આવો જાણીએ મહાભારત વિષે થોડી અજાણી વાતો. મહાભારતના યુદ્ધ સમયે આર્જુનની ઉંમર કેટલી હતી?

મહાભારત વિષે થોડી અજાણી વાતો : મહાભારત આપણા સનાતન ધર્મનો મુખ્ય ગ્રંથ છે, તે વિશ્વનો સૌથી મોટો સાહિત્ય ગ્રંથ છે. આ ગ્રંથને હિંદુ ધર્મમાં પંચમ વૈદ માનવામાં આવે છે, તેને સાહિત્યની સૌથી અનુપમ કૃતિઓ માંથી એક ગણવામાં આવે છે, પરંતુ આજે પણ આ ગ્રંથ દરેક ભારતીય માટે એક અનુકરણીય સ્ત્રોત છે. આ કૃતિ પ્રાચીન ભારતના ઈતિહાસની એક ગાથા છે. તેમાં હિંદુ ધર્મના પવિત્રતમ ગ્રંથ ભગવતગીતા સન્નિહિત છે. આખા મહાભારતમાં લગભગ ૧,૧૦,૦૦૦ શ્લોક છે. જે યુનાની કાવ્યો ઇલીયડ અને ઓડીસીથી લગભગ દસ ગણું વધુ છે.

આજે મહાભારતની થોડી અજાણી વાતો વિષે તમને જણાવીશું. જેની ઉપર કદાચ જ તમારું ધ્યાન ગયું હશે અને કદાચ જ તેને ટીવી સીરીયલ ઉપર ક્યારેય જોયું હશે.

મહાભારત વિષે ઘણી વાતો એવી છે, જેનાથી ખાસ કરીને સામાન્ય લોકો અજાણ છે અને જે લોકોને ખબર છે, તે પણ તેની વધુ ચર્ચા નથી કરતા. હું એવી થોડી વાતોનો ઉલ્લેખ કરી રહ્યો છું, જેની વેદવ્યાસ રચિત મહાભારતના પ્રમાણિત સંસ્કરણો મુજબ નીર્વીવાદિત રીતે સાતત્ય છે, પણ લોકોમાં તેનું જ્ઞાન ઘણું ઓછું છે.

૧. ભીષ્મ ન હતા સૌથી વૃદ્ધ વ્યક્તિ :-

ભીષ્મ પિતામહ પોતાના સમયમાં હસ્તિનાપુરના રાજવંશના સૌથી વૃદ્ધ વ્યક્તિ ન હતા, ન તો મહાભારતના યુદ્ધમાં તે વંશના સૌથી વૃદ્ધ યોદ્ધા હતા. આ રાજવંશના સૌથી વૃદ્ધ વ્યક્તિ મહારાજ શાંતનુના મોટા ભાઈ બાહ્યલીક હતા. જે પોતાના પુત્ર સોમદત્ત અને પૌત્ર ભૂરી, ભૂરીશ્વવા અને શલ સાથે ધૃતરાષ્ટ્રની રાજસભામાં હાજર રહેતા હતા અને જે મહાભારતના યુદ્ધના ૧૪માં દિવસે પોતાના પરપૌત્ર ભીમસેનના હાથે માર્યા ગયા.

૨. યુદ્ધના સમયે અર્જુનની ઉંમર ૮૯ વર્ષ હતી :-

મહાભારતના સમયે લોકોની ઉંમર આજકાલના લોકોની ઉંમરની સરખામણી એ લાંબી હતી અને વધુ ઉંમરમાં પણ તેમનું આરોગ્ય સારું રહેતું હતું. અમારી પાસે અર્જુનનું ઉદાહરણ છે. જે મહાભારત યુદ્ધના સમયે ઓછામાં ઓછા ૮૯ વર્ષના હતા. (એટલા માટે કે તે ભગવાન કૃષ્ણના સમોવડિયા હતા, ભગવાન શ્રી કૃષ્ણની નિર્વાણ ઉંમર એક સો પચ્ચીસ વર્ષ હતી અને તેમનું મૃત્યુ મહાયુદ્ધના છત્રીસ વર્ષ પછી થયું હતું) તેની પુષ્ટિ એ વાતથી પણ થાય છે કે વિરાટનગરના યુદ્ધના બરોબર પહેલા અર્જુન પોતાના દિવ્યાસ્ત્રોનું વર્ણન કરતા જણાવે છે કે છેલ્લા પાસઠ વર્ષથી ગાંડીવ મારી પાસે છે.

