આવી રીતે કરો 1000 રૂપિયા પ્રતિ કિલોના પિસ્તાની ખેતી, ક્લિક કરી જાણો રીત.

પીસ્તા સૌથી વધુ પસંદ કરવામાં આવતો સુકો મેવો છે, તેની એટલી બધી માંગ છે કે માગની સરખામણીમાં તેની આવક ઘણી ઓછી છે એટલા માટે તેના આટલા વધુ ભાવ છે અને તે હંમેશા એવા જ રહેશે, આજે અમે આ મોંઘા સુકા મેવાની ખેતી વિષે તમને જણાવીશું.

માટી :-

પીસ્તાની ખેતી ઘણા પ્રકારની માટીમાં થઇ શકે છે. આમ તો તેના માટે સારા પ્રકારની સુકી વધુ ચીકણી બલુઈ માટી ઉત્તમ માટી છે. આમ તો ઝાડ સુકાવા જેવી સ્થિતિનો સરળતાથી સામનો કરવામાં સક્ષમ છે, પરંતુ જ્યાં વધુ ભેજ હોય છે. ત્યાં સારી ખેતી નથી કરી શકતા. જે માટીમાં પીએચનું પ્રમાણ ૭.૦ થી ૭.૮ છે. ત્યાં પીસ્તાના ઝાડ સારા પ્રકારના અને વધુ પ્રમાણમાં ઉપજ થાય છે. આ ઝાડ થોડા કડક જરૂર હોય છે, પરંતુ ઉચ્ચ ક્ષારીયતાને વધુ સમય સુધી સહન પણ કરે છે.

જમીનની તૈયારી :-

પીસ્તાની ખેતી માટે જમીનની સારી રીતે ખેડાણ, કાપણી અને લાઈન સીધી હોવી જોઈએ. જેથી સારી ખેડાણની સ્થિતિ પ્રાપ્ત કરી શકાય. જો માટી માં ૬-૭ ફૂટ ની લંબાઈ માં કોઈ કડક વસ્તુ છે. તો તેને તોડી દેવી જોઈએ. કેમ કે પીસ્તાના મૂળ ઊંડે સુધી જાય છે અને પાણીના ભરાવાથી પ્રભાવિત થાય છે.

જરૂરી હવામાન :-

પીસ્તા કે બદામને દિવસનું તાપમાન ૩૬ ડીગ્રી સેન્ટીગ્રેડ થી વધુ જોઈએ. તે ઠંડીના મહિનામાં ૭ ડીગ્રી સેન્ટીગ્રેડ તાપમાન તેના યોગ્ય સમયગાળા માટે પુરતું છે. તેના ઝાડ વધુ ઊંચાઈ વાળા સ્થળ ઉપર ઠંડા તાપમાનને કારણે સારી રીતે વધી નથી શકતા.

ખેતીમાં વિકાસ :-

પીસ્તાના ઝાડ ઉગાડવા માટે અનુકુળ પીસ્તા રુટસ્ટોક દ્વારા છોડ રોપણી કરવામાં આવે છે. આ રુટ સ્ટોક કે છોડને નર્સરીમાં પણ ઉગાડી શકાય છે. સામાન્ય રીતે છોડ રોપણી નીચેના ભાગમાં કરવામાં આવે છે અને અંકુરિત ઝાડને આ વર્ષે કે આવતા વર્ષે ઉગાડી દેવામાં આવે છે.

છોડની વચ્ચે અંતર :-

છોડ રોપણી માટે મોટો અને જરૂરી ખાડો ખોદવો જોઈએ, જેથી તેના મૂળ સારી રીતે તેમાં સમાઈ શકે. નર્સરી કે ડબ્બાની સરખામણી એ પીસ્તાના છોડને એક ઇંચ નીચે ઉગાડવા જોઈએ. અને જયારે વાત વાવેલા છોડ વચ્ચે અંતરની આવે છે. તો તે સિંચાઈ ઉપર આધાર રાખે છે. જો સિંચિત બાગ છે તો ગ્રીડ પેટર્ન માટે ૬ મીટર ગણું ૬ મીટરનું અંતર રાખવું જોઈએ.

