આવી રીતે પીપળાની 108 પ્રદક્ષિણા કરવાથી બદલાઈ જાય છે નસીબ, દુર થઈ શકે છે ગરીબી.

હિંદુ ધર્મમાં ઘણા બધા ઝાડોને ખુબ જ પવિત્ર માનવામાં આવે છે અને આ ઝાડની પૂજા કરવાથી અને તેની પરિક્રમા કરવાથી વિશેષ લાભ મળે છે. પીપળાના ઝાડની પરિક્રમાનું પણ ઘણું મહત્વ છે અને આ ઝાડની પરિક્રમા કરવાથી મનગમતી વસ્તુ મળી જાય છે. પરિક્રમાનો અર્થ ઝાડની ચારે તરફ ફરવાનું હોય છે.

શાસ્ત્રોમાં પરિક્રમાને પ્રદક્ષિણા કરવી કહેવામાં આવે છે અને આ પૂજાનું એક અંગ માનવામાં આવે છે. પીપળાના ઝાડની પરિક્રમા કરવા સાથે ઘણા લાભ જોડાયેલા છે. એટલા માટે તમે આં ઝાડની પરિક્રમા જરૂર કરતા રહો. એવી માન્યતા છે કે પીપળાના ઝાડની ૧૦૮ પરિક્રમા કરવાથી મનગમતી ઈચ્છા પૂરી થઇ જાય છે. આવો જાણીએ પીપળાના ઝાડની પરિક્રમા કરવાના લાભ.

શરીર રહે છે સ્વસ્થ :-

પીપળાના ઝાડની પરિક્રમા કરવાથી આરોગ્ય સારું રહે છે. શાસ્ત્રો મુજબ આ ઝાડના છાયામાં ઉભા રહેવાથી શરીરને શુદ્ધ હવા અને પુષ્કળ ઓક્સીજન મળે છે. એટલા માટે જે લોકો આ વૃક્ષની પરિક્રમા કરે છે, તેને શ્વાસ સંબંધિત બીમારી અને કફની સમસ્યા નથી થતી.

દેવોની જળવાઈ રહે છે કૃપા :-

સ્કંદ પુરાણમાં પીપળાના વૃક્ષ વિષે વર્ણન કરતા જણાવવામાં આવ્યું છે કે આ ઝાડ ઉપર તમામ દેવતાઓનો વાસ હોય છે. માટે આ ઝાડની પરિક્રમા કરવાથી તમામ દેવતાઓની કૃપા મેળવી શકીએ છીએ. એટલા માટે દેવોને પ્રસન્ન કરવા માટે આ ઝાડની પરિક્રમા કરવી જોઈએ. પ્રાચીન કાળમાં લોકો દેવતાઓને પ્રસન્ન કરવા માટે આ ઝાડની પૂજા કરતા હતા અને તેની પરિક્રમા કરતા હતા.

ગરીબી થઇ જાય છે દુર :-

પીપળાના ઝાડ ઉપર વિષ્ણુ અને માં લક્ષ્મીનો વાસ માનવામાં આવે છે. શાસ્ત્રો મુજબ મંગલ મુહુર્ત દરમિયાન જો પીપળાની પરિક્રમા કરવામાં આવે અને તેને જળ ચડાવવામાં આવે તો માં લક્ષ્મી પ્રસન્ન થઇ જાય છે અને જીવનની ગરીબી દુર થઇ જાય છે. એટલા માટે જે લોકો ગીરીબી કે ધનની મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે, તે આ ઝાડની પૂજા જરૂર કરતા રહે.

જીવનમાં આવશે સુખ :-

પીપળા પૂજનથી દુઃખ અને દુર્ભાગ્ય દુર થઇ જાય છે અને જીવન સુખથી ભરાઈ જાય છે. જીવનમાં સમૃદ્ધી મેળવવા માટે રોજ ઝાડની પૂજા કરો અને ઝાડ ઉપર ચોખા ચડાવો. આ ઉપાય સતત ૧૧ દિવસ સુધી કરવાથી જીવન આનંદથી ભરાઈ જશે.

શનિદેવથી થાય રક્ષણ :-

જે વ્યક્તિની કુંડલીમાં શનીની દશા સારી નથી ચાલી રહી તે પીપળાના ઝાડની પૂજા જરૂર કરતા રહે. શનિવાર કે અમાસના દિવસે પીપળાના ઝાડની પૂજા કરવાથી અને આ ઝાડની સાત પરિક્રમા લેવાથી શનીની પીડા માંથી મુક્તિ મળી જાય છે. અને પરિક્રમા પછી આ ઝાડ ઉપર કાળા તલ પણ ચડાવો.

આ બાબતોનું ધ્યાન રાખો :-

પરિક્રમા કરતા પહેલા પીપળાની પૂજા જરૂર કરો. પૂજા કરતી વખતે ઝાડ ઉપર જળ ચડાવો અને લાલ રંગની મૌલીનો દોરો બાંધો. ત્યાર પછી પરિક્રમા કરો.

ઓછામાં ઓછું ત્રણ વખત આ ઝાડની પરિક્રમા કરો. અને ૧૦૮ વખત પીપળાની પરિક્રમા કરવાથી વહેલી તકે ફળ મળી જાય છે.

પરિક્રમા પછી ઝાડને સ્પર્શ જરૂર કરો.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.