વિચારવાની વાત છે કે દસ વર્ષની ઉંમરમાં હસ્તિનાપુર આવ્યા પછી થોડો સમય બાલક્રીડાઓમાં પસાર કરવા, પહેલા કૃપાચાર્ય અને પછી દ્રોણાચાર્યને ત્યાં અસ્ત્ર વિદ્યાનું શિક્ષણ લેવા. (એવું લાગે છે કે દિવ્યાસ્ત્રોના પ્રયોગમાં તમામ જટિલતાઓ હતી અને તેને સારી રીતે શીખવામાં ઘણા વર્ષો લાગી શકે છે.) પૂનઃ થોડા દિવસ હસ્તિનાપુરમાં રહેવા અને લાક્ષાગૃહ કાંડ પછી ભટકવું, ત્યાર પછી થોડા દિવસો સુધી ઇન્દ્રપ્રસ્થમાં નિવાસ કરવા બાર વર્ષનો વનવાસ લેવા અને ત્યાર પછી અગ્નિદેવ સાથે ગાંડીવ પ્રાપ્ત કરવાની ઘટનાઓ પસાર થવામાં અર્જુનના જીવનનો કેટલો સમય પસાર થયો હશે. આ ઘટનાઓને જોતા એવું લાગે છે કે ગાંડીવ પ્રાપ્ત થવાના સમયે અર્જુનની ઉંમર ત્રીસથી પણ વધુ જ રહેલી હશે. એટલે અર્જુનની ઉંમર વિરાટનગરના યુદ્ધના સમયે ૫૫ વર્ષથી પણ વધુ રહેલી હશે.

એ રીતે એ પણ વાત વિચારવામાં લેવામાં આવી શકે છે કે ભગવાન કૃષ્ણના જન્મના ઘણા સમય પહેલા જ કંસ પોતાના પિતા મહારાજ ઉગ્રસેનને દુર કરી ગાદી ઉપર બેસી ગયા હતા. તેનો એ અર્થ છે કે ઉગ્રસેન કૃષ્ણથી ઓછામાં પચાસ વર્ષ મોટા રહ્યા હશે. સત્ય એ છે કે ઉગ્રસેન કૃષ્ણના સંપૂર્ણ જીવનકાળ સુધી રહ્યા. તેમની ઉંમર છેલ્લા સમય એ એક સો પંચોતેર વર્ષથી ઓછી નહિ રહી હોય. આવી રીતે દ્રોણાચાર્યની ઉંમર બે જગ્યા ઉપર ચાર સો વર્ષ ગણાવવામાં આવી છે. (અમુક લોકો સંબંધિત શબ્દોનો અર્થ ૮૫ વર્ષ લે છે પરંતુ આ ઉંમરનો મહાભારતના બીજા વર્ણનો મુજબ અર્જુનની ઉંમર સાથે બંધ બેસતી નથી.) ભીષ્મ અને બાહ્યલીકની ઉંમરની કલ્પના જ કરી શકાય છે.

૩. પાંચ હજાર વર્ષ પ્રાચીન ટેસ્ટ ટ્યુબ બેબી ટેકનોલોજી :-

મહાભારતના સમયની ટેકનોલોજી ઘણી બાબતોમાં ખુબ વિકસિત હતી. આપણે તે સમયની ટેસ્ટ ટ્યુબ બેબી ટેકનોલોજીનો પ્રસંગ લઇ શકીએ છીએ, જેના દ્વારા ગાંધારીના ગર્ભ માંથી નીકળ્યા માંસ પીંડ માંથી ૧૦૧ શિશુઓની ઉત્પત્તિ વ્યાસના પ્રયોગ દ્વારા કરવામાં આવી હતી. (આ ટેકનોલોજીના ઉપયોગ પહેલી વખત થયો ન હતો. રાજા સાગરએ આ પ્રકારે ૬૦,૦૦૦ પુત્ર થયા હતા.)

સાવિત્રી દ્વારા યમરાજ પાસેથી ૧૦૦ પુત્ર અને પોતાના નિસંતાન માતા પિતા માટે ૧૦૦ પુત્ર માગવાથી થાય છે કે આ ટેકનીકનો ઉપયોગ પહેલા સામાન્ય ગણાતો હશે.) તે સમયે દિવ્યાસ્ત્રો અને વિમાનોનું વર્ણનથી પણ તે સમયે ટેકનીકના વિકાસની સાબિતી મળે છે. (આ વર્ણન કરવામાં આવ્યું છે, સૌભપતિ શાલ્વ પાસે એક વિમાન હતું. જેની મદદથી તે દ્વારકા ઉપર હુમલો કરવા આવ્યા હતા. દિવ્યાસ્ત્રોથી તો મહાભારત વાચવાવાળા પરિચિત જ છે.)