એવા વિસ્તાર જ્યાં સિંચાઈની સુવિધા ઉપલબ્ધ નથી, ત્યાં છોડની વચ્ચે ૮ મીટર ગણું ૧૦ મીટર હોવું જોઈએ. પીસ્તા કે બદામ (નટ) માટે નર અને માળા ઝાડ ઉગાડવા જોઈએ અને તેનું પ્રમાણ ૧:૮ (એક નર અને આઠ માદા ઝાડ) થી ૧:૧૦ (૧ નર અને ૧૦ માદા ઝાડ)નું હોવું જોઈએ.

સિંચાઈ :-

આમ તો પીસ્તા ના ઝાડ દુષ્કાળને સહન કરી લે છે. પરંતુ તેની જાળવણી જરૂરી ભેજ સાથે થવી જોઈએ. પાણી મેળવવા માટે ભીના ઘાંસનો ઉપયોગ એક ઉત્તમ રીત હોઈ શકે છે. પાણીનો સારી રીતિ ઉપયોગ થઇ શકે તેના માટે ડ્રીપ સિંચાઈનો ઉપયોગ કરી શકાય છે. અહિયાં પાણીના ભરવાથી પણ બચવું જોઈએ.

પીસ્તા માટે ખાતર અને ઉર્વરક :-

પીસ્તાને પણ નાઈટ્રોજનની જરૂર રહે છે, કેમ કે બદામ જેવા પાક માટે નાઈટ્રોજન એક મહત્વનું ઉર્વરક માનવામાં આવે છે. આમ તો છોડમાં પહેલા વર્ષે ઉર્વરકનો ઉપયોગ ન કરવો જોઈએ, પરંતુ ત્યાર પછી બીજા વર્ષથી કરી શકાય છે.

પીસ્તાના છોડમાં ૪૫૦ ગ્રામ અમોનિયમ સલ્ફેટનું પ્રમાણ બે ભાગમાં નાખવું જોઈએ. પછીના વર્ષોમાં પ્રતિ એકર ૪૫ થી ૬૫ કિલો વાસ્તવિક નાઇટ્રોજન (એન) ઉપયોગ કરવું જોઈએ. આવનારી ઋતુ દરમિયાન નાઈટ્રોજનને બે ભાગમાં વહેચીને ઉપયોગ કરવો જોઈએ.

પીસ્તાની ખેતીમાં કાર્યપ્રણાલી :-

પીસ્તાના ઝાડને બે રીતે તૈયાર કરવા જોઈએ કે તે સતત ઉપર તરફ વધતા જાય અને તેનો ઓપન વેસ શેપમાં વિકાસ થાય. ઝાડના મધ્ય ભાગને એવી રીતે ખુલ્લો રાખવો જોઈએ કે તે સૂર્યના પ્રકાશને ગ્રહણ કરી શકે. જેથી સારી રીતે ફૂલ ખીલી શકે અને ઉત્તમ ફળ લાગી શકે. એવી જરૂરત ચોથી કે પાંચમી ઠંડી ઋતુમાં પડી શકે છે. ઝાડને પાતળું રાખવા માટે બીજા પ્રકારની કે કામ સિવાયની ડાળીઓને કાપીને દુર કરી દેવી જોઈએ.

પીસ્તાના પાકની કાપણી :-

પીસ્તાના ઝાડ બદામ કે નટના ઉત્પાદન માટે ઘણો વધુ સમય લે છે. તેના અંકુરિત ઝાડ આવતા પાંચ વર્ષ સુધીમાં ફળ આપવા માટે તૈયાર થઇ જાય છે અને છોડ રોપણીના ૧૨ વર્ષ પછીથી જરૂરી ફળ આપવાના શરુ કરી દે છે.

જયારે તેના ગોળા ઉપરથી ફોતરા ઉતરવા લાગે છે ત્યારે સમજી લેવું જોઈએ કે ફળ એકદમ તૈયાર થઇ ગયા છે. કાપણી દરમિયાન સાવચેત રહેવાની જરૂર છે અને અવિકસિત કેરનલથી દુર રહેવું જોઈએ. છોડ રોપણીના ૧૦ થી ૧૨ વર્ષ પછી પીસ્તાના છોડ લગભગ ૮ થી ૧૦ કિલોનું ઉત્પાદન કરે છે.