આવ.

ડાકુ અંગુલીમાલે જરા પણ મોડું કર્યા વગર ઝાડ ના થોડા પાંદડા તોડી નાખ્યા અને બુદ્ધને આપી દીધા. આ પાંદડાને લઇને બુદ્ધએ ડાકુ અંગુલીમાલને કહ્યું કે હવે તું આ પાંદડાને પાછા ઝાડ ઉપર લગાવી દે. બુદ્ધની આ વાત સાંભળીને અંગુલીમાલ નવાઈ પામી ગયો અને તેણે કહ્યું એવું કેવી રીતે થઇ શકે, તૂટેલા પાંદડા કોઈ પણ વ્યક્તિ પાછા ઝાડ ઉપર કેવી રીતે લગાવી શકે છે?

ડાકુ અંગુલીમાલની વાત સાંભળીને બુદ્ધે કહ્યું જયારે તું ફરી વખત આ પાંદડાને ઝાડ સાથે જોડી નથી શકતો, તો તું તારી જાતને શક્તિશાળી કેમ કહે છે? જો તારામાં કોઈ વસ્તુને જોડવાની શક્તિ નથી તો તું તેને કેમ તોડે છે? જયારે તું કોઈને જીવન નથી આપી શકતો, તો તેઓને કમ સે કમ મુત્યુ તો તું ન આપ. બુદ્ધનીએ વાત સાંભળતા જ ડાકુ અંગુલીમાલનું હ્રદય પરિવર્તન થઇ ગયું અને પોતાની ભૂલનો અહેસાસ થઇ ગયો.

ડાકુ અંગુલીમાલ બુદ્ધનો શિષ્ય બની ગયો અને તેણે લોકોની સેવા કરવાનું શરુ કરી દીધું. ત્યાર પછી લોકો વચ્ચે ડાકુ અંગુલીમાલ ‘અહિસંકા’ ના નામથી પ્રસિદ્ધ થઇ ગયા.

ગૌતમ બુદ્ધની આ કહાનીથી આપણેને એ વાતનું જ્ઞાન મળે છે કે માણસ ભલે કેટલો પણ ખરાબ કેમ ન હોય, તેને જો સાચો રસ્તો દેખાડવામાં આવે તો બદલાઈ શકે છે અને એક દિવસ તેની અંદરની બુરાઈ જરૂર દુર થઇ જાય છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.