૪. સંજય પાસે હતી અલૌકિક દ્રષ્ટિ :-

લોક પ્રચલિત વિશ્વાસ મુજબ સંજયએ ધૃતરાષ્ટ્રને યુદ્ધનું લાઈવ ટેલીકાસ્ટ દેખાડ્યું હતું. પરંતુ સાચું એ છે કે સંજય મહાભારતના યુદ્ધમાં લડવા ગયા હતા અને વચ્ચે વચ્ચે ભીષ્મ વગેરે સેનાપતિઓના માર્યા જવાથી તે ધૃતરાષ્ટ્ર પાસે આવીને તેને યુદ્ધની સ્થિતિ બતાવે છે.

એવું લાગે છે કે યુદ્ધની સ્થિતિ દેખાડતી વખતે તેમની બુદ્ધીમાં અલૌકિક જ્ઞાન આવી જતું હતું. જેથી તે યુદ્ધની દરેક કાર્યવાહીને બતાવવામાં સમર્થ થઇ જતા હતા. યુદ્ધના અંતમાં ધૃષ્ટદયુમ્ન અને સાત્યકીએ તેની ધરપકડ કરી લીધી હતી અને તેને મારવા જઈ રહ્યા હતા, ત્યારે વ્યાસએ આવીને તેને છોડાવ્યા. દુર્યોધનના મૃત્યુ પછી જ સંજયના આ અદ્દભુત જ્ઞાનની શક્તિ પૂરી થઇ ગઈ.

૫. ભીમના પુત્ર ઘટોત્કચનું રહસ્ય :-

આ એક માન્યતા છે કે યુદ્ધના ૧૪માં દિવસની રાત્રે અચાનક જ ઘટોત્કચ આવ્યો અને તેમણે તેની શિબિરમાં સુતેલા કૌરવો ઉપર હુમલો કરી દીધો. જેને કારણે કર્ણને તેની ઉપર ઇન્દ્રશક્તિ છોડવી પડી. (દુર્ભાગ્યથી મોટાભાગની સીરીયલોમાં એવું દેખાડવામાં આવે છે) સાચું એ છે કે જયદ્ર્થના મૃત્યુ પછી દુર્યોધને ગુસ્સે થઇને દ્રોણાચાર્યને તેમના માટે ઉપલબ્ધ કરાવ્યું તો ખીજાઈને દ્રોણાચાર્ય એ પ્રતિજ્ઞા લીધી કે તે હવે આ કવચ નહિ ઉતારે અને યુદ્ધ ત્યાં સુધી અવિરત ચાલતું રહેશે, જ્યાં સુધી કે તેમનું મૃત્યુ નહિ થાય કે તેના દુશ્મનોની હાર નહિ થાય.

એટલે તે દિવસ રાત યુદ્ધ બંધ નહોતું થયું. તે રાત્રે દ્રોણાચાર્ય અને કર્ણએ ઘણું ભયંકર યુદ્ધ કર્યું, તો કર્ણની સામે ઘટોત્કચ અને દ્રોણાચાર્ય સામે ધુષ્ટદયુમ્નને લગાવવામાં આવ્યા હતા. ઘટોત્કચએ આ યુદ્ધમાં કર્ણ અને કૌરવ સેનાને એટલી હદે હંફાવી હતી કે છેવટે કર્ણને દિવ્ય શક્તિ તેની ઉપર છોડવી પડી. એ પણ કહેવું ખોટું છે કે ઘટોત્કચ તે જ દિવસે યુદ્ધમાં આવ્યો હતો. તે પહેલા દિવસથી જ યુદ્ધમાં હતો. એ ખરું કે મહત્વની જવાબદારી તેને તે દિવસે આપવામાં આવી હતી.

૬. તે સમય યુદ્ધમાં ઓછી હિંસા થતી હતી :-

એ છાપ ઉભી થાય છે કે મહાભારતના સમયે લોકો ઘણા હિંસાત્મક હતા અને વાત વાત ઉપર યુદ્ધ કરતા હતા. તે સાચું છે કે તે સમયે લોકો યુદ્ધ પ્રેમી હતા પણ લોકો બિનજરૂરી હિંસાથી દુર રહેવાનો પ્રયાસ કરતા હતા અને તેની ઉપર હિંસાપ્રેમનો દોષ નથી લગાવી શકતો. અર્જુનએ દિગ્વિજય દરમિયાન ઘણા બધા રાજાઓને હરાવ્યા પણ તે દરમિયાન કોઈ રાજાનો જીવ ન લીધો.

લગભગ એ હાલત ભીમ, નકુલ, સહદેવનું દિગ્વિજય દરમિયાન પણ હતું. એ પ્રતીત થાય છે કે તે સમયના યોદ્ધા ખાસ કરીને એક બીજાની શક્તિ માપવા માટે યુદ્ધ કરતા હતા અને જો સામે વાળા યોદ્ધા વધુ પરાક્રમી સિદ્ધ થતા હતા તો તે ન્યાયિક વાતને માની લે છે. ભગદત્તનું ઉદાહરણ સામે છે. જેમણે આઠ દિવસ સુધી અર્જુન સાથે યુદ્ધ કર્યું અને છેલ્લે તે અર્જુનને યોદ્ધા તરીકે શ્રેષ્ઠતા માટે સ્વીકારવા માટે યુધિષ્ઠિર ઈચ્છા વ્યક્ત કરવા માટે તૈયાર થઇ ગયા.

એવું લાગે છે કે જ્યાં સુધી મરવા મારવાનો નિર્ણય કરીને રાજા યુદ્ધમાં ન ઉતરતા ત્યાં સુધી તે વિરોધીના વધથી બચવાનો પ્રયાસ કરતા હતા. મહાભારતના મુખ્ય યુદ્ધ પહેલા થયેલા તમામ યુદ્ધોમાં આપણે એ જોતા આવ્યા છીએ કે દુશ્મનોને પરાજીત કરીને કે અપમાનિત કરીને છોડી દેવામાં આવતા હતા પછી તે ગુરુદક્ષિણા માટે દ્રુપદ સાથે થયેલું યુદ્ધ હોય, જયદ્ર્થ દ્વારા દ્રૌપદીના અપહરણને કારણે યુદ્ધ હોય કે વિરાટનગરનું યુદ્ધ હોય અથવા કોઈ બીજુ યુદ્ધ હોય. મહાભારતના યુદ્ધમાં એ ન થતું હતું અને એટલા માટે તેને ટાળવાનો પુષ્કળ પ્રયાસ બન્ને પક્ષો તરફથી કરવામાં આવ્યો હતો જે સફળ ન થયો.

૭. યુદ્ધ ઉપરાંત મહાભારત શીખવે છે જીવન દર્શન :-

એ એક ભ્રમ છે કે મહાભારત યુદ્ધ અને રાજકારણનો જ ગ્રંથ છે. ધર્મ અને આધ્યાત્મ સાથે સંબંધિત જે જાણકારી તેમાં આપવામાં આવી છે, તેવી કોઈ પણ ગ્રંથમાં નથી આપવામાં આવી. મારા વિચારથી મહાભારત કે શાંતિપર્વ જેવી વાત સંસારના કોઈ ગ્રંથમાં નથી. તેમાં એ બધું જ છે જે જીવનમાં શાંતિ આપવા વાળું છે અને સંભવતઃ મૃત્યુ પછી પણ. આખા ગ્રંથને વાંચવાથી એ સ્પષ્ટ થવા લાગે છે કે તે સમયે સમાજમાં બે પ્રકારની જીવનપદ્ધતિઓ રહેલી હતી.

એક ઋષીઓની હતી જે વનમાં રહેતા, ચિંતનમનન કરતા અને તપસ્યા કરીને સર્વોત્તમ શ્રેયને પામવાનો પ્રયાસ કરતા. બ્રાહ્મણ તેને પોતાનો આદર્શ માને છે. બીજી ક્ષત્રિયોની હતી જે શાસન કરતા, યુદ્ધ કરતા અને ધર્મપાલન દ્વારા યશ પ્રાપ્ત કરવું અને યજ્ઞો દ્વારા પુણ્ય પાપ્ત કરવાનો પ્રયાસ કરતા. મહાભારતમાં ઋષીઓની જીવનચર્યાને શ્રેષ્ઠ માનવા છતાં પણ ક્ષત્રિયો અને બીજા લોકોને સ્વધર્મપાલન ઉપર જ વધુ ભાર આપવામાં આવે છે. આ વાતોની વિસ્તૃત વ્યાખ્યા શાંતિપર્વમાં કરવામાં આવી છે.